Ahmedabad : આરોપી હૈદર રાઝીએ બહેનના ઘરે પણ છૂપાવ્યું હતું ડ્રગ્સ, ATS દ્વારા હેરોઈન અને શંકાસ્પદ કેમિકલ જપ્ત કર્યું

જખૌમાંથી પકડાયેલ 09 પાકિસ્તાનીઓ સાથે 56 કિલો ડ્રગ્સ કેસમાં (Drugs) ગુજરાત એટીએસની તપાસ આંતર રાજ્ય બનવા પામી છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુઝફરનગરથી વધુ 155 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે.

Ahmedabad : આરોપી હૈદર રાઝીએ બહેનના ઘરે પણ છૂપાવ્યું હતું ડ્રગ્સ,  ATS દ્વારા હેરોઈન અને શંકાસ્પદ કેમિકલ જપ્ત કર્યું
Ahmedabad: Accused Haider Razi also hid drugs at his sister's house
| Edited By: | Updated on: May 02, 2022 | 8:11 PM

ગુજરાત એટીએસ (Gujarat ATS) દ્વારા થોડા દિવસ અગાઉ જખૌના મધદરિયેથી ડ્રગ્સનો (Drugs) જથ્થો ઝડપી પાડયો હતો. જેમાં 9 જેટલા પાકિસ્તાની ની ધરપકડ કરવામાં આવી છે. જે બાદ ATS દ્વારા વધુ 4 આરોપી ની ધરપકડ કરવામાં આવી હતી. ATS ની વધુ તપાસમાં ડ્રગ્સની હેરફેર કરતા આરોપી હૈદર રાઝીની બહેનનાં ઘરેથી વધુ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. મુઝફ્ફરનગરમાં રહેતી હૈદરની બહેનનાં ઘરે હૈદરે ડ્રગ્સ રાખ્યું હોવાનું સામે આવ્યું હતું. ગુજરાત એટીએસએ વધુ 155 કિલો હેરોઇન જથ્થો તેમજ 55 કિલો શંકાસ્પદ કેમિકલ મળી આવ્યું છે. હૈદરની બહેનના મુઝફરનગર સ્થિત ઘરમાંથી આ જથ્થો ઝડપી લીધો છે. સમગ્ર કાર્યવાહીમાં ATS, અમદાવાદ પોલીસ, દિલ્લી તેમજ મુઝફ્ફર નગર પોલીસ જોડાઈ હતી. અત્યાર સુધી ATS દ્વારા કુલ 296 કિલો ડ્રગ્સ સહિત 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી ચૂકી છે.

જખૌમાંથી પકડાયેલ 09 પાકિસ્તાનીઓ સાથે 56 કિલો ડ્રગ્સ કેસમાં ગુજરાત એટીએસની તપાસ આંતર રાજ્ય બનવા પામી છે. ત્યારે ઉત્તરપ્રદેશના મુઝફરનગરથી વધુ 155 કિલો હેરોઇન ડ્રગ્સનો જથ્થો કબ્જે કરવામાં આવ્યો છે. આ ડ્રગ્સનો જથ્થો હૈદર રાઝીએ પોતાની બહેનના ઘરે છુપાવીને રાખ્યો હતો. આ ડ્રગ્સનો જથ્થો ક્યારે આવ્યો હતો અને ક્યાં મોકલવાનો હતો, કોના દ્વારા મંગાવવામાં આવ્યો હતો , કોણે મોકલ્યો હતો તે દિશામાં ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાત એટીએસની અત્યાર સુધીની તપાસમાં જખૌમાંથી 56 કિલો, દિલ્હીમાંથી 35 કિલો, મુઝફરનગરમાંથી 50 કિલો અને હૈદર રાઝીની બહેનના ઘરેથી 155 કિલો ડ્રગ્સ સહિત કુલ 296 કિલો ડ્રગ્સ કબ્જે કરાયું છે. જેની ઇન્ટરનેશનલ માર્કેટ મુજબ કિંમત નક્કી કરીએ તો 1480 કરોડ રૂપિયા થવા પામે છે. ત્યારે ગુજરાત એટીએસએ 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે. અને હૈદર રાઝી અને ઇમરાન આમિર નામના બન્ને શખ્સોની NCBની ગિરફતમાં છે. જે બંને આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી કબજો લેવાનો તજવીજ હાથ ધરી છે.