Ahmedabad: એકટીવા સાથે ગાડી અથડાતા પહેલા કર્યો ઝઘડો, બાદમાં કારમાંથી 26 લાખ રોકડ રકમની બેગ લઈને થયા રફુચક્કર

|

Apr 25, 2022 | 6:01 PM

અમદાવાદમાં ફરી એક વખત લૂંટની (Looting) ઘટના સામે આવી છે. હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા વેપારીએ રોડ પર અકસ્માત કર્યો છે, તેવું કહીને બાઇક અને એક્ટિવા ચાલકો રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે.

Ahmedabad: એકટીવા સાથે ગાડી અથડાતા પહેલા કર્યો ઝઘડો, બાદમાં કારમાંથી 26 લાખ રોકડ રકમની બેગ લઈને થયા રફુચક્કર
શંકાસ્પદ આરોપીઓ

Follow us on

Ahmedabad: શહેરમાં ફરી એક વખત લૂંટની (Looting) ઘટના સામે આવી છે. હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા વેપારીએ રોડ પર અકસ્માત કર્યો છે, તેવું કહીને બાઇક અને એક્ટિવા ચાલકો રોકી લાખો રૂપિયા ભરેલી બેગ લૂંટીને રફુચક્કર થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. જોકે વેપારીએ તેઓનો પીછો કરી પકડવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ લૂંટારાઓ વેપારીના હાથે ન લાગતા અંતે આ સમગ્ર મામલે પોલીસ (Gujarat Police) ફરિયાદ નોંધાઈ છે.

સીસીટીવી ફૂટેજમાં દેખાતા આ શખ્સોએ ભેગા મળીને 26 લાખ રૂપિયાની લૂંટને અંજામ આપ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતાં તેમજ દરિયાપુર પાસે કબીર એન્ટરપ્રાઇઝ નામે હાર્ડવેર ટ્રેડિંગનું કામ કરતા પ્રવિણ પટેલ નામના વેપારી સાથે સમગ્ર લૂંટની ઘટના બની છે. જેમાં 22મી માર્ચના રોજ તેઓ સીજીરોડ ખાતે આવેલી આર.કે.એન્ટરપ્રાઇઝ નામની આંગડિયા પેઢીમાંથી માણસા ખાતેથી આવેલું 32 લાખ 57 હજારનું પેમેન્ટ લઇને નીકળ્યા હતા. જેમાં નવરંગપુરા ખાતે આવેલી મહેન્દ્ર સોમાભાઈ આંગણીયા પેઢી મારફતે 6 લાખ 17 હજાર ચારસો રૂપિયા રોકડા ગાંધીનગર રહેતા પોતાના મિત્ર અંકુરને મોકલીને 26 લાખ 70 હજાર જેટલી રકમ બેંકમાં રાખીને સીજી રોડથી નવરંગપુરા તરફ જઈ રહ્યા હતા.

તે સમયે હરિઓમ રેસ્ટોરન્ટ પાસે પહોંચતા એક્ટિવા ચાલક દ્વારા તેઓને અટકાવીને તમે અમારી એકટીવા સાથે ગાડી કેમ અથડાવી તેવું કહીને ઝઘડો કર્યો હતો અને ઝઘડા દરમિયાન કારમાં મૂકેલી રોકડ રકમની બેગ લઈને ભાગી ગયા હતા. જે બાદ વેપારીએ લૂંટારાઓનો પીછો કર્યો હતો. જોકે લૂંટારાઓ ન મળતા અંતે આ સમગ્ર મામલે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં લૂંટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો

નવરંગપુરા પોલીસે આ સમગ્ર મામલે લૂંટનો ગુનો દાખલ કરીને આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસતા તેમાં શંકાસ્પદ આરોપીઓ જોવા મળ્યા હતા. જેથી કરીને આરોપીઓને પકડવા માટે નવરંગપુરા પોલીસે તપાસ તેજ કરી છે. મહત્વનું છે કે સીસીટીવી ફુટેજમાં દેખાતા આરોપીઓ છારા ગેંગના હોવાની આશંકાના આધારે પોલીસે આરોપીઓને પકડવા અલગ – અલગ ટીમો કામે લગાડે છે.

મહત્વનું છે કે, અકસ્માતના નામે નાની-મોટી ચોરીની અનેક ઘટનાઓ અત્યાર સુધી પોલીસ ચોપડે નોંધાઈ છે, જોકે આ ઘટનામાં 26 લાખ રૂપિયા જેટલી મોટી રકમની લૂંટ થઈ હોવાથી સ્થાનિક પોલીસની સાથે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ આરોપીઓને પકડવા કામે લાગે છે, ત્યારે આરોપીઓ ક્યારે પકડાય છે તે જોવાનું રહ્યું.

આ પણ વાંચો: વિઝા સસ્પેન્ડ : ચીને ભારતીય વિદ્યાર્થીઓની કારકિર્દી જોખમાય તેવા પગલાં લેતા, ભારતે ડ્રેગનને તેની જ ભાષામાં આપ્યો જવાબ

આ પણ વાંચો: JNV Admission 2022: જવાહર નવોદય વિદ્યાલયની પ્રવેશ પરીક્ષા 30મી એપ્રિલે યોજાશે, ડાઉનલોડ કરો એડમિટ કાર્ડ

Published On - 6:01 pm, Mon, 25 April 22

Next Article