Himmatnagar: દિવાળી બાદ જ ચાઇનીઝ દોરીની હેરફેર, પ્રતિબંધિત ચાઇનીઝ દોરીની 3200 ફિરકીઓનો જથ્થો પકડાયો

|

Nov 23, 2021 | 8:22 AM

Himmatnagar: ઉત્તરાયણ પહેલા જ ચાઇનીઝ દોરી પકડાવાનું શુભ મુહુર્ત થઇ ગયું છે. લોકો ડર વર્ષે પ્રતિબંધ હોવા છતાં વિપુલ માત્રામાં આનો ઉપયોગ કરે છે.

Himmatnagar: હજુ તો દિવાળીના ધમાકાઓની આવાસ શમી નથી રહ્યો ત્યાં ઉત્તરાયણના (Uttrayan) ભણકારા વાગવા લાગ્યા. દિવાળીમાં મોટા ફટાકડાને લઈને તેમજ પ્રદુષણમેં લઈને અન્ય નિયામો હોવા છતાં દરેકનું ઉલ્લંઘન જોવા મળ્યું. તો પ્રદુષણના સ્તરમાં પણ વધારો જોવા મળ્યો. દિવાળી દરમિયાન શ્વાસની તકલીફના ઘણા કેસ પણ સામે આવ્યા હતા. તો હવે ઉત્તરાયણને લઈને નિયમો તોડવાની શરૂઆત થઇ ગઈ છે. જી હા જાહેર છે કે ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી (Chinese Dori) માત્ર પક્ષીઓ જ નહીં પરંતુ લોકોના જીવ માટે પણ હાનીકારક હોય છે. તેમ છતાં ઘણી જગ્યાએ દર વર્ષે તેનું વેચાણ પકડાય છે.

ઉત્તરાયણમાં પ્રતિબંધ (Banned) છતાં ચાઇનીઝ દોરીનો ઉપયોગ પણ જોવા મળે છે. ત્યારે ઉત્તરાયણના 2 મહિના અગાઉ ચાઇનીઝ દોતીનો જથ્થો ઝડપાયો છે. હિંમતનગરના મોતીપુરા સર્કલ પાસેથી નીકળતા ટેમ્પોમાંથી પોલીસે પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનો જથ્થો ઝડપ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાઈનીઝ દોરીનો જથ્થો મોડાસાથી મહેસાણા લઈ જવાતો હતો. જેને પોલીસે મોતીપુરા સર્કલ પરથી પકડી લીધો છે.

ફટાકડાના બોક્સમાં આ શખ્સ ચાઇનીઝ દોરીનો જથ્થો લઈને જતો હતો. તો ચાઈનીઝ દોરીની 3200 ફિરકીઓ 80 બોક્સમાં ભરેલી હતી. પોલીસે આ જથ્થો જપ્ત કર્યો હતો. સાથે જ ટ્રક ડ્રાઈવરની અટકાયત પણ કરી છે.

 

આ પણ વાંચો: Gir-Somnath: વેરાવળમાં સામાન્ય બોલાચાલીમાં ખારવા યુવકની હત્યાથી ચકચાર, છરીના આડેધડ ઝીંક્યા ઘા

આ પણ વાંચો: Kutch: નેર ગામે દલિત પરિવાર પર મંદિરમાં પ્રવેશ મુદ્દે હુમલાની ઘટનામાં સામા પક્ષે નોંધાવી ફરિયાદ! જાણો સમગ્ર વિગત

Next Video