Corona Vaccination Update: ભારતમાં રસીકરણનો આંકડો 172 કરોડને પાર, 24 કલાકમાં 43 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ

|

Feb 10, 2022 | 9:47 PM

ભારતમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત ઘટી રહી છે. આ દરમિયાન દેશમાં રસીકરણ અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. ભારતમાં અત્યાર સુધીમાં 172 કરોડ લોકોએ રસી લીધી છે.

Corona Vaccination Update: ભારતમાં રસીકરણનો આંકડો 172 કરોડને પાર, 24 કલાકમાં 43 લાખથી વધુ લોકોનું થયું રસીકરણ
Corona vaccination figure in India crosses 172 crores doses

Follow us on

દેશમાં કોરોનાની ત્રીજી લહેર (Corona Third Wave) હવે સમાપ્ત થઈ રહી છે. છેલ્લા ઘણા દિવસોથી કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. દરમિયાન, કોરોના રસીકરણ (Corona Vaccination) અભિયાન પણ ઝડપથી ચાલી રહ્યું છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુરુવારે 43 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી છે. આ સાથે, દેશમાં રસી લેનારા લોકોની સંખ્યા 172 કરોડ પર પહોંચી ગઈ છે. 20 જાન્યુઆરીએ આ આંકડો 160 કરોડથી વધુ હતો. કોરોના વાયરસ સામે રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 72.92 કરોડથી વધુ લોકોએ રસીના બંને ડોઝ લીધા છે. અત્યાર સુધીમાં 95.04 કરોડથી વધુ લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે 15-18 વર્ષની વય જૂથના ઓછામાં ઓછા એક કરોડ લોકોને રસીના બંને ડોઝ મળ્યા છે. સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું, ‘યુવા ભારતનું ઐતિહાસિક પગલું. 15-18 વર્ષની વયજૂથના એક કરોડથી વધુ કિશોરોનું સંપૂર્ણ રસીકરણ કરવામાં આવ્યું છે. મંત્રાલયે કહ્યું કે અત્યાર સુધીમાં દેશમાં 5.04 કરોડથી વધુ કિશોરોને રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જણાવી દઈએ કે ભારતમાં 15 થી 18 વર્ષની વયજૂથના કિશોરોનું રસીકરણ 3 જાન્યુઆરીથી શરૂ થયું હતું.

ભારતમાં ગુરુવારે કોવિડ-19ના 67000 થી વધુ નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 1,241 દર્દીઓના મોત થયા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કોરોના વાયરસના સક્રિય દર્દીઓ હવે ઘટીને 7.90 લાખ પર આવી ગયા છે. મંત્રાલયે માહિતી આપી છે કે છેલ્લા 24 કલાકમાં દેશભરમાં 1,67,882 લોકો સંક્રમણથી સાજા પણ થયા છે, જે બાદ અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા 4,11,80,751 થઈ ગઈ છે. 67084 નવા કેસના આગમન પછી, દેશમાં દર્દીઓની કુલ સંખ્યા 4,24,78,060 ને વટાવી ગઈ છે.

અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે

મંત્રાલયે કહ્યું કે છેલ્લા 24 કલાકમાં દેશમાં સક્રિય દર્દીઓની સંખ્યામાં 102039નો ઘટાડો થયો છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર 4.44 ટકા છે. રિકવરી રેટ હવે વધીને 96.95 ટકા થઈ ગયો છે. દરમિયાન, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યું કે બુધવારે દેશમાં કોરોના વાયરસ માટે 15,11,321 નમૂના પરીક્ષણો કરવામાં આવ્યા હતા, ત્યારબાદ દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો હવે વધીને 74,61,96,071 થઈ ગયો છે.

 

આ પણ વાંચો –

કેનેડામાં થયેલા વિરોધ પ્રદર્શનથી ગભરાયું ફ્રાંસ, પેરિસમાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન અને રસ્તો બ્લોક કરવા પર થશે જેલ

આ પણ વાંચો –

અફઘાનિસ્તાનની હેલ્થ કેર સિસ્ટમની ખરાબ સ્થિતિ, કોવિડના વધતા કેસ વચ્ચે માત્ર પાંચ હોસ્પિટલો જ સારવાર માટે ઉપ્લબ્ધ

Next Article