લગ્ને લગ્ને કુંવારા યુવકે કર્યા 6 લગ્ન, આ રીતે ભાંડાફોડ થતા લોકોએ કરી ધોલાઈ

|

Aug 31, 2021 | 12:46 PM

એક યુવકે આ વિસ્તારની 6 મહિલાઓ સાથે લગ્ન કર્યા અને તેમના પૈસાથી મોજ મસ્તી કરી રહ્યો હતો. આમાંની એક પણ પત્નીઓને આ શખ્સની વાસ્તવીકતા વીશે જાણ નહોતી

લગ્ને લગ્ને કુંવારા યુવકે કર્યા 6 લગ્ન, આ રીતે ભાંડાફોડ થતા લોકોએ કરી ધોલાઈ
પ્રતિકાત્મક તસવીર

Follow us on

બિહારના (Bihar) વૈશાલી જિલ્લામાંથી પશ્ચિમ બંગાળના જલપાઈગુડીમાં આવેલા એક યુવકે આ વિસ્તારની 6 મહિલાઓ સાથે લગ્ન કર્યા અને તેમના પૈસાથી મોજ મસ્તી કરી રહ્યો હતો. આમાંની એક પણ પત્નીઓને આ શખ્સની વાસ્તવીકતા વીશે જાણ નહોતી. પરંતુ જ્યારે આ પત્નીઓ સામે રહસ્ય ખુલ્યું ત્યારે તેઓએ તેની ખુબ ધોલાઈ કરી હતી. હાલમાં આ યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.

આરોપ છે કે, નોકરી આપવાની લાલચ આપીને લાખો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. બિહારના દૂરના વૈશાલી જિલ્લાના રહેવાસી રાહુલ કુમાર સિંહ પોતાની 6 પત્નીઓને અલગ અલગ જગ્યાએ રાખતો હતો અને તેમના પૈસાથી મોજ મસ્તી કરતો હતો. જ્યારે પત્નીઓને આ વિશે ખબર પડી ત્યારે રવિવારે રાત્રે તેને માલ બ્લોકના નિયોરંદી ચાના બગીચામાં સ્થાનિક લોકોની મદદથી માર મારવામાં આવ્યો હતો. બાદમાં પોલીસને સોંપવામાં આવ્યો હતો.

આ ઘટના જલપાઈગુડીના નિયોરંડી ચાના બગીચામાં બની હતી

રવિવારે રાત્રે, નિયોરંડી ચાના બગીચામાં કામ કરતી પ્રેમા સિંહે માલ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી કે, તેના લગ્ન બે વર્ષ પહેલા રાહુલ કુમાર સિંહ સાથે થયા હતા. અલીપુરદ્વાર જિલ્લાના પાટકપાડા અને ધૌલાઘોરા ચાના બગીચાના રહેવાસી રાજંતી મિંજ અને લક્ષ્મી મહાલી રવિવારે બપોરે 1.30 વાગ્યાની આસપાસ તેમના ઘરે આવ્યા હતા. તેણે એમ પણ કહ્યું કે, તેનો પતિ રાહુલ કુમાર સિંહ છે. તેણે તેમની સાથે લગ્ન પણ કર્યા છે અને આર્થિક છેતરપિંડી કરી છે. તેને બીજી પત્ની પણ છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

એટલું જ નહીં, તેમણે દાવો કર્યો કે રાહુલ કુમાર સિંહે આવી ઘણી મહિલાઓને નોકરી આપવાના નામે પૈસા લીધા હતા. છેવટે, રવિવારે રાત્રે, મોલ પોલીસ સ્ટેશનની સામે ઉભેલી બે મહિલાઓએ કહ્યું કે, આરોપી રાહુલ કુમાર સિંહે તેની સાથે લગ્ન કરીને માત્ર તેની સાથે છેતરપિંડી કરી નથી, પરંતુ અલગ અલગ સમયે તેની સાથે આર્થિક છેતરપિંડી પણ કરી છે. તેમણે એમ પણ કહ્યું કે, આરોપીઓએ કુલ 6 આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરીને આર્થિક છેતરપિંડી કરી હતી.

દોષિને સજા કરવાની માંગ ઉઠી

આદિવાસી મહિલા કલ્યાણ સોસાયટીના કાર્યકારી પ્રમુખ બિનય મુર્મુએ જણાવ્યું હતું કે, “અમે જોઈએ છીએ કે આદિવાસી મહિલાઓને અલગ અલગ સમયે છેતરવામાં આવી રહી છે. લગ્ન કર્યા પછી કોઈને ત્યજી દેવામાં આવે છે. આ રીતે એક પછી એક ઘટનાઓ બની રહી છે. આ માણસે ઘણી આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કર્યા અને તેમની પાસેથી નાણાંની ઉચાપત કરી. અમે તેની સખત સજાની માંગ કરીએ છીએ. ”

 

આ પણ વાંચો: Bihar: ઘાસચારા કૌભાંડની તપાસ કરતા CBI અધિકારીની થઈ બદલી, હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટે ટ્રાન્સફર પર લગાવી હતી રોક

Next Article