Omicron Vaccine: માર્ચ સુધી તૈયાર થઈ શકે છે Pfizer ની ઓમીક્રોન રસી, જરૂરિયાત અંગે CEO અસ્પષ્ટ

|

Jan 11, 2022 | 12:50 PM

ઓમીક્રોનના (Omicron) વધતા કેસ વચ્ચે એક આશાનું કિરણ જાગ્યું છે, ફાર્મા અગ્રણી ફાઈઝર (Pfizer) એ કહ્યું છે કે Omicron સામેની રસી માર્ચમાં તૈયાર થઈ શકે છે.

Omicron Vaccine: માર્ચ સુધી તૈયાર થઈ શકે છે Pfizer ની ઓમીક્રોન રસી, જરૂરિયાત અંગે CEO અસ્પષ્ટ
Omicron variant Vaccine(Symbolic Image)

Follow us on

મોડર્નાના (Moderna) સીઇઓ Stephane Bancel એ કહ્યું કે તેમની કંપની ઓમીક્રોન વેરીયન્ટને (Omicron Variant) ખાસ ધ્યાનમાં લઈને બુસ્ટર ડોઝ (Booster Dose) બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.

ઓમીક્રોનના (Omicron) વધતા કેસ વચ્ચે એક આશાનું કિરણ જાગ્યું છે, ફાર્મા અગ્રણી ફાઈઝર (Pfizer) એ કહ્યું છે કે Omicron સામેની રસી માર્ચમાં તૈયાર થઈ શકે છે. ફાઈઝરના ચીફ એક્ઝિક્યુટિવ Albert Bourlaએ જણાવ્યું કે ઓમિક્રોન રસી (Omicron Vaccine) માર્ચ સુધીમાં તૈયાર થઈ જશે, પરંતુ સાથે સાથે તે પણ ઉમેર્યું કે હાલની રસીઓ COVID-19 ના ઓમિક્રોન વેરિયન્ટ સામે “વ્યાજબી” રક્ષણ પૂરું પાડે છે.

એક ઇંટરવ્યૂમાં બોઅરલાએ જણાવ્યું કે “આ રસી માર્ચમાં તૈયાર થઈ જશે, મને ખબર નથી કે આપણને તેની જરૂર પડશે કે કેમ. મને ખબર નથી કે તેનો ઉપયોગ કેવી રીતે થશે” નિષ્ણાતો માને છે કે ઓમિક્રોન કેન્દ્રિત રસી, વધુ સંક્રમણ અને સંભવિત મ્યુટેશન્સ સામે રક્ષણ આપી શકે છે

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

મોડર્ના સીઈઓ સ્ટેફન બૅન્સલે એક મીડિયા ઇંટરવ્યૂ કહ્યું હતું કે કંપની બૂસ્ટર ડોઝના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે જે ઓમિક્રોન અને અન્ય મ્યુટેશન્સ સામે રક્ષણ પૂરું પાડી શકે છે જે આ વેરિઅન્ટમાંથી મ્યુટેટ થઈ શકે.

એક સમાચાર એજન્સીએ જણાવ્યા અનુસાર સ્ટેફન બૅન્સલે કહ્યું કે “અમે વિશ્વભરના આરોગ્ય નેતાઓ સાથે ચર્ચા કરી રહ્યા છીએ કે આ બુસ્ટર ડોઝ માટે શ્રેષ્ટ વ્યૂહરચના માટે શું રહેશે. આપણે જ્યારે વાયરસથી એક સ્ટેપ આગળ રહેવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે સાવચેત રહેવાની જરૂર છે.”

વૈજ્ઞાનિક અને નિષ્ણાતોના એક વર્ગ દ્વારા ઓમીક્રોનને  ‘હળવા’ વેરિયન્ટ તરીકે માનવામાં આવ્યું છે, તે કોરોનાવાયરસનું અત્યંત ચેપી પ્રકાર છે. ઘણા યુરોપિયન દેશોમાં, તે નજીકના ભવિષ્યમાં ડેલ્ટા વેરિઅન્ટના કેસની સંખ્યાને પણ પાછળ છોડી દે તેવી શક્યતા છે. ઘણાને આશા છે કે ઓમિક્રોન વેરિઅન્ટથી કોરોના કાળના અંતની શરૂઆત પણ હોઈ શકે છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ દેશમાં અત્યાર સુધી ઓમીક્રોનના  4,461 કેસ નોંધાયા છે. ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણના 1,68,063 નવા કેસ સામે આવ્યા છે અને છેલ્લા 24 કલાકમાં 277 લોકોના મોત થયા છે. નવા કેસ આવ્યા બાદ એક્ટિવ કેસની સંખ્યા વધીને 8,21,446 થઈ ગઈ છે.

આ પણ વાંચો :

India Corona Update: દેશમાં કોરોના સંક્રમણના 1.68 લાખ નવા કેસ, અત્યાર સુધી ઓમિક્રોનના કેસ 4,000ને પાર

આ પણ વાંચો :

Covid-19: વિદેશથી આવતા પ્રવાસીઓ માટે કડક નિયમો, આજથી 7 દિવસ હોમ ક્વોરેન્ટાઈન જરૂરી

Next Article