Corona Cases In India : દેશમાં છેલ્લા 24 કલાકમાં 27409 નવા કેસ, કોવિડના સક્રિય કેસની સંખ્યા એક ટકાથી ઓછી

મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 82,817 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 4,17,60,458 થઈ ગઈ છે. તે જ સમયે, સક્રિય કેસોની સંખ્યા હાલમાં 4,23,127 છે, જે કુલ કેસના 0.99 ટકા છે.

Corona Cases In India : દેશમાં છેલ્લા 24 કલાકમાં 27409 નવા કેસ, કોવિડના સક્રિય કેસની સંખ્યા એક ટકાથી ઓછી
India reports 27409 new COVID cases and 347 deaths in the last 24 hours
Image Credit source: PTI
| Edited By: | Updated on: Feb 15, 2022 | 10:05 AM

Corona Cases In India : દેશમાં કોરોના વાયરસ (Coronavirus) ના કેસમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. ત્રીજી લહેરના આગમન સાથે, બગડતી પરિસ્થિતિમાં પણ સુધારો જોવા મળી રહ્યો છે. ભારતમાં જ્યાં સોમવારે કોવિડ-19ના 34082 નવા કેસ નોંધાયા હતા. આજે તેની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે. આજે સમગ્ર દેશમાં ચેપના 27,409 નવા કેસ (Corona Cases In India) નોંધાયા છે. જે બાદ હવે કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 4,26,92,943 થઈ ગઈ છે.

દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ ઘટી

જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 347 દર્દીઓના મોત બાદ સંક્રમણથી મૃત્યુઆંક 5,09,358 પર પહોંચી ગયો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે (Union Health Ministry) કહ્યું કે, દેશમાં કોરોના વાયરસના સક્રિય કેસ ઘટીને 4.23 લાખ થઈ ગયા છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 82,817 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 4,17,60,458 થઈ ગઈ છે. સક્રિય કેસોની સંખ્યા હાલમાં 4,23,127 છે, જે કુલ કેસના 0.99 ટકા છે.

 

છેલ્લા 24 કલાકમાં 44 લાખ રસી આપવામાં આવી

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું હતું કે, સોમવારે દેશમાં કોરોનાવાયરસ માટે 12,29,536 નમૂના પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં  પરીક્ષણનો આંકડો હવે 75.30 કરોડ (75,30,33,302) થઈ ગયો છે. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, અત્યાર સુધીમાં સમગ્ર દેશમાં કોરોના રસીના 173.42 કરોડ ડોઝ લાગુ કરવામાં આવ્યા છે. સોમવારે 44,68,365 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. તાજેતરના આંકડાઓ અનુસાર, ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે 1,73,42,62,440 છે.

ભારતના બાયોલોજિકલ ઇ દ્વારા ઉત્પાદિત કોર્બેવેક્સ (Corbevax) ને અમુક શરતો સાથે 12 થી 18 વર્ષની વયના બાળકો અને કિશોરો માટે ઉપયોગ માટે ભલામણ કરવામાં આવી છે. આ ભલામણ ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI)ની વિષય નિષ્ણાત સમિતિ દ્વારા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, DCGIની વિષય નિષ્ણાત સમિતિએ 12 થી 18 વર્ષની વયના બાળકો અને કિશોરો માટે ઇમરજન્સી ઉપયોગ માટે Corbevaxની ભલામણ કરી છે.

આ પણ વાંચો : Emergency In Canada :કેનેડામાં દેશવ્યાપી વિરોધને કાબૂમાં લેવામાં આવશે, પીએમ જસ્ટિન ટ્રુડોએ Emergency લાગુ કરી