Ahmedabad : ખોદકામ દરમિયાન સોનું મળ્યું છે અને જરૂરિયાત હોવાથી વેચવું છે. આવી વાત કરી લોકોનો વિશ્વાસ કેળવી ઠગાઈ આચરનાર ગેંગ ઝડપાઇ (Cheater gang). આરોપીઓએ પુરા ગુજરાતમાં આતંક મચાવી દીધો હતો. જે પહેલા અસલી સોનું (GOLD) બતાવે અને બાદમાં ડિલ કરતી વખરે નકલી સોનું પધરાવી પૈસા પડાવી અન્ય જગ્યાએ ગુનો આચરવા નીકળી જતા. કોણ છે આ શાતિર ટોળકી વાંચો આ અહેવાલમાં.
ફોટોમાં દેખાતા આ શાતિર શખ્સો અનેક લોકોના નાણાં ખંખેરી ચુક્યા છે. આરોપીઓના નામ છે સંજય ઉર્ફે કાળુ ભીલ, વિજય રાઠોડ અને કાનજી ઉર્ફે કાનો વાઘેલા. જે હાલ ઝોન 7 એલસીબીની ગિરફતમાં આવી ગયા છે. આરોપીઓ મૂળ લોકો સાથે ઠગાઈ આચરે છે. રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએ જઈ જ્યાં કોઈ ભોળા વ્યક્તિઓ દેખાય તેને મળતા પોતે મજૂરી કામ કરે છે અને ખોદકામ દરમિયાન સોનુ મળ્યું હોવાની વાત કરે છે. બાદમાં સામેવાળી વ્યક્તિઓને વિશ્વાસમાં લે છે. અને ઠગાઈનો ખેલ કરે છે શરૂ.
પહેલા આરોપીઓ આ પ્રકારે વાત કરી બાદમાં લોકોને વિશ્વાસમાં લે છે. ત્યારબાદ અસલી સોનાનો મણી કે એવી નાની વસ્તુ બતાવી વેચવાનું નક્કી કરે છે. જ્યારે સામે વાળી વ્યક્તિ તૈયાર થાય કે તુરંત જ પીતળ જેવી ધાતુ પધરાવી પૈસા લઈ ફરાર થઇ જાય છે. હાલ શહેરના સરખેજ અને શાહીબાગના ગુનાનો ભેદ ઉકેલાયો છે.
આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેઓ એક ગુનો આચરી બીજા શહેરમાં જતા રહે છે. આમ ગુજરાતભરમાં આરોપીઓએ આતંક મચાવ્યો છે. તો આરોપીઓએ કરેલા અનેક ગુનાની ફરિયાદ પણ લોકોએ ન કરતા સાચો આંકડો તેઓની કબુલાત દરમિયાન જ સામે આવી શકે છે. ત્યારે આવી લાલચમાં આવનાર તમામ લોકોએ સાવધાન રહેવાની જરૂર છે.
આ પણ વાંચો : બાળકોમાં કેન્સરનું પ્રમાણ કેટલું ? અને કેન્સર બાળકો માટે કેટલું જોખમી ? જાણો બાળકોને કેન્સરથી કેવી રીતે બચાવી શકાય
આ પણ વાંચો : સરકારને આશા છે કે જાહેર રોકાણ વધવાથી માંગ વધશે, ગ્રોથ સાથે મળશે રોજગારીની નવી તકો