અમેરિકી ડોકટરે આપી ચેતવણી, કહ્યું કે, બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, તેથી સંક્રમણથી બચો

|

Jan 19, 2022 | 6:53 AM

ડૉ. ફહીમ યુનુસે કહ્યું કે જ્યારે તમે કોઈપણ વેરિઅન્ટથી સંક્રમિત થાવ છો, ત્યારે તમે થોડી રોગપ્રતિકારક શક્તિ બનાવો છો. આ તમને ભવિષ્યમાં વાયરસ સામે લડવાની સારી તક આપે છે.

અમેરિકી ડોકટરે આપી ચેતવણી, કહ્યું કે, બાળકોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે કોરોના, તેથી સંક્રમણથી બચો
Dr Faheem Younus ( PS : ANI)

Follow us on

ભારતમાં કોરોનાના (Corona) વધતા જતા કેસો વચ્ચે અમેરિકાના સંક્ર્મણ રોગના નિષ્ણાત અને યુએસ યુનિવર્સિટી ઓફ મેરીલેન્ડના ડોક્ટર ફહીમ યુનુસે કહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં(Third Wave) બાળકો વધુ સંક્રમિત થઈ રહ્યા છે. તે એટલા માટે નથી કારણ કે બાળકો માટે વાયરસ વધુ ઘાતક છે. આ એટલા માટે છે કારણ કે સંક્ર્મણ ખૂબ વધારે છે. તેમણે વધુમાં કહ્યું કે જ્યારે પણ તમે કોઈને કોઈ વેરિઅન્ટથી સંક્રમિત થાઓ છો, ત્યારે તમે થોડી રોગપ્રતિકારક શક્તિ બનાવો છો. આ તમને ભવિષ્યમાં વાયરસ સામે લડવાની વધુ સારી તક આપે છે. તેથી, જો શક્ય હોય તો સંક્રમણથી બચો.

ડૉ. ફહીમે વધુમાં કહ્યું કે ડેલ્ટાથી સંક્રમિત લોકો હવે ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે. જે લોકો કોરોનાના નવા વેરિઅન્ટ ઓમીક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે, તેમની પાસે ભવિષ્યમાં અન્ય કોઈપણ વેરિઅન્ટ સામે લડવાની પ્રતિરક્ષા નહીં હોય. તેમણે કહ્યું કે ઓમિક્રોન વેરિઅન્ટ દેશ માટે મોટો ખતરો છે. અમેરિકામાં રસીના ડોઝ અને બૂસ્ટર ડોઝ બંને લેવા છતાં લોકો કોરોનાના નવા વેરિઅન્ટથી સંક્રમિત થઈ રહ્યા છે. અમેરિકામાં પણ કોરોનાની રસી સૌથી આપવામાં આવી રહી છે, પરંતુ તેમ છતાં દેશમાં દરેક બીજો વ્યક્તિ સંક્રમિત છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2,38,018 નવા કેસ

જણાવી દઈએ કે છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 2,38,018 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 310 લોકોના મોત થયા છે. તે જ સમયે, 1,57,421 લોકો સાજા પણ થયા છે. તે જ સમયે, સોમવાર કરતા મંગળવારે ભારતમાં 20,071 ઓછા કેસ નોંધાયા છે. સોમવારે કોરોના વાયરસના 2,58,089 કેસ નોંધાયા હતા. હાલમાં દેશમાં એક્ટિવ કેસોની સંખ્યા 17,36,628 છે. તે જ સમયે, દેશમાં ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 8,891 છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગઈકાલે ભારતમાં કોરોના વાયરસ માટે 16,49,143 ટેસ્ટ કરવામાં આવ્યા હતા, ગઈકાલ સુધીમાં કુલ 70,54,11,425 ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં રસીકરણનો આંકડો 158 કરોડને પાર

જણાવી દઈએ કે દેશમાં અત્યાર સુધીમાં 158 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 39 લાખથી વધુ નવા લોકોને રસી આપવામાં આવી છે. તે જ સમયે, દેશના 76 ટકા લોકોને બીજા ડોઝ સાથે રફૂલી વેક્સીનેટેડ છે.

આ પણ વાંચો : Budget 2022: જાણો બજેટ બેગની બ્રીફકેસ થી ટેબ્લેટ સુધીની સફરગાથા ફોટો સ્ટોરી દ્વારા

આ પણ વાંચો : INS Ranvir Explosion: મુંબઈ નેવલ ડોકયાર્ડ ખાતે INS રણવીરમાં બ્લાસ્ટ, 3 નૌસૈનિકો શહીદ અને 11 ઘાયલ

Next Article