China Corona: ચીનમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, ઘરમાં કેદ થયા નાગરિકો, ઓનલાઈન સામાનની ડિલીવરી પર પ્રતિબંધ

|

May 10, 2022 | 4:40 PM

ચીનના (China) શાંઘાઈ (Shanghai) શહેરમાં કોરોના વાઇરસના સંક્રમણે પગલે લાખો Covid-19થી લોકો મુશ્કેલીમાં મૂકાયા છે અને ઘરમાં કેદ થવા માટે મજબૂર થયા છે. સરકારે કેસ ઘટવા છતાં પ્રતિબંધોમાં ઢીલ આપી નથી.

China Corona: ચીનમાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, ઘરમાં કેદ થયા નાગરિકો, ઓનલાઈન સામાનની ડિલીવરી પર પ્રતિબંધ
china covid
Image Credit source: AFP

Follow us on

ચીનના (China) શાંઘાઈ (Shanghai) શહેરમાં કોરોના વાઈરસને અટકાવવા માટે લાગુ પાડવામાં આવેલા લોકડાઉનને વધુ કડક બનાવવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ શી જિનપિંગે દેશની ઝિરો કોવિડ પોલિસીની અસરને બે ગણી કરવા માટે કહ્યું છે. જેના લીધે લાખો લોકો અનિશ્ચિતકાળ માટે ઘરમાં કેદ થયા છે. શાંઘાઈમાંથી એક વીડિયો સોશ્યિલ મીડિયા પર વાઈરલ થયો છે. જેમાં લોકો પીપીઈ કીટ પહેરેલા કર્મચારીઓ તથા પોલીસ અધિકારીઓ સાથે અથડામણમાં ઉતર્યા છે. આ લોકોને પરાણે સરકારના કવોરન્ટાઈન સેન્ટરમાં લઈ જવામાં આવી રહ્યા છે. તેને કારણે સરકાર માટે લોકોમાં રોષ વ્યાપ્યો છે.

નવા કેસ પહેલા કરતાં ઘટ્યા છે. જોકે તેમ છતાં પ્રતિબંધોમાં કોઈ મોકળાશ આપવામાં આવી નથી. સ્થાનિક અધિકારી વાઈરસના કોમ્યુનિટી ટ્રાન્સમિશનને રોકવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. નવી કડક પોલિસી હેઠળ જે લોકોનો ટેસ્ટ નેગેટિવ આવી રહ્યો છે, તેને પણ કવોરન્ટાઈન કેન્દ્રમાં બંધ કરવામાં આવી રહ્યા છે. સોશ્યિલ મીડિયા પોસ્ટ અને સ્થાનિક સરકારની ઓનલાઈન વાઈરલ નોટિસ પ્રમાણે શહેરના ઘણા ભાગમાં આખી ઈમારતોને બ્લોક કરવામાં આવી છે અને બધાને પરાણે ઘરમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે.

લોકો અને અધિકારીઓ વચ્ચે અથડામણ

એક વાઈરલ વીડિયો પ્રમાણે લોકો પોલીસ સાથે સંઘર્ષમાં ઉતરેલા જોવા મળે છે. વીડિયોમાં પોલીસ કહી રહ્યા છે કે અત્યારે જે લોકો એક જ ફ્લોર પર રહે છે તે બધાને કવોરન્ટાઈન થવા મોકલવામાં આવી રહ્યા છે. એવું નથી કે તમે જે કરવા માંગો છો એ કરી શકશો. આ અમેરિકા નથી આ ચીન છે. તો અન્ય એક પોલીસ અધિકારી સેનેટાઈઝરની બોટલ લઈને ચારે તરફ સ્પ્રે કરી રહ્યો છે અને કહે છે કે અમે પોતાના દેશના નિયમો અને મહામારી નિયંત્રણ નીતિઓને માનવા માટે પ્રતિબદ્ધ છીએ.

Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા

લોકો ઘરમાંથી બહાર નથી નીકળી શકતા

ચીનમાંથી વીડિયો આવી રહ્યો છે તેની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. કારણ કે ત્યાં ફેસબુક અને ટ્વીટર જેવા પ્લેટફોર્મ ઉપર પ્રતિબંધ છે તેમનું પોતાનું સોશ્યિલ મીડિયા એપ વીબો છે. એવામાં વીડિયોમાં જોવા મળતા લોકોની પુષ્ટિ કરવી મુશ્કેલ છે. જોકે ઓનલાઈન વાઈરલ થયેલી નોટિસમાં બેથી ત્રણ દિવસના સાઈલન્ટ પીરિયડ વિશે કહેવામાં આવ્યું છે. ખાસ તો મુશ્કેલીની વાત એ છે કે લોકો બહારથી જમવાનું ઓર્ડર નથી કરી શકતા, તેથી લોકોની જમવાની મુશ્કેલી પણ વધી છે. લોકોએ પોતાના ઘરની ચાવી પણ સ્વાસ્થ્ય કર્મીઓને સોંપવી પડે છે, જેથી તેઓ કવોરન્ટાઈન હોય ત્યારે તેમના ઘરને ડિસઈન્ફેક્ટ કરી શકાય.

Next Article