ધંધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં (Dhandhuka Kishan Bharwad murder case)તપાસનો ધમધમાટ શરૂ થયો છે..ત્યારે હત્યા કેસમાં વધુ ત્રણ આરોપીઓના (Accused) રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. કોર્ટે ત્રણેય આરોપીના સાત દિવસના રિમાન્ડ (REMAND) મંજૂર કર્યા છે. કિશન ભરવાડ હત્યા કેસમાં આર્થિક મદદ કરનાર ધંધૂકાના મતીન મોદન, પોરબંદરમાં સાજન ઓડેદરા હત્યાના ષડયંત્રમાં મદદ કરનાર હુસૈન મિસ્ત્રી અને અમીન સેતાનીને રિમાન્ડ પર મોકલાયો છે. આરોપીઓને કોર્ટ રજૂ કરતા પહેલા કોર્ટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. કડક સુરક્ષા વચ્ચે ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા. તો બીજી તરફ આરોપીના વકીલે આક્ષેપ કર્યા અને કહ્યું કે ગુજસીટોક એક્ટ જબરદસ્તી લગાવવામાં આવ્યો છે.
કિશન ભરવાડ હત્યાકાંડના આરોપીઓની પાકિસ્તાની કનેક્શનની વાત ખોટી છે. આ નિવેદન આપ્યું છે ગુજરાત ATSએ. ગુજરાત ATSએ ખુલાસો કર્યો છે કે અત્યાર સુધીની તપાસમાં કિશન હત્યાકાંડના 8 આરોપીઓના પાકિસ્તાન સાથે કનેક્શનના કોઇ જ પુરાવા નથી મળ્યા. સાથે મૌલાના કમર ગનીના કરાચીની દાવત-એ-ઇસ્લામી સંગઠન સાથે સંપર્ક હોવાની વાતને પણ ATSએ પાયાવિહોણી ગણાવી છે. તો અંડર વર્લ્ડ સાથેના સંબંધોની વાતને પણ તપાસ અધિકારીઓએ રદીયો આપ્યો છે.
તો દિલ્લીના મૌલાના કમર ગનીના સંગઠન તૈહરી-એ-ફરોગે-ઇસ્લામની હાલ એટીએસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીની તપાસમાં ખુલાસો થયો છે કે મૌલાના કમરગનીનું સંગઠન કાનુની કાર્યવાહી માટે કાર્યરત હતું. અને સોશિયલ મીડિયા પર ધાર્મિક પોસ્ટ કરનારાઓ વિરૂદ્ધ કાર્યવાહીમાં મદદ કરતું હતું.
25 જાન્યુઆરી ના રોજ ધધુકામાં કિશન ભરવાડની હત્યા કેસમાં ગુજરાત ATSએ વધુ 3 આરોપીની ધરપકડ કરી છે. મહંમદ રમીજ, મહંમદ હુસેન અને મતીન ઉસમાનગનીને ગુજરાત ATSએ કોર્ટમાં રજૂ કરતા કોર્ટે 7 દિવસના રિમાન્ડ મંજુર કર્યા.. આ આરોપીઓમાં મતીન ઉસ્માનગીનીને કિશન ભરવાડની હત્યા કર્યા બાદ શબ્બીરે ફોન કરીને કિશનની હત્યાની જાણ કરી હતી.. અને મતીને રૂ 10 હજાર ની શબબીરની મદદ કરી હતી. જ્યારે આરોપી મહંમદ હુસેનએ પોરબંદર ના સાજણ ઓડેદરા હત્યા કરવા મૌલાના અયુબ અને શબ્બીરને રેકી અને તેમને રહેવા તેમજ જમવાની મદદ કરી હતી..જ્યારે મહંમદ રમીઝે હત્યા માટે હથિયારની મદદ કરી હોવાનું ખુલતા ગુજરાત ATS ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.
મહંમદ રમીઝ અને મહંમદ હુસેનનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.. મહંમદ રમીજ રીઢો ગુનેગાર છે.. તેની વિરુદ્ધ હત્યા પ્રયાસ, અપહરણ, ખડણી, આર્મ્સ એક્ટ અને NDPSના ગુના નોંધાયેલા છે.. અને બે વખત તડીપાર કરવામાં આવ્યો હતો.. આરોપીઓ કોઈ કટ્ટરવાદી સંગઠન કે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોવાની શકા અને મૌલાના ને કોઈ ફંડ કે ફાળો ઉઘરાવીને આપ્યો હોવાની શક્યતા ને લઈને ગુજરાત ATSએ વધુ પૂછપરછ શરૂ કરી છે.
મહત્વનું છે કે કમરગની સંગઠન તૈહરિ કે ફરોકે ઇસ્લામ સંગઠન નું લખનઉથી રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. તે દેશભરમાં સંગઠન દ્વારા સભ્યો બનાવી રોજનો 1 રૂપિયા લેખે 365 રૂપિયાનું દાન મેળવે છે. ટી.એફ.આઈ ના 2 બેન્ક એકાઉન્ટ હોવાનું તપાસમાં સામે આવ્યું. બેન્ક એકાઉન્ટમાં નાણાકીય વ્યવહારો અંગે ગુજરાત એટીએસ તપાસ કરી રહી છે. બેન્ક એકાઉન્ટ માં થયેલા નાણાંકીય વ્યવહારોની તપાસ કેન્દ્રીય એજન્સીઓ પણ કરી રહી છે..બીજી બાજુ હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન હાલ જોવા નથી મળી રહ્યું પરતું કટ્ટરવાદ એ આતંકવાદનું જ એક રૂપ હોવાથી ગુજસીટોક ગુનાનો ઉમેરો કર્યો છે જેમાં હત્યા કરનારા અને મદદગારી કરનારા સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી કરાશે.
આ પણ વાંચો : અમદાવાદ : આ તે કેવો પતિ ? પતિ પોતાની પત્ની અને દીકરીને મુકી વિદેશ ફરાર
આ પણ વાંચો : રાજયભરમાં જિલ્લા તાલુકા અને ફેમિલી કોર્ટના નિર્માણ માટે રુ. 91 કરોડ મંજૂર :કાયદા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી