Bhavnagar : હીરાના વેપારી પાસેથી 3 લાખની લૂંટ, ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા

|

Jan 25, 2023 | 9:52 AM

વેપારી સુરતથી ભાવનગર આવી રહ્યા હતા ત્યારે વેપારીને કોઈ કેફી દ્રવ્યો પીવડાવી દેતા બેભાન થઈ ગયા હતા. ત્યારે ત્રણ લાખ રૂપિયાના હીરા અને સોનાના ચેનની લૂંટ કરી અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હતો.

Bhavnagar : હીરાના વેપારી પાસેથી 3 લાખની લૂંટ, ઈજાગ્રસ્ત વેપારીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
3 lakh robbery in palitana

Follow us on

ભાવનગરના પાલીતાણાના હીરાના વેપારી પાસેથી ત્રણ લાખ રૂપિયાના હીરા અને સોનાની ચેનની લૂંટ થઇ. વેપારી સુરતથી ભાવનગર આવી રહ્યા હતા ત્યારે વેપારીને કોઈ કેફી દ્રવ્યો પીવડાવી દેતા બેભાન થઈ ગયા હતા. ત્યારે ત્રણ લાખ રૂપિયાના હીરા અને સોનાના ચેનની લૂંટ કરી અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો હતો. વેપારી બેભાન હાલતમાં મળી આવતા તેને ભાવનગરની સર્ટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો.

લૂંટ કરી અજાણ્યો શખ્સ ફરાર થઇ ગયો

તો આ તરફ સુરતના પીપોદરા નજીક ટ્રક ડ્રાઇવરને બંધક બનાવી એક કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો. પોલીસે ગણતરીના કલાકોમાં જ પાંચ લૂંટારૂઓની ધરપકડ કરી છે. સાથે જ પોલીસે આરોપીઓ પાસેથી એક તમંચો, ચાકુ, ટ્રક સહિત કુલ 1 કરોડ 8 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.બે દિવસ પહેલા પીપોદરા ગામ પાસે સુરતથી સિલ્ક કાપડ ભરી વારાણસી જઈ રહેલા ટ્રકને કન્ટેનર વડે આંતરી 5 લૂંટારૂઓએ લૂંટને અંજામ આપી ફરાર થઇ ગયા હતા. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મુખ્ય આરોપી સંતોષ ગુપ્તા છે.જે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

Published On - 9:50 am, Wed, 25 January 23

Next Article