Ahmedabad : રખિયાલ પોલીસની (POLICE) ગિરફતમાં આવેલા મોંહમદ સિતારે ઉર્ફે ગોલ્ડન, મોહંમદ તોહિદ, સમીમ અહેમદ અને આઝાદ શેખ. રખિયાલમાં (Rakhiyal) આવેલ યશ પ્લાઝામાં આરોપીઓ રહેતા હતા. જ્યાં નોકરી કરતા 52 વર્ષીય મોહમદ હુસેન શેખે આરોપીનો એક દિવસ પહેલા ચોરી થયેલો મોબાઈલ મૃતકે ચોરી કરી હોવાની આશંકા રાખી વહેલી સવારે ઝઘડો કરી કારખાનામાં લઈ જઈ ગરમ ઈસ્ત્રી શરીરે ચોટાડી તેમજ ગેસના સિલિન્ડરની પાઇપોથી એટલી હદે માર્યા હતા કે શરીરની ચામડી ઉતરી ગઈ હતી. જે બાદ આરોપીઓએ આધેડને ઉચકી રિક્ષામાં લઈ જઈ લાલબહાદુર સ્ટેડિયમ પાસે આવેલી નૂતન ભારતી સ્કૂલ પાસે મૂકી ફરાર થઇ ગયા હતા.
આ મામલે મૃતકના ભત્રીજાને મિત્રએ ફોન કરી અપહરણ અને માર મારવા અંગે જાણ કરતા પોલીસમાં જાણ કરવામાં આવી હતી. જે બાર પોલીસ અને પરિવાર તપાસમાં હતો. ત્યારે આધેડ બેભાન હાલતમાં મળી આવતા સારવાર માટે ખસેડાયા હતા જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા. મહત્વનું છે કે આરોપીઓ આધેડને ઉંચકીને લઈ જતા હોય તેવા CCTV પણ સામે આવ્યા હતા ત્યારે પોલીસે આરોપીઓને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે પકડાયેલા આરોપીઓ મૂળ બિહારના રહેવાસી છે અને હાલમાં જ અમદાવાદમાં આવ્યા છે. જેથી પોલીસે આરોપીઓના ગુનાહિત ઇતિહાસ જાણવા અને આરોપીઓ બિહારમાં કોઈ ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપીને અમદાવાદ આવ્યા છે કે કેમ તે અંગે તપાસ હાથ ધરી છે. મહત્વનું છે કે હાલમાં જ હવેલી વિસ્તારમાં. મોબાઈલ ચોરીની આશંકામાં યુવકની હત્યાની ઘટના બની હતી ત્યારે એ જ સપ્તાહમાં મોબાઈલ ચોરીની જ આશંકાએ બીજી ઘટના બનતા શહેરભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ પણ વાંચો : Kheda જિલ્લામાં ત્રણ વર્ષમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત 1998 કામો પૂર્ણ : દેવુસિંહ ચૌહાણ
આ પણ વાંચો : Surat : છેલ્લા પાંચ વર્ષથી ધૂળ ખાતી 78 હજાર કરતા વધુ કચરાપેટી હવે સ્લમ પોકેટોમાં મફત વિતરિત કરાશે
Published On - 5:06 pm, Sat, 19 March 22