corona update: કોરોનાના કેસમાં સતત ઘટાડો, 97 ટકા પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો

|

Mar 03, 2022 | 6:08 PM

કેન્દ્રીય આરોગ્્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશ 100 % પ્રથમ ડોઝના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં, પુખ્તવયના 97 ટકાથી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે.

corona update: કોરોનાના કેસમાં સતત ઘટાડો, 97 ટકા પુખ્ત વયના લોકોને રસીનો પ્રથમ ડોઝ આપી દેવાયો
લવ અગ્રવાલ, સંયુક્ત સચિવ, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય

Follow us on

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના (Union Ministry of Health) સંયુક્ત સચિવ લવ અગ્રવાલે આજે ગુરુવારે જણાવ્યુ હતુ કે, વિશ્વના સંદર્ભમાં છેલ્લા એક સપ્તાહમાં કોરોનાના (Corona) નવા 15 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. વિશ્વમાં કોરોનાની કુલ સંખ્યા 6 કરોડ 18 લાખ થઈ ગઈ છે. તેમણે કહ્યું કે ભારતમાં જાન્યુઆરી મહિનામાં દરરોજ ત્રણ લાખથી વધુ કેસ નોંધાયા હતા. હવે એ જ કેસ સરેરાશ 96.4 ટકા ઘટીને અઠવાડિયામાં 11,000 કેસ ઉપર આવી ગયા છે. વિશ્વની સરખામણીએ ભારતમાં માત્ર 0.7 ટકા દૈનિક કેસ નોંધાઈ રહ્યા છે.

લવ અગ્રવાલે કહ્યું કે વિશ્વમાં કોરોનાનો મૃત્યુ દર દરરોજ 7,787 હતો જ્યારે ભારતમાં 2થી8 ફેબ્રુઆરીમાં 615 મૃત્યુ નોંધાયા હતા. છેલ્લા અઠવાડિયામાં કોરોનાથી 144 મૃત્યુ નોંધાયા છે. દેશમાં સક્રિય કેસની સંખ્યા હવે નોંધપાત્ર ઘટીને 77,152 થઈ ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 6,561 કેસ નોંધાયા છે.

તેમણે કહ્યું કે દેશમાં માત્ર એક જ રાજ્ય એવુ છે જ્યાં કોરોનાના 10,000 થી વધુ કેસ આવી રહ્યા છે. 5,000થી 10,000 કેસ ધરાવતા રાજ્યમાં બે સંખ્યા છે અને બાકીના રાજ્યોમાં 5,000 થી ઓછા કેસ નોંધાયા છે, કેરળમાં સક્રિય કેસોની સંખ્યા ઘટી રહી છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

ICMRના મહાનિર્દેશક ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે રસીકરણની અસરકારકતા એ મૃત્યુદરને અટકાવવામાં સફળ રહી છે. રસીનો પ્રથમ ડોઝ 98.9 ટકા અસરકારક સાબિત થયો છે. જો બંને ડોઝ આપવામાં આવ્યા હોત તો તે 99.3 ટકા અસરકારક સાબિત થઈ શક્યા હોત.

નીતિ આયોગના ડૉ. વી.કે. પૉલે જણાવ્યું હતું કે તે સ્પષ્ટ છે કે વ્યાપક રસીકરણે, કોરોનાની મહામારીથી સેંકડો લોકોને બચાવવામાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. રસીકરણે દેશમાં કોવિડના કેસોની સંખ્યામાં વધારો થતો અટકાવ્યો છે.

પુખ્ત વયના 97 % થી વધુ લોકોને પ્રથમ ડોઝ આપી દેવાયો

કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ (Mansukh Mandviya) રસીકરણને લઈને કહ્યું કે દેશ 100 ટકા ફર્સ્ટ ડોઝના લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં, પુખ્ત વયના 97 ટકાથી વધુ લોકોએ રસીનો પ્રથમ ડોઝ લઈ લીધો છે. સરકાર ટૂંક સમયમાં રસીને પાત્ર 100 % લોકોને એન્ટિ-કોરોનાવાયરસ રસીનો પ્રથમ ડોઝ આપી દેશે.

આ પણ વાંચોઃ

હોંગકોંગમાં કોરોનાનો હાહાકાર, આ મહિને થઈ શકે છે લોકડાઉન, જાણો શું હશે પ્રક્રિયા

આ પણ વાંચોઃ

Corona Update: કોરોનાના કેસ સતત ઘટી રહ્યા છે, 6561 નવા કેસ નોંધાયા, 142 લોકોએ જીવ ગુમાવ્યા

Published On - 6:06 pm, Thu, 3 March 22

Next Article