Ahmedabad: ક્રાઇમ બ્રાંચે MD ડ્રગ્સ સાથે ચાર લોકોની કરી ધરપકડ, આરોપીઓ પાસેથી 289 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયુ

|

Aug 14, 2022 | 4:30 PM

અમદાવાદમાં (Ahmedabad) MD ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે (Crime Branch) ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી રોકડ, મોબાઇલ અને ગાડી મળી કુલ 38 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

Ahmedabad: ક્રાઇમ બ્રાંચે MD ડ્રગ્સ સાથે ચાર લોકોની કરી ધરપકડ, આરોપીઓ પાસેથી 289 ગ્રામ MD ડ્રગ્સ ઝડપાયુ
અમદાવદ ક્રાઇમ બ્રાંચે MD ડ્રગ્સ સાથે ચાર લોકોની કરી ધરપકડ

Follow us on

અમદાવાદ (Ahmedabad) શહેરમાં વધુ એક વખત એમડી ડ્રગ્સના (MD Drugs) જથ્થા સાથે આરોપી પકડાયા છે. ક્રાઇમ બ્રાંચે એમડી ડ્રગ્સના જથ્થા સાથે ચાર આરોપીની ધરપકડ કરી છે. જેમાં એક આરોપી પહેલા લાલ દરવાજા પથારા પાથરી ધંધો કરતો હોવાની જાણકારી છે, પણ લોકડાઉનમાં પથારા બંધ થઈ જતા એમડી ડ્રગ્સના કાળા કારોબારમાં લાગી ગયો હતો. જે અગાઉ પોલીસનો બાતમીદાર હોવાનું સામે આવ્યુ છે. આજે બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે (Crime Branch) બંદોબસ્ત ગોઠવી આરોપીઓને ઝડપી પાડ્યા હતા. આરોપીઓ પાસેથી કુલ 38 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

કુલ 38 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

અમદાવાદમાં MD ડ્રગ્સના જથ્થા સાથે 4 શખ્સોની અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસે ઝડપેલા ચારેય આરોપીઓના નામ ઈદ્રિશ ઉર્ફે ઇદુ શેખ, મોહમદ ઇરફાન ઉર્ફે રાજા બાબુ શેખ, ધનુષ ઉર્ફે બીટ્ટુ આસોડિયા અને મનુ રબારી છે. ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ નજીક રોપડા ચાર રસ્તા પાસે કેટલાક શખ્સો ડ્રગ્સનો જથ્થો લાવી રહ્યા છે. બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે બંદોબસ્ત ગોઠવ્યો હતો.

જે દરમિયાન બાતમીવાળી કાર આવતા જ ફિલ્મી ઢબે તેનો પીછો કરી ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ કરી અને 28 લાખનું રૂપિયા કિંમતનું 289 ગ્રામ MD ડ્રગ્સ પકડી પાડ્યું છે. આરોપીઓ પાસેથી રોકડ, મોબાઇલ અને ગાડી મળી કુલ 38 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.

ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર

ચારેય આરોપીઓનો ગુનાહિત ઇતિહાસ

આરોપીઓની પ્રાથમિક પૂછપરછ કરતા સામે આવ્યું કે આ ચારેય આરોપીઓ પૈકી ઇદ્રિશ ઉર્ફે ઇદુ અને રાજા બાબુ છેલ્લા આઠ માસથી ચારેક વખત MD ડ્રગ્સનો જથ્થો લાવી ચુક્યો છે અને આ ડ્રગ્સ આરોપીઓ અત્યાર સુધી મુંબઈથી જ લાવીને છૂટક વેચાણ કરતા હતા. પોલીસના હાથે ઝડપાયા તે પહેલા આરોપીઓ મુંબઈ MD ડ્રગ્સનો જથ્થો મુંબઈના ડોંગરીના નિવાસી આદિલ પાસેથી લાવ્યા હતા. ઝડપાયેલા ચારેય આરોપીઓના ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને અમદાવાદમાં તેમના વિરુદ્ધ ફરિયાદો પણ નોંધાઈ ચૂકી છે.

પકડાયેલ પેડલર ઈદ્રિશ પાલડીમાં પ્રોહીબિશનના અને ક્રાઇમ બ્રાન્ચમાં હથિયારના ગુનામાં ઝડપાઇ ચુક્યો છે. જ્યારે આરોપી રાજાબાબુ કારંજમાં જાહેરનામા ભંગના ગુનામાં ઝડપાયો હતો. આરોપી રાજાબાબુ લાલ દરવાજામાં પાથરણા પાથરી હરાજીનો ધંધો કરતો હતો. સાથે જ અન્ય પાથરણા વાળા ઓ પાસે પણ હપ્તા ઉઘરાવી આતંક મચાવતો હોવાનું સામે આવ્યું છે.

લોકડાઉનમાં ધંધા પડી ભાગતા અને લોકો હપ્તો ન આપતા આરોપી એમડી ડ્રગ્સનો પેડલર બનવાની સાથે એમડીનો બંધાણી પણ બની ગયો. તો આરોપી ઈદ્રિશની પત્ની ખુશ્બુ પણ અગાઉ એમડી ડ્રગ્સનો કારોબાર કરતી હતી. ત્યારે ધનુષ અને મનુ રબારી થોડા સમયથી ડ્રગ્સના રવાડે ચઢતા તેઓ પણ પેડલર બનવા જઈ રહ્યા હતા તે પહેલા જ ઝડપાઇ ગયા.

Next Article