Corona Update : ભારતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોના સંક્રમણના (Corona case in india) કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. બુધવારે દેશભરમાં કોવિડ-19 ના 2,47,417 નવા કેસ નોંધાયા છે. જ્યારે છેલ્લા 24 કલાક દરમિયાન 380 દર્દીઓના કોરોનાને કારણે મોત થયા છે. આ સાથે મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 4,85,035 થઈ ગઈ છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, નવા કેસ સાથે ભારતમાં કોરોના વાયરસના એક્ટિવ કેસોની (Active Corona Case) સંખ્યા હવે વધીને 11.17 લાખ થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે, બુધવારે સામે આવેલા કેસ મંગળવાર કરતા 27 ટકા વધુ છે.
માહિતી અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન 84,825 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. જે બાદ ભારતમાં અત્યાર સુધીમાં કોરોનાથી સાજા થયેલા લોકોની સંખ્યા વધીને 3,47,15,361 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ હતુ કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના 2.47 લાખ નવા કેસ નોંધાયા છે. જ્યારે મંગળાવારે આ આંકડો 1,94,720 હતો. માત્ર 24 કલાકમાં સંક્રમણના કેસોમાં 52,697 કેસનો વધારો જોવા મળ્યો છે. તેબીજી તરફ દેશમાં Omicron વેરિઅન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા પણ 5 હજારને પાર પહોંચી ગઈ છે.
India reports 2,47,417 fresh COVID cases (27% higher than yesterday) and 84,825 recoveries in the last 24 hours
Active case: 11,17,531
Daily positivity rate: 13.11%Confirmed cases of Omicron: 5,488 pic.twitter.com/kSvYNqJHb2
— ANI (@ANI) January 13, 2022
દેશમાં હાલમાં સક્રિય કેસની કુલ સંખ્યા 11,17,531 છે, જે કુલ કેસના 3.08 ટકા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર 13.11 ટકા છે. જ્યારે સાપ્તાહિક હકારાત્મકતા દર 10.80 ટકા છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ જણાવ્યુ કે, બુધવારે ભારતમાં કોરોના વાયરસ માટે 18,86,935 નમૂનાનુ પરીક્ષણ કરવામાં આવ્યા હતુ, આ સાથે દેશમાં નમૂના પરીક્ષણનો આંકડો હવે વધીને 69,73,11,627 થઈ ગયો છે.
આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 154.61 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. બુધવારે દેશમાં 76,32,024 લાખથી વધુ લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા હતા. સરકારી રિપોર્ટ અનુસાર, ભારતમાં રસીકરણનો કુલ આંકડો હવે વધીને 1,54,61,39,465 થઈ ગયો છે.
આ પણ વાંચો : Corona Crisis: કોરોનાના વધી રહેલા કેસો વચ્ચે આજે PM મોદીની મુખ્યમંત્રીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક