કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, 15 જુલાઈથી 18-59 વર્ષની વયના લોકોને મફતમાં મળશે બૂસ્ટર ડોઝ

|

Jul 13, 2022 | 4:31 PM

કેન્દ્ર સરકારે બૂસ્ટર ડોઝને (Booster Dose) લઈને મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત 15 જુલાઈથી સરકારી કેન્દ્રો પર 18-59 વર્ષની વયજૂથના લોકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે.

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય, 15 જુલાઈથી 18-59 વર્ષની વયના લોકોને મફતમાં મળશે બૂસ્ટર ડોઝ
સરકારી કેન્દ્રો પર હવે બુસ્ટર ડોઝ ફ્રીમાં લગાવાશે

Follow us on

કેન્દ્ર સરકારે કોરોનાના બૂસ્ટર ડોઝને (Booster Dose) લઈને મોટો નિર્ણય લીધો છે, જે અંતર્ગત 15 જુલાઈથી સરકારી કેન્દ્રો પર 18-59 વર્ષની વયજૂથના લોકોને મફતમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવશે. સરકાર આ માટે ખાસ અભિયાન ચલાવી રહી છે. સરકારના સત્તાવાર સૂત્રોએ આ માહિતી આપી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, કોરોના (Covid-19)ના બૂસ્ટર ડોઝ વિશે જાગૃતિ વધારવાના ઉદ્દેશ્ય સાથે અને ભારતની આઝાદીના 75 વર્ષ નિમિત્તે આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત એક અભિયાન ચલાવવામાં આવશે.

એક સત્તાવાર સૂત્રએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં 18 થી 59 વર્ષની વયની 77 કરોડ પાત્ર વસ્તીમાંથી એક ટકા કરતા પણ ઓછા લોકોને નિવારક ડોઝ આપવામાં આવ્યો છે. જોકે, 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 16 કરોડ લોકોએ અને લગભગ 26 ટકા આરોગ્ય કર્મચારીઓ અને ફ્રન્ટલાઈન વર્કર્સે બૂસ્ટર ડોઝ લીધા છે. અધિકારીએ કહ્યું કે ભારતની મોટાભાગની વસ્તીએ નવ મહિના પહેલા તેમનો બીજો ડોઝ લીધો હતો.

સરકાર બુસ્ટર ડોઝ માટે વિશેષ અભિયાન ચલાવી રહી છે

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ICMR અને અન્ય આંતરરાષ્ટ્રીય સંશોધન સંસ્થાઓમાં હાથ ધરવામાં આવેલા અભ્યાસોએ દર્શાવ્યું છે કે રસીના બે પ્રારંભિક ડોઝ લીધા પછી લગભગ છ મહિનામાં એન્ટિબોડીનું સ્તર ઘટવાનું શરૂ થાય છે અને બૂસ્ટર ડોઝ પછી રોગપ્રતિકારક શક્તિ વધે છે. “તેથી, સરકાર 75 દિવસ માટે એક વિશેષ ઝુંબેશ ચલાવવાનું આયોજન કરી રહી છે જેમાં 18 વર્ષથી 59 વર્ષની વયજૂથના લોકોને 15 જુલાઈથી સરકારી રસીકરણ કેન્દ્રો પર નિવારક ડોઝ મફત આપવામાં આવશે,” તેમણે કહ્યું.

ગયા અઠવાડિયે ડોઝ વચ્ચેનું અંતરાલ ઘટાડીને 6 મહિના થઈ ગયું

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે ગયા અઠવાડિયે તમામ માટે કોવિડ રસીના બીજા અને સાવચેતીના ડોઝ વચ્ચેનો અંતરાલ નવ મહિનાથી ઘટાડીને છ મહિના કરી દીધો હતો. આ રસીકરણ પર રાષ્ટ્રીય તકનીકી સલાહકાર જૂથની ભલામણ પર કરવામાં આવ્યું હતું. હાલમાં 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકો, જેમણે બીજો ડોઝ લેવાના નવ મહિના પૂરા કર્યા છે, તેઓ સાવચેતીના ડોઝ માટે પાત્ર છે. કેન્દ્ર સરકારે ગયા મહિને વિદેશ પ્રવાસ કરતા નાગરિકો અને વિદ્યાર્થીઓને ગંતવ્ય દેશની માર્ગદર્શિકા અનુસાર નવ મહિનાની રાહ જોવાની અવધિ પહેલાં રસીકરણ કરવાની મંજૂરી આપી હતી.

Published On - 4:30 pm, Wed, 13 July 22

Next Article