Surat : થર્ડ વેવમાં રસીથી કેવી રીતે મળે છે રાહત, એ જાણો સુરતના ડોક્ટરોના અનુભવ પરથી

|

Jan 15, 2022 | 10:16 PM

હોમ આઇસોલેશનમાં 3-4 દિવસમાં સ્વસ્થ થયેલા ડૉ. સંદીપે જણાવ્યું કે તેમને તાવ આવ્યો તો ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝીટીવ આવતા હોમ આઈસોલેશનમાં સારવાર લીધી અને 3 દિવસની સારવાર બાદ તે સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા.તેઓ ચોથા દિવસે કામ પર પાછા આવ્યા.

Surat : થર્ડ વેવમાં રસીથી કેવી રીતે મળે છે રાહત, એ જાણો સુરતના ડોક્ટરોના અનુભવ પરથી
પ્રતિકાત્મક ઇમેજ

Follow us on

સુરતમાં (Surat) ભલે કોરોનાના (Corona) કેસ ઝડપથી વધી રહ્યા હોય, પરંતુ રાહતની વાત એ પણ છે કે દર્દીઓ (Patients)પણ ઝડપથી સાજા થઈ રહ્યા છે. સિવિલ અને સ્મીમેર હોસ્પિટલના 35 ડોકટરો અને નર્સો સંક્રમિત થયા બાદ માત્ર 4 થી 5 દિવસમાં સ્વસ્થ થઈને કામ પર પાછા ફર્યા છે. જેમાં સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ ડો. ગણેશ ગોવેકર, આરએમઓ ડો. કેતન નાયક, ફોરેન્સિક વિભાગના પ્રોફેસર અને સ્મીમેર હોસ્પિટલના ડો. સંદીપ રલોટી પણ સામેલ છે.

મહત્વની વાત એ છે કે સાજા થયેલા ડૉક્ટરો અને સ્ટાફમાં કોઈને પણ પોસ્ટ કોવિડ સિન્ડ્રોમ નથી. તેઓ સંપૂર્ણપણે સ્વસ્થ છે. કોરોનાની પ્રથમ અને બીજા લહેરમાં સાજા થયેલા કોરોના દર્દીઓ લાંબા સમયથી પોસ્ટ કોવિડ સિન્ડ્રોમથી પીડિત હતા. તેમને માથાનો દુખાવો, નબળાઇ, તૂટક તૂટક તાવ, ફેફસાના ફાઇબ્રોસિસ સાથે શ્વાસની તકલીફ હતી. જેના કારણે લોકોની સારવાર કરનારા તબીબો પણ પરેશાન થઈ ગયા હતા. તેની સારવાર લાંબા સમય સુધી ચાલુ રહી હતી. ડોકટરોનું કહેવું છે કે નવું વેરિઅન્ટ નબળું અને ઓછું ઘાતક છે. સાથે જ રસી પણ તેનું કામ કરી રહી છે.

હોમ આઇસોલેશનમાં 3-4 દિવસમાં સ્વસ્થ થયેલા ડૉ. સંદીપે જણાવ્યું કે તેમને તાવ આવ્યો તો ટેસ્ટ કરાવ્યો, જેનો રિપોર્ટ પોઝીટીવ આવતા હોમ આઈસોલેશનમાં સારવાર લીધી અને 3 દિવસની સારવાર બાદ તે સંપૂર્ણ રીતે સાજા થઈ ગયા.તેઓ ચોથા દિવસે કામ પર પાછા આવ્યા.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

સિવિલના સુપ્રીટેન્ડન્ટ જણાવે ડો. ગણેશ ગોવેકરે જણાવ્યું કે તેમને 3 થી 4 દિવસથી તાવ હતો. પત્નીને પણ ચેપ લાગ્યો હતો. 3 થી 4 દિવસની સારવાર પછી, બંને સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયા અને કામ પર પાછા ફર્યા.

ડોક્ટરોએ કહ્યું કે ત્રીજી લહેરમાં રાહતની વાત છે કે આ વખતે કોરોના પછી થતી તકલીફના દર્દીઓ નથી આવી રહ્યા. જ્યારે પ્રથમ અને બીજા લહેરમાં, કોરોનાથી સાજા થયેલા લોકો લાંબા સમયથી હૃદય, કિડની, લીવર, મગજ અને હોર્મોનલ ડિસઓર્ડર જેવી બીમારીઓને કારણે પરેશાન હતા. તે સમયે હોમ આઇસોલેશન પણ 14 દિવસથી ઓછું ન હતું. સ્વસ્થ થયા પછી પણ લોકોને રોગપ્રતિકારક શક્તિ મળે છે. આર.એમ.ઓ.ડો. કેતને જણાવ્યું કે તે ડાયાબિટીસથી પીડિત છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ, તેણે હોમ આઈસોલેશનમાં સારવાર લીધી અને 3 થી 4 દિવસની પ્રાથમિક સારવાર બાદ તે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે અને પાછા કામ પર આવી ગયા છે.

આ પણ વાંચો : Dwarka : કોરોનાના કેસો વધતા વહીવટીતંત્ર એલર્ટ, જાહેર કર્યા આ નિયમો

આ પણ વાંચો : Jamnagar : મ્યુનિસિપલ કમિશ્નર વિજય ખરાડી કોરોના પોઝિટિવ

Published On - 10:16 pm, Sat, 15 January 22

Next Article