Junagadh : બંધડા ગામમાં તસ્કરોનો તરખાટ, મંદિરમાંથી 8 કિલો ચાંદીનો થાળ લઈ તસ્કરો ફરાર

|

Jan 15, 2023 | 12:29 PM

વંથલીના બંધડા ગામમાં બંધનાથ મંદિરમાં તસ્કરો તકનો લાભ લઇ ત્રાટક્યા અને 8 કિલોના ચાંદીના થાળની ચોરી કરી ફરાર થઇ ગયા. મંદિરમાં ચોરી થતાં ગ્રામજનો અને ભાવિ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે.

Junagadh : બંધડા ગામમાં તસ્કરોનો તરખાટ, મંદિરમાંથી 8 કિલો ચાંદીનો થાળ લઈ તસ્કરો ફરાર
Bandhnath Temple

Follow us on

જૂનાગઢના વંથલીમાં ઉત્તરાયણના દિવસે તસ્કરોએ મહાદેવના મંદિરને નિશાન બનાવ્યું હતુ.  વંથલીના બંધડા ગામમાં બંધનાથ મંદિરમાં તસ્કરો તકનો લાભ લઇ ત્રાટક્યા અને 8 કિલોના ચાંદીના થાળની ચોરી કરી ફરાર થઇ ગયા. મંદિરમાં ચોરી થતાં ગ્રામજનો અને ભાવિ ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે. બનાવની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. હાલ પોલીસે ફરાર થયેલી ચોર ટોળકીની શોધખોળ હાથ ધરી છે.

8 કિલોના ચાંદીના થાળની ચોરી કરી ફરાર થયા

આ પહેલા રાજકોટ જિલ્લાના જેતપુરમાં ખીરસરા ગામમાં દુધેશ્વર મહાદેવને ચોરે નિશાન બનાવ્યુ હતુ. એક ચોર દુધેશ્વર મહાદેવ મંદિરમાં ચોરી કરવા માટે ઘૂસ્યો હતો. જેને મંદિરના સેવક જોઇ ગયા હતા. મંદિરના સેવકને ચોરના મંદિરમાં ઘૂસવાનો અંદાજ આવી જતા તેમણે મંદિરના દરવાજા બંધ કરી દીધા અને તેને તાળુ મારી દીધુ હતુ. મંદિરમાં ફસાઇ જવાથી ચોર રોષે ભરાઇ ગયો હતો અને ચોરે મંદિરમાં તોડફોડ કરી હતી. લોકોએ ચોરને ઝડપીને પોલીસ હવાલે કર્યો છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

ખાડો ખોદે એ જ તેમાં પડે એ કહેવત અહીં સાબીત થઇ છે. રાજકોટના ખીરસરા ગામમાં દુધેશ્વર મહાદેવના મંદિરમાં આવુ જ કઇક જોવા મળ્યુ છે. આ મંદિરમાં ચોરી કરવા ગયેલો ચોર પોતે જ મંદિરમાં ફસાઇ ગયો હતો. જ્યાં દુધેશ્વર મહાદેવના મંદિરમાં એક શખ્સ ચોરી કરવા ઘૂસ્યો હતો. પરંતુ મંદિરના સેવકે બહારથી તાળુ મારી દેતા ચોર અંદર જ ફસાઈ ગયો હતો. રોષે ભરાયેલા ચોરે મંદિરમાં તોડફોડ કરી હતી. એટલુ જ નહીં મંદિરની મૂર્તિઓને પણ ખંડિત કરી નાખી હતી. જે પછી લોકોએ તેને ઝડપી પાડીને પોલીસ હવાલે કર્યો છે

Published On - 11:44 am, Sun, 15 January 23

Next Article