Surat : તમિલનાડુના વેપારીએ સુરતના 11 વેપારીઓને 16.24 લાખનો ચૂનો ચોપડ્યો

|

Dec 11, 2021 | 5:27 PM

અમદાવાદ કલાપીનગર ગુ.હા બોર્ડના વતની અને હાલ શહેરમાં સલાબતપુરા બેગમવાડી વેપાર કેન્દ્રના ત્રીજા માળે આવેલ ગોપાલ એજન્સીમાં નોકરી કરતા અને ત્યાં રહેતા 28 વર્ષીય કૈલાશ તુલસીદાસ પ્રજાપતિ સાથે vrsh 2019ma કાદર મીરનએ સંપર્ક કરી પોતે અનસારી અને નુર સાથે ભાગીદારીમાં તામીલનાડુ સેલમ ઓમલુર મેઈન રોડ ખાતે જ્યોતી લાઈફ સ્ટાઈલના નામથી વેપાર કરતો હોવાનુ જણાવ્યું હતું.

Surat : તમિલનાડુના વેપારીએ સુરતના 11 વેપારીઓને 16.24 લાખનો ચૂનો ચોપડ્યો
ફાઇલ

Follow us on

Surat : તમિલનાડુના જ્યોતિ લાઈફ સ્ટાઇલના ભાગીદારોએ સુરતમાં કાપડ માર્કેટમાં દુકાન ધરાવતા અલગ અલગ વેપારીઓનો સંપર્ક કરી માત્ર 30 જ દિવસમાં પૈસા ચૂકવી આપવાના વાયદો આપી લાખ્ખો રૂપિયાનો સાડીનો જથ્થો મંગાવી લીધો હતો. જોકે બાદમાં પૈસા નહિ આપી વેપારીઓએ દુકાન બંધ કરી હાથ ખંખેરી નાખ્યા હતા. જેથી સુરતના 11 વેપારીઓએ આ મામલે ગતરોજ સલાબતપુરા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 16.24 લાખની ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અમદાવાદ કલાપીનગર ગુ.હા બોર્ડના વતની અને હાલ શહેરમાં સલાબતપુરા બેગમવાડી વેપાર કેન્દ્રના ત્રીજા માળે આવેલ ગોપાલ એજન્સીમાં નોકરી કરતા અને ત્યાં રહેતા 28 વર્ષીય કૈલાશ તુલસીદાસ પ્રજાપતિ સાથે vrsh 2019ma કાદર મીરનએ સંપર્ક કરી પોતે અનસારી અને નુર સાથે ભાગીદારીમાં તામીલનાડુ સેલમ ઓમલુર મેઈન રોડ ખાતે જ્યોતી લાઈફ સ્ટાઈલના નામથી વેપાર કરતો હોવાનુ જણાવ્યું હતું.

બાદમાં અલગ અલગ પાર્ટીઓ પાસેથી સાડીનો માલ ખરીદી સમયસર પેમેન્ટ ચુકવી આપતા હોવાનું જણાવી મીઠીમીઠી લોભામણી વાતો કરી વિશ્વાસમાં લીધા હતા. ત્યારબાદ શરુઆતમાં સાડીનો માલ ખરીદી તેનું પેમેન્ટ સમયસર ચુકવી આપી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ આરોપીઓએ રિંગરો઼ડ સુરત ટેક્ષટાઈલ માર્કેટમાં આવેલ સંસ્કાર સ્ટાઈલમાંથી ગત તા 10 ઓક્ટોબર 2021 થી 23 ઓક્ટોબર 2021 દરમ્યાન 2,14,727 નો, જાગનાથ સિલ્ક મિલ્સના દિલીપ પુરોહિત પાસેથી રૂપિયા 2,14,727 કમલાસ્વાઈન ફેબના રાજેશ બિસાણી પાસેથી રૂપિયા 1,12,159, અમીત સિન્થેટીક્સના હંસરાજ ચોપડા પાસેથી રૂપિયા 2,21,753, આશાપુરી સિલ્ક મિલ્સના મહેન્દ્ર પુરોહિત પાસેથી 2,23,877, બી.જી. ક્રિએશનના સંતોષ ભટ્ટ પાસેથી રૂપિયા 75,617, એલ.ટી. ફેશનના મનોહરલાલ રાઠી પાસેથી રૂપિયા 32,745,વિન્સ ફેશનના અમીત પાસેથી 1,25,938, શ્રી ક્રિષ્ણા ક્રિએશનના સરૂપ મહેતા પાસેથી રૂપિયા 81,166, આદિનાથ ક્રિએશનના રવિન રાજપુરોહીત પાસેથી 1,25,105 કાવ્યા ક્રિએશનના દિલીપ ભટ્ટ પાસેથી રૂપિયા 32,745 મળી તમામ વેપારીઓ પાસેથી અલગ અલગ ક્વોલીટીની સાડીનો કુલ રૂપિયા 16,24,758 નો માલ મંગાવ્યો હતો.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

જે માલ ટ્રાન્સપોર્ટ મારફતે મોકલી આપ્યો હતો. આરોપીઓએ 30 દિવસમાં પેમેન્ટ ચુકવી આપવાનું કહી માલ ખરીદ્યો હતો. નક્કી કરેલ સમયમાં પેમેન્ટ નહી ચુકવતા કૈલાશ પ્રજાપતિએ પેમેન્ટની ઉઘરાણી માટે ફોન કરતા શરુઆતમાં પેમેન્ટ ચુકવી દેવાના ખોટા વાયદાઓ આપી સમય પસાર કર્યા બાદ ગાળાગાળી કરી પેમેન્ટની માંગણી કરવા માટે આવ્યા છો તો હાથ ટાંટિયા તોડાવી જાનથી મારી નાંખવાની ધમકી દુકાન બંધ કરી છેતરપિંડી કરી હતી. જેથી ભોગ બનનાર કૈલાશભાઈ સહિતના વેપારીઓએ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ આદરી છે.

Next Article