Surat: સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવામાં 2 સામે ફરિયાદ, માતાજી પર ટિપ્પણી કરતા વિવાદ, જાણો વિગત

|

Oct 18, 2021 | 10:54 AM

સુરતના અમરોલી વિસ્તારના હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરના સ્વામી દ્વારા દેવીનું અપમાન કરતી ટિપ્પણીઓ કરી હોવાના આરોપ બાદ ધમકી શરુ થઇ ગઈ છે. જેને લઈને ફરિયાદ નોંધાવામાં આવી છે.

સુરત સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપવાની ઘટના સામે આવી છે. અમરોલી વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં સ્વામિનારાયણ મંદિરના સ્વામીને ધમકી આપનારા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. ફોન પર ધમકી આપનારા માવદાન અને હાર્દિક ગઢવી સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

સાથે જ તમને જણાવી દઈએ કે ચારથી પાંચ શખ્સોએ મંદિરમાં ઘૂસીને કરી તોડફોડ પણ કરી હતી. જેના ચોંકાવનારા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે સમગ્ર બાબતે ચારણ સમાજના અગ્રણીઓની દરમિયાનગીરીથી સમાધાન થયું હતું.

તમને જણાવી દઈએ કે સુરતના અમરોલી વિસ્તારના હરસિધ્ધિ સોસાયટીમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં થોડા દિવસથી વિવાદ ચાલી રહ્યો છે. મંદિરના સ્વામી દ્વારા દેવીનું અપમાન કરતી ટિપ્પણીઓ કરી હોવાનો આરોપ લાગ્યો હતો બાદમાં માતાજીના ભક્તોનો રોષ વધ્યો. જેને પગલે મંદિરમાં જઈને જ્ઞાનપ્રકાશદાસજી સ્વામીને માર માર્યો હોવાની વાત પણ સામે આવી હતી.

સ્વામીએ જૂનાગઢમાં અતિ પ્રસિદ્ધ એવા નાગબાઈ માતાજીને લઈને ટિપ્પણી કરી હતી. સ્વામીએ માતાજીની સરખામણી અપ્સરા તેમ જ સુંદર મહિલા સાથે કરી હોવાનો આરોપ છે. સ્વામિએ કહ્યું કે, માફી માગી લેવાયા બાદ વિવાદનો અંત આવ્યો હતો છતા હુમલો કરવામાં આવ્યો છે. અને હવે આ બાબતે ફરિયાદ નોંધાઈ છે.

 

આ પણ વાંચો: પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર પર કોસ્ટગાર્ડ દ્વારા હેલિકોપ્ટરથી પેટ્રોલિંંગ, મંદિર અને અરબી સમુદ્રની સુરક્ષા ચુસ્ત

આ પણ વાંચો: કોરોના બાદ અમદાવાદ અન્ય એક રોગના ભરડામાં, ગુલિયન બારી સિન્ડ્રોમે મચાવ્યો કહેર, આવ્યા આટલા કેસ

Next Video