Omicron Variant : ઓમિક્રોનના કારણે યુરોપમાં આવશે વાયરસનું ‘તોફાન’, WHOએ ચેતવણી આપી કહ્યું કે, વેરિઅન્ટ ના ફેલાઈ તે માટે પગલાં લો

|

Dec 22, 2021 | 8:38 AM

હૈંસ ક્લૂઝએ જણાવ્યું હતું કે ઓમિક્રોન કેસ ધરાવતા દેશોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દેશોમાં ઓમિક્રોન વેરિઅન્ટના કેસ દર 1.5 થી 3 દિવસમાં બમણા થઈ રહ્યા છે.

Omicron Variant : ઓમિક્રોનના કારણે યુરોપમાં આવશે વાયરસનું તોફાન, WHOએ ચેતવણી આપી કહ્યું કે, વેરિઅન્ટ ના ફેલાઈ તે માટે પગલાં લો
omicron Variant case (File photo)

Follow us on

ઓમિક્રોન વેરિઅન્ટએ વિશ્વભરમાં ભરડો લીધો છે. યુરોપમાં (Europe) વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ટોચના અધિકારીએ મંગળવારે ઓમિક્રોન વેરિઅન્ટને કારણે કોરોનાવાયરસના કેસોમાં નોંધપાત્ર વધારા માટે સરકારોને તૈયાર રહેવા જણાવ્યું હતું. ઓમિક્રોન પહેલાથી જ ઘણા દેશોમાં ફેલાઈ ચુક્યો છે. WHO ના સ્થાનિક નિર્દેશક ડૉ. હૈંસ ક્લૂઝ (Dr. Hans Kluge) વિયેનામાં (Vienna) એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, ‘અમે બીજું તોફાન આવતા જોઈ શકીએ છીએ.’ ઘણા યુરોપિયન દેશમાં કોરોના કેસમાં વધારો થયો છે.

 

હૈંસ ક્લૂઝએ કહ્યું, ‘થોડા અઠવાડિયામાં ઓમિક્રોન વધુ દેશો પર પ્રભુત્વ મેળવશે. જેના કારણે પહેલેથી જ ખરાબ સમયમાંથી પસાર થઈ રહેલી આરોગ્ય પ્રણાલી વધુ પ્રભાવિત થશે. 38 સભ્ય દેશોમાં જોવા મળ્યું છે. તે બ્રિટન, ડેનમાર્ક અને પોર્ટુગલમાં પહેલાથી જ પ્રભુત્વ ધરાવે છે. તેમણે કહ્યું કે ગયા અઠવાડિયે આ વિસ્તારમાં કોરોના વાયરસના કારણે 27 હજાર લોકોના મોત થયા છે અને 26 લાખ વધારાના કેસ નોંધાયા છે. જો કે, આ કેસોમાં તમામ સંક્ર્મણના કેસોનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે આ સંખ્યા ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 40 ટકા વધુ છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

યુરોપમાં 20 અને 30 ના વર્ષના યુવાનોમાં ઓમિક્રોનના વધુ કેસ
ક્લૂઝએ કહ્યું હતું કે, ‘કોવિડ-19 કેસની વધતી સંખ્યાને પરિણામે વધુ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી શકે છે. આનાથી આરોગ્યમાં મોટા પાયે વિક્ષેપો આવી શકે છે. આમ, ક્લૂઝએ જણાવ્યું હતું કે યુરોપમાં ઓમિક્રોન વેરિઅન્ટથી સંક્રમિત 89 ટકા લોકોમાં સામાન્ય લક્ષણો જેવા કે ઉધરસ, ગળામાં દુખાવો, તાવ અને અન્ય કોરોનાવાયરસ પ્રકારો નોંધાયા છે. તેમણે કહ્યું કે આ પ્રકાર મોટે ભાગે આ વિસ્તારમાં 20 અને 30 વર્ષની વયના યુવાનો દ્વારા ફેલાયો છે. જો કે, ઓમિક્રોન વેરિઅન્ટ વિશે હજુ ઘણું અજાણ છે. પરંતુ ક્લૂઝએ કહ્યું કે તે અગાઉના વેરિઅન્ટ કરતાં વધુ સંક્રમિત લાગે છે.

દેશો વેરિઅન્ટના પ્રસારને ધીમું કરવાની દિશામાં કામ કરે છે
હંસ ક્લૂઝએ જણાવ્યું હતું કે નોંધપાત્ર સંખ્યામાં ઓમિક્રોન કેસ ધરાવતા દેશોમાં કેસ ઝડપથી વધી રહ્યા છે. આ દેશોમાં, ઓમિક્રોન વેરિઅન્ટના કેસ દર 1.5 થી 3 દિવસમાં બમણા થઈ રહ્યા છે. WHOના અધિકારીએ કહ્યું કે યુરોપીયન સરકારોએ તેમના રસીકરણ અભિયાનને વધુ તીવ્ર બનાવવાનું ચાલુ રાખવું જોઈએ.

વેરિઅન્ટના ફેલાવાને ધીમું કરવા અને આવનારા ઉછાળા માટે આરોગ્ય સંભાળ પ્રણાલી જેવી જટિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા વધારાના પગલાં દાખલ કરવા જોઈએ. તે જ સમયે, ઘણા યુરોપિયન દેશોમાં પ્રતિબંધોનો સમયગાળો શરૂ થઈ ગયો છે. જેથી આ ખતરનાક પ્રકારને લોકોમાં ફેલાતા અટકાવી શકાય.

આ પણ વાંચો : Omicron: કોરોનાનો નવો વેરિઅન્ટ ડેલ્ટા કરતા ત્રણ ગણો વધુ ચેપી, કેન્દ્રએ રાજ્યોને પત્ર લખી સતર્ક રહેવા સૂચના આપી

આ પણ વાંચો : દિલ્હીમાં ટેક્સ ફ્રી થઈ રણબીર સિંહની ફિલ્મ ’83’, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે દિલ્લીવાસીઓને આપી ભેટ

Published On - 6:48 am, Wed, 22 December 21

Next Article