રાજકોટઃ ઑમિક્રૉનના વધુ ત્રણ શંકાસ્પદ કેસ નોંધાયા છે. ઓસ્ટ્રેલિયા અને તાન્ઝાનિયાથી આવેલા મુસાફરોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ત્રણેય શંકાસ્પદ વ્યક્તિના સેમ્પલ જિનોમ સિકવન્સિંગ માટે મોકલવામાં આવ્યા છે. ત્રણેય દર્દીને સિવિલ હોસ્પિટલના ઑમિક્રૉન વોર્ડમાં રખાયા છે. પીડીયુ મેડિકલ કોલેજમાં ઑમિક્રૉનના બે વોર્ડ તૈયાર કરાયા છે. કુલ 80 જેટલા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. આ સાથે દર્દીના સંપર્કમાં આવેલા 121 સેમ્પલ લેવામાં આવ્યા છે.
શહેર અને જિલ્લામાં શાળાઓમાં કોરોનાનું ગ્રહણ
રાજકોટમાં શાળાઓમાં કોરોના (Corona) સંક્રમણ વઘી રહ્યું છે આજે રાજકોટની (Rajkot) સરસ્વતી શિશુમંદિરમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતા વિધાર્થીના કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona Report) આવ્યો છે.શાળાઓમાં વધતા કેસોનો પગલે જિલ્લા શિક્ષણાધિકારી (DEO) દ્રારા અલગ અલગ ૬ ટીમો બનાવીને શાળાઓમાં તપાસ હાથ ધરી હતી અને શાળાઓ દ્રારા કોરોનાની ગાઇડલાઇનનું પાલન થાય છે કે કેમ તે અંગે ચકાસણી કરી હતી અને જરૂર પડીએ શાળાને સૂચન આપ્યા હતા, બીજી તરફ શહેરની વિવિધ ખાનગી શાળાઓમાં કોરોનાના કેસ સામે આવતા જિલ્લા કલેક્ટરે તમામ શાળાઓમાં (Online) ઓનલાઇન અને ઓફલાઇન (OFF line) શિક્ષણ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે.
ધોરાજીમાં શાળાના શિક્ષકનો કોરોના થયો
રાજકોટના ધોરાજીમાં ટ્રસ્ટ સંચાલિત શાળાના શિક્ષક કોરોનાથી સંક્રમિત થયા છે. 57 વર્ષીય શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા શાળામાં એક અઠવાડિયા માટે ઓફ લાઇન શિક્ષણ બંધ કરાયું છે. ઉપરાંત શિક્ષકના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરાયા છે. સાથે જ સમગ્ર શાળાને પણ સેનેટાઈઝ કરવામાં આવી હતી.