AHMEDABAD : એલિસબ્રિજમાં ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ ઝડપાયું, 11 આરોપી સહિત કુલ 22 લાખનો મુદ્દામાલ જપ્ત

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ અનેક વર્ષોથી અહીં ઓફિસ ધરાવી ડબ્બા ટ્રેડિંગ કરતા હતા. આંબાવાડી વિસ્તારમાં શ્યામક કોમ્પ્લેક્સમાં ઘણા સમયથી શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગ થતો હતો.

AHMEDABAD :  એલિસબ્રિજમાં ડબ્બા ટ્રેડિંગનું કૌભાંડ ઝડપાયું, 11 આરોપી સહિત કુલ 22 લાખનો મુદ્દામાલ જપ્ત
AHMEDABAD: A total of Rs 22 lakh, including 11 accused, was seized in a box trading scam in Ellisbridge.
| Edited By: | Updated on: Sep 25, 2021 | 6:11 PM

એલિસબ્રિજ વિસ્તારમાંથી સ્થાનિક પોલીસે ડબ્બા ટ્રેડિંગનું મસમોટુ કૌભાંડ ઝડપી પાડ્યું છે. સ્થાનિક પોલીસે 11 લોકોની ડબ્બા ટ્રેડિગ કરી સટ્ટો રમવાના ગુનામાં ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી 18 લાખ રોકડ સહિત 22 લાખનો મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે.

અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારના શ્યામક કોમ્પ્લેક્સમાં આવેલી બે પ્રાઇવેટ ફર્મમાં શેરબજાર નું ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાની પોલીસને બાતમી મળી હતી. પોલીસે બાતમીના આધારે ઓફિસમાં ઘુસી સર્ચ કર્યું. તો ઓફિસમાં સટ્ટોડિયા માટે એસી અને ટિફિન સહિતની વ્યવસ્થા ,ખાસ સોફ્ટવેર અને મોબાઈલ એપ્લિકેશનથી સટ્ટો ચલાવતા હોવાનું સામે આવ્યું. પોલીસે બંને ઓફિસમાંથી તમામ આરોપીઓની ધરપકડ કરી.

જેમાં મુખ્ય આરોપી શાશ્વત બ્રોકર્સનો વિકી ઝવેરી અને પીનાક સ્ટોક બ્રોકર્સનો સૌમિલ ભાવનગરી છે. જે બને ગુજરાતના નામચીન વ્યક્તિ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. આ બને ઓફિસમાં રેડ થતા શેરબજારના ડબ્બા ટ્રેડિંગના બજારમાં હાહાકાર મચી ગયો છે. આ બને આરોપીઓ અનેક મોટા માથા જેવા કે સોના ચાંદીના વેપારીઓ, બિલ્ડરો અને અન્ય ખ્યાતનામ લોકો સાથે પણ સંપર્ક ધરાવતા હોવાનું મનાય રહ્યું છે.

ડબ્બા ટ્રેડિંગનો કાળો કારોબાર શું છે?

પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપીઓ અનેક વર્ષોથી અહીં ઓફિસ ધરાવી ડબ્બા ટ્રેડિંગ કરતા હતા. આંબાવાડી વિસ્તારમાં શ્યામક કોમ્પ્લેક્સમાં ઘણા સમયથી શેરબજારમાં ડબ્બા ટ્રેડિંગ થતો હતો. જેમાં લાખોનો સટ્ટો અને રોકડના વ્યવહાર એરકન્ડિશન ઓફિસમાં થતા હતા. આરોપીઓ ડબ્બો રમવા નવી ટેકનોલોજીના સોફ્ટવેર અને ખાસ મોબાઈલ એપ્લિકેશન રાખવામાં આવતી હતી. પણ પોલીસને જાણ થતાં સમગ્ર રેકેટનો પર્દાફાશ થયો.

પોલીસે 11 લોકોને 18 લાખ રોકડ સહિત 22 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. આરોપીઓ મોટા ગજાના વેપારીઓ સાથે કનેક્ટ હોવની શકાના આધારે પોલીસે કોલ ડિટેઇલ કઢાવીને કોઈને પણ નહીં છોડવા માટે પ્રયાસ શરૂ કરી દીધા છે.

સુત્રોનું માનીએ તો આરોપીઓ ડબ્બા ટ્રેડિંગ કરતા હોવાની અગાઉથી પોલીસને બાતમી હતી. પણ મોટો રોકડીયો વ્યવહાર થવાનો હોય કે કેશ એકત્રિત કરી વ્યવહાર કરવાના હોય ત્યારે જ પોલીસ રેડ કરવાના મૂડમાં હતી. અને બન્યું પણ એવું જ. જ્યારે લાખો રૂપિયા રોકડા આ ઓફિસમાં આવ્યા ત્યારે જ પોલીસે રેડ કરી. રેડ કરતા જ અનેક મોટા માથાઓના ફોન પોલીસ પર આવ્યા પણ પોલીસે આખરે કાયદેસરની કાર્યવાહી કરી તપાસ શરૂ કરી.

Published On - 6:07 pm, Sat, 25 September 21