Corona Update: છેલ્લા 24 કલાકમાં દેશમાં કોવિડ-19 (Covid-19)ના 22,270 નવા કેસ નોંધાયા છે અને 325 લોકોના મોત થયા છે. આ દરમિયાન 60298 લોકોએ આ જીવલેણ બીમારીને હરાવવામાં સફળતા મેળવી છે. આ સાથે, સક્રિય કેસોમાં મોટો ઘટાડો થયો છે અને આ આંકડો 2,53,739 સુધી મર્યાદિત છે.અત્યાર સુધીમાં દેશભરમાં 175.03 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
શુક્રવારના કેસ કરતા શનિવારે કોરોનાવાયરસના કેસ લગભગ 14 ટકા ઓછા છે. શુક્રવારે, કોરોનાના 25,920 નવા કેસ નોંધાયા અને 492 લોકોના મોત થયા. હાલમાં, દેશમાં દૈનિક પોઝિટીવિટી રેટ 1.8% છે. દેશમાં પોઝિટીવિટી રેટ 2.50% છે. કોવિડ-19 સામે રસીકરણ અભિયાન પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં દેશભરમાં 175.03 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 60,298 લોકો સાજા થવા સાથે, અત્યાર સુધીમાં સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 4,20,37,536 થઈ ગઈ છે.
India reports 22,270 fresh COVID cases (14% lower than yesterday), 60298 recoveries, and 325 deaths in the last 24 hours
Active case: 2,53,739
Daily positivity rate: 1.8%
Total recoveries: 4,20,37,536
Death toll: 5,11,230Total vaccination: 175.03 crore doses pic.twitter.com/MXoCA4rgPK
— ANI (@ANI) February 19, 2022
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે માહિતી આપી છે કે સરકાર દેશભરમાં કોવિડ-19 રસીકરણની ગતિને ઝડપી બનાવવા અને તેનો વ્યાપ વિસ્તારવા માટે સતત પ્રયાસો કરી રહી છે. અત્યાર સુધીમાં રાજ્યોને રસીના 171.76 કરોડ (1,71,76,39,430) થી વધુ ડોઝ પૂરા પાડવામાં આવ્યા છે. હાલમાં, 11.41 કરોડ (11,41,57,231) થી વધુ COVID રસીના ડોઝ હજુ પણ રાજ્યો પાસે ઉપલબ્ધ છે, કોવિડ-19 રસીકરણનો નવો તબક્કો 21 જૂન 2021થી શરૂ કરવામાં આવ્યો હતો.
દેશના 5 રાજ્યોમાં કોરોનાને લઈને તણાવ છે. કેરળમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. આ પછી મહારાષ્ટ્ર, કર્ણાટક, રાજસ્થાન અને મિઝોરમનો નંબર આવે છે. છેલ્લા 24 કલાકમાં કેરળમાં 7780 કેસ, મહારાષ્ટ્રમાં 2068, કર્ણાટકમાં 1333, રાજસ્થાનમાં 1233 અને મિઝોરમમાં 1151 કેસ નોંધાયા છે.
ભારતમાં છેલ્લા કેટલાક સમયથી કોરોના (Covid-19)ના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તેની પાછળનું કારણ કોરોના રસીકરણ અભિયાનમાં વેગ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે દેશમાં 15 થી 18 વર્ષની વય જૂથના બે કરોડથી વધુ કિશોરોને કોવિડ-19 વિરોધ્ધી રસી આપવામાં આવી છે.
આ પણ વાંચો : Poori Gal Baat Teaser :ટાઈગર શ્રોફે વીડિયો શેર કર્યો , દિશા પટનીએ અભિનેતાને જોઈને પ્રતિક્રિયા આપી