Covid-19: ભારતીય કંપની ‘Molulife’ ટેબ્લેટને કરશે લોન્ચ, પુખ્ત વયના લોકો અને કોરોનાથી પીડિત લોકો પર થશે ઉપયોગ

|

Dec 30, 2021 | 9:07 AM

દેશમાં ઈમરજન્સીમાં વપરાતી કોરોના રસીની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે. ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયા (DCGI) એ મંગળવારેકોરોનાની સારવારમાં ઉપયોગી એન્ટિવાયરલ દવા 'મોલનુપીરાવીર'ના દેશમાં ઈમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

Covid-19: ભારતીય કંપની ‘Molulife’ ટેબ્લેટને કરશે લોન્ચ, પુખ્ત વયના લોકો અને કોરોનાથી પીડિત લોકો પર થશે ઉપયોગ
'Molulife' tablet ( File photo)

Follow us on

ફાર્માસ્યુટિકલ કંપની મેનકાઇન્ડ (mankind) ફાર્મા અને જેનરિક ઉત્પાદક BDR ફાર્માસ્યુટિકલ્સે બુધવારે દેશમાં મૌખિક રીતે COVID-19 એન્ટિ-વાયરલ ટેબ્લેટ મોલુલાઇફ (Molulife)લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. મેનકાઇન્ડ ફાર્માએ બુધવારે જણાવ્યું હતું કે તેણે દેશમાં નવી કોરોનાવાયરસ દવા મોલુલાઇફ મોલનુપીરાવીર રજૂ કરવા BDR ફાર્માસ્યુટિકલ્સ સાથે ભાગીદારી કરી છે. કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે આ ભાગીદારી હેઠળ ઉત્પાદન BDR ફાર્મા દ્વારા કરવામાં આવશે. 

કંપનીના (Mankind Pharma) સિનિયર પ્રેસિડેન્ટ સંજય કૌલે જણાવ્યું હતું કે કંપની કોરોના સામેની લડાઈને મજબૂત કરવા માટે તમામ શક્ય પગલાં લેશે અને  આ સાથે જ મોલુલાઇફને દરેક જગ્યાએ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DCGI) એ મંગળવારે કોવિડ -19 ની સારવારમાં ઉપયોગી એન્ટિવાયરલ દવા મોલનુપીરાવીરના દેશમાં ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપી છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ મંગળવારે જણાવ્યું હતું કે સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ ‘સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’ (SII)ની કોરોના રસી ‘કોવોવૈક્સ’ અને ‘બાયોલોજિકલ ઈ’ કંપનીની ‘કોર્બેવેક્સ’ રસીને મંજૂરી આપી છે. કટોકટીનો ઉપયોગ શરતો સાથે માન્ય છે. તેમણે કહ્યું હતું કે કોવિડ-19 દવા ‘મોલાનુપિરાવીર’ને પણ ઈમરજન્સી ઉપયોગની પરવાનગી મળી ગઈ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

મોલનુપીરાવીર (ગોળી) પુખ્ત દર્દીઓ અને જેમને રોગનું ઉચ્ચ જોખમ હોય તેમને આપવામાં આવશે. માંડવિયાએ ટ્વીટ કર્યું, ‘હેપ્પી ઈન્ડિયા. કોરોના સામેની લડાઈને વધુ મજબૂત બનાવતા સેન્ટ્રલ ડ્રગ્સ સ્ટાન્ડર્ડ કંટ્રોલ ઓર્ગેનાઈઝેશન (CDSCO) એ એક દિવસમાં એક દવા અને બે રસીને મંજૂરી આપી છે. covovax, Corbevax રસી અને દવા ‘મોલનુપીરાવીર’ને અમુક શરતો સાથે ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.

ભારતમાં ઉપયોગમા લેવાતી રસીની સંખ્યા આઠ છે

આ મંજૂરી સાથે દેશમાં ઇમરજન્સીમાં ઉપયોગમાં લેવાતી COVID-19 રસીની સંખ્યા વધીને આઠ થઈ ગઈ છે. ‘સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા’નું ‘કોવિશિલ્ડ’, ભારત બાયોટેકની ‘કોવેક્સિન’, ઝાયડસ કેડિલાની ‘ઝાયકોવ-ડી’, રશિયાની ‘સ્પુતનિક વી’ અને ‘મોડેર્ના’ અને અમેરિકાની ‘જોન્સન એન્ડ જોન્સન’ છે. જેને ભારતીય દવા નિયમનકારે કટોકટીની પરિસ્થિતિઓમાં ઉપયોગ માટે પહેલેથી જ મંજૂરી આપી દીધી છે.

તે જ સમયે, મોટી દવા નિર્માતા કંપની સિપ્લાને દેશમાં કોવિડ -19 ની સારવારમાં ઉપયોગી એન્ટિવાયરલ દવા, માલનુપીરાવીરના ઇમરજન્સી ઉપયોગ માટે DCGI તરફથી ઇમરજન્સી ઉપયોગની પરવાનગી મળી છે. તે આ દવાને Cipmolnu બ્રાન્ડ નામ હેઠળ લોન્ચ કરવાની યોજના ધરાવે છે. સિપ્લાના મેનેજિંગ ડિરેક્ટર અને ગ્લોબલ સીઈઓ ઉમંગ વોહરાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે કોવિડની સારવાર માટે જરૂરી સારવાર પૂરી પાડવાના ભાગરૂપે આ એક નવી ઓફર છે. ભારત સિવાય, ઓછી અને મધ્યમ આવક ધરાવતા 100 થી વધુ દેશોમાં આ દવા આપવાની યોજના છે.

આ પણ વાંચો : 83 FLOP : ફિલ્મ 83 બોક્સ ઓફિસ પર ફ્લોપ જતા રણવીર સિંહની ફીને લઈને આવ્યા ચોંકાવનારા સમાચાર

આ પણ વાંચો : ‘ઓમિક્રોન સામેના યુદ્ધમાં રસી એક મોટું હથિયાર એટલે જલદી લો રસી’ WHO વૈજ્ઞાનિક સૌમ્યાએ આપ્યા આ સૂચનો

Next Article