Corona vaccination :દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 32 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 5.55 કરોડથી વધુ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.
Ad
IMAGE : Ministry of Health
Follow us on
Corona vaccination : દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં કેસો અને મૃત્યુ ઘટી રહ્યા છે, તો સામે રસીકરણ મહા અભિયાન રોજ એક નવો રેકોર્ડ સર્જે છે. દેશમાં ચાલી રહેલા કોરોના રસીકરણ મહા અભિયાનની વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શનિવારે મોટી માહિતી આપી હતી. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 32 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આમાં 5.55 કરોડથી વધુ લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.
With over 32 crore #COVIDVaccines administered so far, India is going strong in its fight against #COVID19!
6 દિવસમાં 3.77 કરોડ ડોઝનું રસીકરણ
દરમિયાન, વડાપ્રધાન કાર્યાલય (PMO) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા છ દિવસમાં રસીના 3.77 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા.
નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, દેશના 128 જિલ્લાઓમાં 45 વર્ષથી ઉપરની વસ્તીના 50 ટકાથી વધુ લોકોને રસી આપવામાં આવી છે અને 16 જિલ્લાઓમાં 45 થી વધુ વર્ષના 90 ટકાથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
પીએમઓએ કહ્યું, “છ દિવસમાં. 3.77 કરોડ ડોઝ આપવામાં આવ્યા હતા, જે મલેશિયા, સાઉદી અરેબિયા અને કેનેડા જેવા દેશોની આખી વસ્તી કરતા વધારે છે.”
મોદીએ અધિકારીઓને રાજ્યો સાથે મળીને કામ કરવા સુચના પણ આપી કે જેથી પરીક્ષણની ગતિ ધીમી ન થાય, કેમ કે તે રસીકરણ એ સંક્રમણને અટકાવવાનું એક મહત્વપૂર્ણ સાધન છે.
કેન્દ્રએ રાજ્યોને 31.17 કરોડ ડોઝ આપ્યા
કેન્દ્ર સરકાર દેશભરમાં કોવિડ-19 રસીકરણના ક્ષેત્રને વેગ આપવા અને વિસ્તૃત કરવા માટે પ્રતિબદ્ધ છે. કોવિડ-19 રસીની વ્યાપક ઉપલબ્ધતા સાથે સંકળાયેલા નવા તબક્કાની શરૂઆત 21 જૂન, 2021 થી શરૂ થઈ હતી.
ભારત સરકારે રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને મફત શ્રેણી અને રાજ્યો દ્વારા સીધી ખરીદી દ્વારા અત્યાર સુધીમાં 31.17 કરોડથી વધુ ડોઝ (31,17,01,800) રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને આપ્યા છે.આમાંથી કુલ વપરાશ (બગાડ સહીત) 29,71,80,733 ડોઝનો છે.