ભારતમાં દસ્તક દેનાર કોરોનાનું ‘સુપર’ વેરિઅન્ટ શું છે ? જેને US-UK માં સર્જ્યો છે હાહાકાર

|

Dec 31, 2022 | 7:46 PM

Omicronનું XBB 1.5 વેરિઅન્ટ વિશ્વના શક્તિશાળી દેશો અમેરિકા અને ગ્રેટ બ્રિટનમાં હાહાકાર મચાવી રહ્યું છે. આ 'સુપર' વેરિઅન્ટ ભારતમાં પણ દેખા દિધી છે. ગુજરાતમાં તેનો પ્રથમ કેસ સામે આવ્યો છે.

ભારતમાં દસ્તક દેનાર કોરોનાનું સુપર વેરિઅન્ટ શું છે ?  જેને US-UK માં સર્જ્યો છે હાહાકાર
Corona Virus

Follow us on

XBB 1.5 Variant : કોરોનાનું BF.7 વેરિઅન્ટ ચીનમાં તબાહી મચાવી રહ્યું છે. ચીનના શહેરોમાં કોરોનાના લાખો કેસ સામે આવી રહ્યા છે. બીજી તરફ, Omicronનું XBB 1.5 વેરિઅન્ટ વિશ્વના શક્તિશાળી દેશો અમેરિકા અને ગ્રેટ બ્રિટનમાં હાહાકાર મચાવી રહ્યું છે. આ ‘સુપર’ વેરિઅન્ટ ભારતમાં પણ આવી ચુક્યો છે. ગુજરાતમાં તેનો પ્રથમ કેસ સામે આવ્યો છે. દરમિયાન, યુએસ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના ડેટાએ પુષ્ટિ કરી છે કે યુનાઇટેડ સ્ટેટ્સમાં 40% થી વધુ કેસ XBB.1.5 વેરિઅન્ટના છે. બ્રિટનમાં પણ આ નવા વેરિઅન્ટના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નિષ્ણાતો કહે છે કે વિશ્વ હાલમાં કોરોનાના વિવિધ વેરીઅન્ટના કહેરનો સામનો કરી રહ્યું છે.

કોરોનાનો અત્યાર સુધીનો સૌથી ઝડપી ફેલાતો વેરિઅન્ટ નવા વર્ષથી વિશ્વમાં તબાહી મચાવવા માટે તૈયાર છે. આ વેરિઅન્ટ ભારતમાં આવી ચૂક્યો છે. ગુજરાતમાં પ્રથમ કેસ નોંધાયો છે. નિષ્ણાતોનું કહેવું છે કે કેન્સરથી પીડિત લોકોને આ રોગનું સૌથી વધુ જોખમ રહેલું છે. એક્સપર્ટ્સનું કહેવું છે કે XBB 1.5 વેરિઅન્ટ કોરોનાના આ વેરિઅન્ટની સરખામણીમાં 120 ગણો વધુ ચેપી છે.

XBB 1.5 વેરિઅન્ટ શું છે

વિશ્વના ટોચના વાઈરોલોજિસ્ટ્સમાંના એક એરિક ફેગલ ડિંગે, XBB.1.5 ને ‘સુપર વેરિઅન્ટ’ ગણાવ્યું છે. XBB.1.5 વેરિઅન્ટ સંપૂર્ણપણે ઓમિક્રોન જેવુ નથી. પરંતું તે કોરોનાના ડેલ્ટા અને ઓમિક્રોન પ્રકારોનું મિશ્રણ છે. આ પ્રકાર BA.2.10.1 અને BA.2.75 થી બનેલું છે. તે BQ.1 અને XBB કરતાં વધુ સંક્રમણ છે. માહિતી અનુસાર, XBB.1.5 BQ.1 કરતાં 120% વધુ ચેપી છે અને XBB કરતાં 96 ગણો વધુ ચેપી છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

XBB 1.5 વેરિઅન્ટને કારણે અમેરિકા-યુકેમાં ખરાબ સ્થિતિ

XBB 1.5 વેરિઅન્ટે US અને UK સરકારોને ઊંઘ ઉડાડી દિધી છે. અહીં ફરી એકવાર કોરોના હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા વધી રહી છે. અમેરિકામાં 40 ટકા કોરોના કેસ XBB 1.5 વેરિઅન્ટના છે. XBB.1.5 વેરિઅન્ટ યુકેમાં પણ ઝડપથી ફેલાઈ રહ્યું છે.

વિશ્વના 34 દેશોમાં ફેલાયો છે

ભારત સિવાય તે વિશ્વના અન્ય 34 દેશોમાં ફેલાયો છે. આ પ્રકાર ઓમિક્રોન પરિવારના તમામ પ્રકારોમાં સૌથી ખતરનાક છે. ભારતમાં આ સિવાય ગુજરાત અને ઓડિશામાં BF.7ના કેસ મળી આવ્યા છે.

Next Article