15 વર્ષના છોકરાએ 9 વર્ષની મામાની દીકરી પર આચર્યું દુષ્કર્મ, પકડાઈ જવાના ડરથી તેને મારી નાખવાની આપી ધમકી

|

Aug 02, 2021 | 8:44 PM

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સંબંધોને શર્મસાર કરતા 15 વર્ષના છોકરાએ તેની જ બહેન સાથે દુષ્કર્મ કર્યું હતું.

15 વર્ષના છોકરાએ 9 વર્ષની મામાની દીકરી પર આચર્યું દુષ્કર્મ, પકડાઈ જવાના ડરથી તેને મારી નાખવાની આપી ધમકી
પ્રતિકાત્મક તસવીર

Follow us on

મધ્યપ્રદેશના ગ્વાલિયરમાં સંબંધોને શર્મસાર કરતા 15 વર્ષના છોકરાએ તેની જ બહેન સાથે દુષ્કર્મ કર્યું (Rape With Cousin Sister) હતું. 9 વર્ષની બાળકી આરોપીની મામાની દીકરી હતી. પીડિતાના પિતાને આ અંગે જાણ થતાં જ તેમણે તરત જ તેમના ભાણીયાને પોલીસને સોંપી દીધો હતો. આ મામલે કડક કાર્યવાહી કરતા પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ હેઠળ કેસ પણ નોંધ્યો છે. આ ઘટના ગુરુવારે ગ્વાલિયરના ગિરવાઈ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.

ઘટના સમયે (Rape With Minor) સગીરના માતા-પિતા ઘરે હાજર ન હતા. તેઓ તેની કોસ્મેટિક શોપમાં ગયા હતા. તે જ સમયે છોકરીની ફઈનો 15 વર્ષનો દીકરો ઘરે આવ્યો. તેની જ બહેન પર બળાત્કાર કર્યા બાદ તેણે તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. છોકરી ડરના કારણે ચૂપ રહી. પરંતુ શનિવારે તે ફરી ઘરમાં આવ્યો. જ્યારે તે છોકરી સાથે દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરવા ગયો તેના પિતા અચાનક ઘરે આવી પહોંચ્યા. ગુસ્સે ભરાયેલા પિતાએ છોકરાને પકડીને પોલીસને સોંપ્યો હતો.

છોકરી પર બળાત્કાર કરનાર સગીર પણ તેના પાડોશમાં રહેતો હતો. સંબંધી હોવાને કારણે બંને એકબીજાના ઘરે ખૂબ જ આવતા હતા. ડરને કારણે યુવતી પરિવારને કશું કહી શકી નહીં. પરંતુ છોકરાએ ફરીથી તેની સાથે અશ્લીલ કૃત્યો કરવા જતા તેના પિતાએ તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. તેની સામે પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

 

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને આપી જોરદાર પછડાટ,હૉકી ટીમનો પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો:  માનવતાઃ ચોરની પત્ની અને એક વર્ષની બાળકી સાથે રહેવાની વ્યવસ્થા પોલીસે કરી આપી, જાણો એક વાહન ચોરને જામીન અપાવવા ક્રાઇમ બ્રાન્ચ કેમ દોડતી થઈ

Published On - 8:23 pm, Mon, 2 August 21

Next Article