Success Story : શાળામાં થઈ ફેલ, પ્રથમ પ્રયાસમાં બની IAS, જાણો કોણ છે રૂકમણી રિયાર અને ક્યાંથી કર્યો છે અભ્યાસ

|

Jun 05, 2023 | 7:22 PM

UPSC Topper Story : વર્ષ 2011 બેચના IAS ઓફિસર રૂકમણી રિયાર UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં બીજા નંબરે ટોપર રહી છે. તેણે ક્યારેય UPSC ની તૈયારી માટે કોઈ કોચિંગ કર્યું નથી.

Success Story : શાળામાં થઈ ફેલ, પ્રથમ પ્રયાસમાં બની IAS, જાણો કોણ છે રૂકમણી રિયાર અને ક્યાંથી કર્યો છે અભ્યાસ
UPSC Success Story

Follow us on

UPSC Success Story : યુનિયન પબ્લિક સર્વિસ કમિશન દ્વારા લેવામાં આવતી સિવિલ સર્વિસીસ પરીક્ષામાં દર વર્ષે લાખો ઉમેદવારો હાજર રહે છે. આમાંથી અમુકને જ સફળતા મળે છે. યુપીએસસીની પરીક્ષામાં પાસ થનારા દરેક ઉમેદવારને ઉદાહરણ તરીકે યાદ કરવામાં આવે છે. તેમની સ્ટોરી લાખો યુવાનોને પ્રેરણા આપે છે. IAS ઓફિસર રૂકમણી રિયારની પણ આવી જ કહાની છે.

આ પણ વાંચો : UPSC Success Story : ફુલ ટાઈમ જોબ સાથે UPSC પરીક્ષા કેવી રીતે પાસ કરવી, IPSએ આપી ટીપ્સ

રૂકમણી રિયાર 2011 બેચના IAS અધિકારી છે. તેણે પહેલા જ પ્રયાસમાં UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પાસ કરી. આ સાથે, તે તેની બેચમાં AIR 2 મેળવીને સમગ્ર દેશમાં બીજી ટોપર બની હતી. જો કે તેની સફળતા પાછળની સ્ટોરી ઘણી રસપ્રદ છે.

ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ

શાળામાં થઈ હતી ફેલ

એક ઈન્ટરવ્યુમાં રુકમણીએ કહ્યું કે, તે સ્કૂલમાં એવરેજ સ્ટુડન્ટ રહી છે. તેણે ગુરદાસપુરમથી શાળાનો અભ્યાસ કર્યો. ચોથા ધોરણમાં સેક્રેડ હાર્ટ સ્કૂલ, ડેલહાઉસીમાં એડમિશન લીધું. તે એક વખત ધોરણ 6માં પણ ફેલ થઈ હતી.

સિવિલ સર્વિસમાં જોડાવાનું આવ્યો વિચાર

IAS અધિકારી રૂકમણીએ અમૃતસરની ગુરુ નાનક દેવ યુનિવર્સિટીમાંથી સામાજિક વિજ્ઞાનમાં ગ્રેજ્યુએટ થયા છે. તેમણે મુંબઈની ટાટા સંસ્થામાંથી સામાજિક વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી. એનજીઓમાં કામ કરતી વખતે તેણે સિવિલ સર્વિસમાં જોડાવાનું વિચાર્યું. આ પછી તેણે યુપીએસસીની તૈયારી શરૂ કરી.

કોચિંગ વગર બની UPSC ટોપર

જ્યારે લોકો UPSC જેવી પરીક્ષાઓ માટે લાખો રૂપિયાનું કોચિંગ કરે છે, ત્યારે રૂકમણી રિયારે સેલ્ફ સ્ટડી દ્વારા આ પરીક્ષા પાસ કરી. વર્ષ 2011ની યુપીએસસી સિવિલ સર્વિસ પરીક્ષામાં રૂકમણીએ બીજો ક્રમ મેળવ્યો હતો. UPSC ની તૈયારી કરનારાઓને સલાહ આપતા, રૂકમણી કહે છે કે સિવિલ સર્વિસ પરીક્ષામાં પ્રવેશ મેળવવા માટે, ધોરણ 6 થી 12 સુધીના અભ્યાસક્રમને સારી રીતે વાંચો. આ ઉપરાંત દરરોજ ન્યૂઝ પેપર વાંચવાની ટેવ પાડો.

શિક્ષણના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Next Article