AHMEDABAD : ચાંદખેડા પોલીસ ફરી વિવાદમાં, બે સગીરોને એવો ઢોર માર માર્યો કે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા

|

Jan 07, 2022 | 5:55 PM

AHMEDABAD CRIME NEWS : ચાંદખેડા પોલીસ સ્ટેશન વિવાદો સપડાયું છે.થોડા દિવસ પહેલા એક સિનિયર સીટીઝનને પોતાના ઘરેથી ઢસડી બહાર લાવનાર પોલીસકર્મીનો વરવો ચેહરો સામે આવ્યો હતો.

AHMEDABAD : ચાંદખેડા પોલીસ ફરી વિવાદમાં,  બે સગીરોને એવો ઢોર માર માર્યો કે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા
AHMEDABAD CRIME NEWS

Follow us on

ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજા બજાવતા મહિપાલસિંહ સગીરોને પી.સી.આર વાનમાં બેસાડી લઈ ગયા અને લાકડીઓ વડે ઢોર માર માર્યો.

AHMEDABAD : ચાંદખેડા પોલીસકર્મીનો વરવો ચેહરો સામે આવ્યો છે,સગીરોના ઝઘડામાં પોલીસ કર્મી વચ્ચે પડી બે સગીરને ઢોર માર માર્યો હોવાની ઘટના સામે આવી છે.ચાંદખેડા પોલીસે પોલીસકર્મી વિરુદ્ધ મારમારીનો ગુનો નોંધવામાં આવ્યો છે પરંતુ ફરિયાદીનો આક્ષેપ છે કે પોલીસકર્મીને બચાવવા યોગ્ય ફરિયાદ લેવામાં આવી નથી.

ચાંદખેડાની એક સ્કૂલમાં સગીરો વચ્ચે મજાક મસ્તી થઈ હતી, જે વાતની એક સગીરે તેના કૌટુંબિક મામાને જાણ કરી હતી.મજાક મસ્તી કરનારા સગીરોને સબક શીખવાડવા પોલીસકર્મી મહિપાલસિંહે બે સગીરોને ઘરની બહાર બોલાવ્યા હતા. જે બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ફરજા બજાવતા મહિપાલસિંહ સગીરોને પી.સી.આર વાનમાં બેસાડી લઈ ગયા જ્યાં લાકડીઓ વડે ઢોર માર માર્યો.

સગીરોનો આક્ષેપ છે કે પોલીકર્મી મહિપાલસિંહે બીભત્સ ગાળો બોલી ગળદાપાટુનો માર માર્યો હતો. ઇજાગ્રસ્ત સગીરોને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. જે બાદ ચાંદખેડા પોલીસ દ્વારા પોલીસકર્મી મહિપાલસિંહ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો.હાલ ફરિયાદી આક્ષેપ કર્યા છે કે પોલીસ કર્મી મહિપાલસિંહને બચાવવા યોગ્ય ફરિયાદ લેવામાં આવી નથી.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

સગીર વિદ્યાર્થીઓને મારવાના કેસમા પોલીસ કર્મચારી મહિપાલસિંહને પોલીસ બચાવી રહી હોવાના પરિવારના આક્ષેપો છે. બંને સગીરના પરિવારો પોલીસ કર્મચારીને સજા થાય તેવી માંગ કરી રહયા છે. જયારે સગીર બાળકો પણ પોલીસના આ હિંસક ચહેરાથી ભયભીત છે.બાળકોના ઝઘડામાં વિવાદ બનનાર પોલીસ કર્મચારી મહિપાલસિંહ ફરાર થઈ જતા ચાંદખેડા પોલીસે મારામારીનો ગુનો નોંધી ધરપકડની કાર્યવાહી શરૂ કરી છે.

ચાંદખેડા પોલીસ સ્ટેશન વિવાદો સપડાયું છે.થોડા દિવસ પહેલા એક સિનિયર સીટીઝનને પોતાના ઘરેથી ઢસડી બહાર લાવનાર પોલીસકર્મીનો વરવો ચેહરો સામે આવ્યો હતો. હવે તમામ હદો વટાવી સગીરોને બેહરહેમી પૂર્વક માર માર્યો છે.ત્યારે હવે જોવું રહ્યું કે વિવાદિત ચાંદખેડા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી મહિપાલસિંહને છાવરી લઈ બચાવી લેશે કે સગીરોના પરિવાજનો ન્યાય અપાવશે.

આ પણ વાંચો : Ahmedabad : એક્સિડેન્ટના બહાને ખેલાતો હતો નાણાં પડાવવાનો ખેલ, આ રીતે થયો પર્દાફાશ

આ પણ વાંચો : કલંક સમાન કિસ્સો: કપૂત દિકરાઓએ જનેતાને તરછોડી, દિકરીઓએ ભારે હ્રદયે માતાના કર્યા અંતિમ સંસ્કાર

Published On - 5:54 pm, Fri, 7 January 22

Next Article