ICMR નો નિર્ણય, કોરોનાની સારવાર માટે સૂચિત દવાઓની યાદીમાંથી મોલનુપિરાવીરને હટાવી

મોલનુપિરાવીર એ એન્ટિવાયરલ દવા છે. જે વાયરલ મ્યુટાજેનેસિસ દ્વારા SARS-CoV-2 ને રોકવામાં સક્ષમ છે. ડ્રગ રેગ્યુલેટર જનરલ ઈન્ડિયાએ 28 ડિસેમ્બરે જ આ એન્ટી-કોરોના ગોળીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી.

ICMR નો નિર્ણય, કોરોનાની સારવાર માટે સૂચિત દવાઓની યાદીમાંથી મોલનુપિરાવીરને હટાવી
Molnupiravir Medication - File Photo
| Edited By: | Updated on: Jan 11, 2022 | 7:23 PM

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ મોલનુપિરાવીર (Anti-Viral Covid Pill, Molnupiravir) અંગે મહત્વનો નિર્ણય લીધો છે. કોવિડ-19 માટે ICMRની નેશનલ ટાસ્ક ફોર્સે મોલનુપિરાવીરને ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલમાંથી દૂર કરવાનો નિર્ણય લીધો છે. જે બાદ હવે મોલનુપિરાવીર કોરોનાની (Corona Virus) સારવાર માટે સૂચવવામાં આવેલી દવાઓની યાદીમાંથી બહાર થઈ ગઈ છે.

એક અખબારે તેના અહેવાલમાં જણાવ્યું છે કે સોમવારે ICMRની નેશનલ કોરોના ટાસ્ક ફોર્સની (National Corona Task Force) બેઠક યોજાઈ હતી. જેમાં દળના નિષ્ણાતોએ મોલનુપિરાવીરને લગતી આરોગ્યની ચિંતાઓ વિશે ચર્ચા કરી હતી. આ ઉપરાંત બેઠકમાં નિષ્ણાતોએ કહ્યું કે મોલનુપિરાવીર કોરોનાની સારવાર માટે બહુ ઉપયોગી નથી. જે બાદ મોલનુપિરાવીરને ક્લિનિકલ મેનેજમેન્ટ પ્રોટોકોલમાંથી દૂર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

મોલનુપિરાવીરને 28 ડિસેમ્બરે જ પરવાનગી મળી હતી

મોલનુપિરાવીર એ એન્ટિવાયરલ દવા છે. જે વાયરલ મ્યુટાજેનેસિસ દ્વારા SARS-CoV-2 ને રોકવામાં સક્ષમ છે. ડ્રગ રેગ્યુલેટર જનરલ ઈન્ડિયાએ 28 ડિસેમ્બરે જ આ એન્ટી-કોરોના ગોળીના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી હતી. તે જ સમયે, સમાચાર એજન્સી પીટીઆઈએ એક સત્તાવાર સ્ત્રોતને ટાંકીને કહ્યું કે નેશનલ કોરોના ટાસ્ક ફોર્સના સભ્યો કોરોના સારવાર માટે દવાઓના નિર્ધારિત પ્રોટોકોલમાં મોલનુપિરાવીરને સામેલ કરવાના પક્ષમાં નથી.

તેનું મુખ્ય કારણ મોલનુપિરાવીર લીધા પછી વધુ સલામતીની ચિંતા અને કોરોનાની સારવારમાં ઓછો ફાયદો હતો. જો કે, ICMR દ્વારા કોરોના સારવાર માટે નિર્ધારિત પ્રોટોકોલમાંથી તેને દૂર કર્યા પછી પણ મોલનુપિરાવીરનું વેચાણ બંધ કરવામાં આવશે નહીં. તે તબીબો સાથે પરામર્શ કરીને ઉપલબ્ધ થશે.

ICMR એ ગયા અઠવાડિયે મોલનુપિરાવીર વિશે ચિંતા વ્યક્ત કરી હતી

ICMR એ ગયા અઠવાડિયે મોલનુપિરાવીર વિશે તેની ચિંતા વ્યક્ત કરી હતી. ICMR ના વડા ડૉક્ટર બલરામ ભાર્ગવે કહ્યું હતું કે, WHO અને લંડન આ દવાનો ઉપયોગ કોરોનાની સારવાર માટે નથી કરી રહ્યા. તેમણે કહ્યું હતું કે આપણે યાદ રાખવું પડશે કે આ દવા સાથે મોટી સલામતી સંબંધિત ચિંતાઓ છે.

તે આનુવંશિક વિવિધતા સંબંધિત સમસ્યાઓનું કારણ બની શકે છે. તે સ્નાયુઓને પણ નુકસાન પહોંચાડી શકે છે. ભાર્ગવે કહ્યું હતું કે સ્ત્રી અને પુરૂષ બંનેએ દવા લીધા પછી ત્રણ મહિના સુધી ગર્ભનિરોધક પગલાં અપનાવવા જોઈએ. કારણ કે ગર્ભની વિકૃતિના પ્રભાવ હેઠળ જન્મેલું બાળક સમસ્યાઓથી પીડાઈ શકે છે.

 

આ પણ વાંચો : વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ તામિલનાડુમાં 11 નવી સરકારી મેડિકલ કોલેજોનું ઉદ્ઘાટન કરશે, વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે સામેલ

આ પણ વાંચો : Punjab Election: નવજોત સિંહ સિદ્ધુએ કહ્યું- કોંગ્રેસ હાઈકમાન્ડ નહીં, પરંતુ પંજાબના લોકો પસંદ કરશે મુખ્યમંત્રી