વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ભારતમાં ઘટી રહ્યાં છે, રાજ્યોને એલર્ટ રહેવા- નવા કેસનું જીનોમ સિક્વન્સ કરવા મનસુખ માંડવિયાનો અનુરોધ

|

Dec 22, 2022 | 2:34 PM

ચીન સહીત વિશ્વના કેટલાક દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ગંભીરતાથી લઈને સરકારે વિદેશથી આવનાર મુસાફરોના પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. કોરોનાથી બચવા માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાનું પાલન કરવાની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લોકોને અપિલ કરી હતી.

વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે ભારતમાં ઘટી રહ્યાં છે, રાજ્યોને એલર્ટ રહેવા- નવા કેસનું જીનોમ સિક્વન્સ કરવા મનસુખ માંડવિયાનો અનુરોધ
Mansukh Mandaviya in lokshabha
Image Credit source: PTI

Follow us on

ભારતમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે જ્યારે વિશ્વમાં કોરોનાના કેસ વધી રહ્યાં છે. આમ છતા, સરકાર કોરોનાને લઈને સતર્ક હોવાનું કેન્દ્રીય આરોગ્ય પ્રધાને આજે લોકસભામાં જણાવ્યું હતું. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે જરૂરી તમામ પગલાં સરકાર દ્વારા લેવાઈ રહ્યાં છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાને કહ્યું કે, કોરોનાથી બચવા માટે બૂસ્ટર ડોઝ લેવો જોઈએ. તેની સાથોસાથ કોરોના માટે જાહેર કરેલ માર્ગદર્શીકાનું પૂરેપૂરુ પાલન પણ કરવુ જરુરી છે. તેમ પણ તેમણે કહ્યું હતું.

ચીન સહીત વિશ્વના કેટલાક દેશમાં વધી રહેલા કોરોનાના કેસને ગંભીરતાથી લઈને સરકારે વિદેશથી આવનાર મુસાફરોના પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે. કોરોનાથી બચવા માટે સરકારે જાહેર કરેલ માર્ગદર્શીકાનું પાલન કરવાની કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ લોકોને અપિલ કરી હતી. સાથોસાથ આ મહામારી સામે જાગૃતતા લાવવા માટે સૌનો સાથ પણ જરૂરી છે તેમ જણાવ્યું હતું.

દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ અને સરકારની તૈયારીઓ અંગે મનસુખ માંડવિયાએ કહ્યું કે, “સરકાર સતત પગલાં લઈ રહી છે અને રાજ્યોને પણ એલર્ટ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. આ સાથે જ રાજ્યોને નવા આવતા કોરોનાના કેસના જીનોમ સિક્વન્સ કરવાની પણ સલાહ આપવામાં આવી છે. જેથી કોરોના વેરિઅન્ટના નવા પ્રકારો પણ જાણી શકાય. નવા વર્ષ અને તહેવારને ધ્યાનમાં રાખીને, માસ્ક, સેનિટાઈઝર અને અન્ય કોરોના ઉપાયો અપનાવવાની સલાહ આપવામાં આવી છે.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

મનસુખ માંડવિયાએ કહ્યું કે, વિદેશથી આવતા મુસાફરો માટે રેન્ડમ સેમ્પલિંગ શરૂ કરવામાં આવ્યું છે. ભારત કોવિડ મેનેજમેન્ટ વધુ સારી રીતે કરી રહ્યું છે. અને આગળ પણ ચાલુ રાખશે. તેમણે ગૃહના સભ્યોનો સહકાર માંગતા કહ્યું કે, કોવિડ વિરોધી રસી લગાવીને તેની સામે સામૂહિક લડાઈ લડવાની જરૂર છે. આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ કોરોના અંગે કેન્દ્રની પ્રતિબદ્ધતા વિશે જણાવ્યું હતું કે, ભારતમાં રેકોર્ડબ્રેક રસી સ્થાપિત કરવામાં આવી છે. સરકાર કોરોનાના નિયંત્રણ માટે પ્રતિબદ્ધ છે.

 

Next Article