Maharashtra Corona Update : મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના (Corona Case in Maharashtra) કેસમાં ચાર દિવસ બાદ બુધવારે ફરી એકવાર ઉછાળો આવ્યો છે. બુધવારે મુંબઈ શહેરમાં 16,420 નવા કેસ નોંધાયા હતા. આ નવા કેસ સાથે પોઝિટિવિટી રેટ પણ 18.7 ટકાથી વધીને બુધવારે 24.3 ટકા થઈ ગયો છે. જ્યારે મહારાષ્ટ્ર (Maharashtra) રાજ્યમાં પણ નવા કેસોમાં 35.7 ટકાનો વધારો નોંધાયો છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમા રાજ્યમાં 46,723 કેસ નોંધાયા હતા.
ઉપરાંત રાજ્યમાં પોલીસ કર્મીઓ(Maharashtra Police) પણ મોટી સંખ્યામાં કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે.બુધવારે વધુ 264 પોલીસકર્મીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ સંક્રમિત પોલીસકર્મીઓની સંખ્યા 2145 પર પહોંચી ગઈ છે. તમને જણાવવુ રહ્યુ કે, અત્યાર સુધીમાં માત્ર મુંબઈના જ 126 પોલીસ જવાનોના કોરોનાને કારણે મોત થયા છે.
બીજી તરફ રાજ્યમાં કોરોનાને કારણે જીવ ગુમાવનારા લોકોની સંખ્યામાં પણ વધારો નોંધાયો છે. રાજ્યમાં મંગળવારે કોરોનાથી 22 લોકોના મોત થયા હતા.જ્યારે બુધવારે આ સંખ્યા વધીને આંકડો 32 પર પહોંચી ગયો હતો. CM ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ કે, રાજ્યમાં જાન્યુઆરીના અંતિમ સપ્તાહ અને ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં વધુ વધારો નોંધાઈ શકે છે. હાલ રાજ્યમાં ધીમે ધીમે મેડિકલ ઓક્સિજનનો ઉપયોગ પણ વધી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, ઓક્સિજનના વપરાશમાં પ્રતિદિન 400 મેટ્રિક ટનનો વધારો થયો છે, આ સાથે દરરોજ 700 મેટ્રિક ટન ઓક્સિજનની જરૂર પડી રહી છે.
There is a shortage of Covaxin in Maharashtra. We’re getting calls from district authorities in this regard. In the VC with Union health minister, we demanded 50 lakh doses of Covishield & 40 lakh doses of Covaxin to ramp up vaccination: State Health Minister Rajesh Tope (12.01) pic.twitter.com/gsyvuK2qPG
— ANI (@ANI) January 13, 2022
વધતા કોરોના કેસ અને ઓમિક્રોનના જોખમને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રસીકરણ ઝડપી બનાવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. મુંબઈની સાથે હવે ગ્રામીણ વિસ્તારોમાં પણ ત્રીજી લહેરની અસર જોવા મળી રહી છે.કોરોનાના વધતા જતા કેસો વચ્ચે મહારાષ્ટ્ર વેક્સિનની અછતનો પણ સામનો કરી રહ્યુ છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ આ માહિતી આપી હતી. રાજેશ ટોપેએ જણાવ્યુ હતું કે, બાળકો માટે રસીકરણ, બૂસ્ટર ડોઝ અને ફ્રન્ટલાઈન આરોગ્ય કર્મચારીઓના રસીકરણને કારણે રાજ્યમાં રસીની અછત વર્તાઈ રહી છે. અમે કેન્દ્ર સરકાર પાસે 50 લાખ કોવશિલ્ડ અને 40 લાખ કોવેક્સીન ડોઝ માગ્યા છે.
આ પણ વાંચો : Maharashtra : મુંબઈના મેયરનો દાવો છે કે, અત્યાર સુધીમાં 94 ટકા મૃત્યુ રસી ન હોવાના કારણે થયા છે