દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો, શું તમારે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ?

|

Dec 25, 2023 | 4:40 PM

કોવિડના નવા વેરિએન્ટ જેએન.1ના કારણે કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ આ વેરિએન્ટના લગભગ 63 કેસ નોંધાઈ ચૂક્યા છે. કેરળ બાદ ઘણા રાજ્યોમાં આ વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે શું હવે કોરોના વેક્સિનનો ડોઝ લેવો જોઈએ.

દેશમાં કોરોનાના કેસમાં થઈ રહ્યો છે સતત વધારો, શું તમારે લેવો પડશે વેક્સિનનો ચોથો ડોઝ?
Covid Vaccine
Image Credit source: File Image

Follow us on

ભારતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 4 હજારને પાર પહોંચી ચૂક્યો છે. ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, સાથે જ કોરોનાથી મોતના આંકડામાં પણ વધારો થઈ રહ્યો છે. કોવિડના કેસ વધવાની વચ્ચે હવે વેક્સિનને લઈને પણ લોકોના મનમાં ઘણા પ્રકારના સવાલો ઉભા થઈ રહ્યા છે. સૌથી મોટો સવાલ છે કે જે લોકોએ કોરોનાના બુસ્ટર ડોઝ લીધા છે, શું તેમને વધુ એક વખત એટલે કે ચોથો ડોઝ લેવાની જરૂર છે? આ પ્રશ્નો એટલે ઉભા થઈ રહ્યા છે, કારણ કે આ સમયે દુનિયાભરમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 1 મહિનામાં કોવિડના નવા કેસોમાં 50 ટકા સુધીનો વધારો થયો છે.

કોવિડના નવા વેરિએન્ટ જેએન.1ના કારણે કેસ વધી રહ્યા છે. ભારતમાં પણ આ વેરિએન્ટના લગભગ 63 કેસ નોંધાઈ ચૂક્યા છે. કેરળ બાદ ઘણા રાજ્યોમાં આ વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે. ત્યારે એ જાણવું જરૂરી છે કે શું હવે કોરોના વેક્સિનનો ડોઝ લેવો જોઈએ.

વેક્સિનનો ચોથો ડોઝ લેવાની છે જરૂર?

દેશમાં સાર્સ-કોવ-2 જીનોમિક્સ કન્સોર્ટિયમ એટલે INSACOGના ચીફ એન કે અરોરા મુજબ હાલ દેશમાં કોરોના વેક્સિનના ચોથા ડોઝની જરૂર નથી. ભલે કેસ વધી રહ્યા છે પણ કોઈ ગંભીર જોખમ નથી. જે લોકોને કોઈ ગંભીર બીમારી છે અથવા તો જેમની ઉંમર 60 વર્ષથી વધુ છે, તે બચાવ માટે ત્રીજો ડોઝ એટલે કે બૂસ્ટર ડોઝ લઈ શકે છે. જે લોકોને કોઈ મુશ્કેલી નથી, હાલમાં તેમને ચોથો ડોઝ લેવાની જરૂર નથી.

Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા

ડો. અરોરાએ કહ્યું કે કોરોનાના નવા વેરિએન્ટના લક્ષણ હાલ ફ્લૂની જેમ જ છે. તેનાથી કોઈ ગંભીર પરેશાની જોવા મળી રહી નથી. જો કે વધતા કેસોને જોતા તમામ રાજ્યોને કોવિડ ટેસ્ટિંગ અને જીનોમ સિક્વન્સિંગ વધારવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. જેનાથી સમય પર નવા વેરિએન્ટની ઓળખ કરવામાં આવી શકે છે. ડો. અરોરાએ કહ્યું કે જેએન 1 વેરિએન્ટ ઓમિક્રોનનો જ સબ વેરિએન્ટ છે, તે ભારતમાં વધારે ખતરનાક જોવા મળતો નથી.

વધી રહ્યા છે કેસ

ભારતમાં કોવિડ વાયરસના કેસ વધી રહ્યા છે. સૌથી વધારે કેસ કેરળમાં નોંધાયા છે. કેરળમાં કોવિડના 3 હજારથી વધારે એક્ટિવ કેસ છે. સમગ્ર દેશના 90 ટકાથી વધારે એક્ટિવ કેસ કેરળથી આવી રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી દેશની રાજધાની દિલ્હીમાં પણ કોવિડના કેસ વધવા લાગ્યા છે. ત્યારે એવામાં નિષ્ણાંતોએ લોકોને સાવધાની વર્તવાની સલાહ આપી છે.

Next Article