Ahmedabad- ગુજરાત રાજ્યમાં જાણે ફરી એકવાર (Corona) બીજી લહેરની જેમ આંકડા સામે આવી રહ્યા હોય તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જોકે (Civil )હોસ્પિટલમાં રેશિયો ઓછો હોવાને લઈને તંત્ર રાહત અનુભવી છે. પણ વધતા જતા આંકડાએ ચિંતામાં વધારો ચોક્કસથી કર્યો છે. કેમ કે એવી શક્યતા માનવામાં આવી રહી છે કે જો હજારોમાં કેસ વધે તો તેનો એક ટકો એટલે કે દર્દીની સંખ્યા વધી શકે છે અને વ્યવસ્થા ઓછી પડી શકે. જેને કંટ્રોલમાં લેવા AMC અને રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે.
જોકે તેનાથી પણ મોટી બાબત એ સામે આવી છે કે અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે. પણ તેનાથી ચોંકાવનારી બાબત એ પણ છે કે દાખલ દર્દીમાં 50 ટકા દર્દીએ રસીનો એક પણ ડોઝ નથી લીધો. જેના કારણે રસી નહિ લેનારા દર્દીની હાલત ગંભીર બની રહી છે.
જો અસારવા સિવિલ હોસ્પિટલમાં દર્દીના આંકડાઓ અને તેમની પરિસ્થિતિ પર નજર કરીએ તો,અસારવા સિવિલમાં હાલ 88 દર્દી દાખલ છે. જેમાં 70 દર્દી પોઝિટિવ છે જ્યારે 8 દર્દીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. તો 88 દર્દી માંથી 9 વેન્ટિલેટર પર છે. 4 બાયપેપ પર છે અને 33 દર્દી સ્ટેબલ છે.
88 દર્દીમાંથી 50 ટકા દર્દીએ નથી લીધા વેકસીનના એક પણ ડોઝ
અસારવા સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીમાં એ પણ આંકડો સામે આવ્યો છે કે 88 દર્દીમાંથી 29 દર્દી જેમણે બંને ડોઝ લીધા છે. 18 દર્દીએ એક ડોઝ નથી લીધો. જ્યારે 41 દર્દીએ એકપણ ડોઝ લીધો નહી હોવાનું સામે આવ્યું છે. જે 41 દર્દીમાં કેટલાકની હાલત પણ અન્ય દર્દી કરતા ગંભીર છે. આમ દાખલ દર્દીમાં 50 ટકા દર્દીએ એકપણ ડોઝ નહી લીધા હોવાનું ખુલ્યું છે.
મહત્વનું છે કે જૂન મહિનામાં બીજી લહેર વખતે કહેવાતું હતું કે ત્રીજી લહેર બાળકો માટે જોખમી રહેશે. જેને લઈને ત્રીજી લહેરમાં બાળકો માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે. તો અસારવા સિવિલમાં પણ ખાસ વ્યવસ્થા ઉભી કરાઈ. જેમાં 300 બેડની સુવિધા ઉભી કરી શકાય તેવી વ્યવસ્થા કરાઈ છે.
જોકે હાલમાં સિવિલ હોસ્પિટલમાં 6 બાળકો દાખલ છે. જેમાં 1 બાળક ઓક્સિજન પર છે. અને તે 6 બાળકોમાંથી 4 બાળકના વાલીઓ એવા છે કે જેઓએ એકપણ ડોઝ રસીના લીધા નથી. જેથી અસારવા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટએ રસી લેવા માટે લોકોને અપીલ કરી છે.
અસારવા અને સોલા સિવિલના મળી 115 કેટલા કર્મચારી કોરોના સંક્રમિત
એટલું જ નહિ પણ અસારવા સિવિલમાં 70 કર્મચારી ઉપર જ્યારે સોલા સિવિલમાં 40 ઉપર કર્મચારી સંક્રમિત થયા છે. જે અસારવા સિવિલમાં 70 માંથી એકને દાખલ કરવામાં આવ્યા. જે 70માં વર્ગ 1 થી વર્ગ 4 ના દર્દીનો સમાવેશ થાય છે. તો 75 થી વધુ સંભવિત કર્મચારીઓ હોમ આઇસોલેટ છે.
તો સાથે જ તાજેતરમાં 12 વર્ષથી ઉપરના બાળકો માટે માસ્ક ફરજિયાત કરવાના નિર્ણયને સિવિલ સુપરિટેનડેન્ટએ આવકાર્યો. જોકે સાથે જ બાળકો પહેલા વાલીઓ માસ્ક પહેરે તેવી અપીલ કરી. કેમ કે અધિકારીનું માનવું છે કે બાળકો જેવું જોવે તેવું અનુસરે છે તેમ કહી વાલી માસ્ક પહેરશે તો બાળક માસ્ક પહેરશે તેમ અધિકારી લોકોને માસ્ક પહેરવા અપીલ કરી. સાથે જ રસી લેવા પણ ખાસ ભાર મુક્યો. જેથી દરેક લોકોને કોરોના થી સુરક્ષિત કરી શહેરને સુરક્ષિત કરી શકાય.
આ પણ વાંચો : જામનગર જીલ્લામાં 80 જેટલા સ્થળોથી હજારો લોકોએ ખોડલધામ પાટોત્સવ લાઈવ નિહાળ્યો
આ પણ વાંચો : મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદી કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર આપી જાણકારી