
તેમણે મેડિકલ ક્ષેત્રે સ્નાતક અને અનુસ્નાતકની પદવી મેળવીને ડોક્ટર બનવાનો દરજ્જો પ્રાપ્ત કર્યો હતો. નીતિન અહીંથી ન અટક્યા અને તેમણે સિવિલ સર્વિસમાં જવાનું નક્કી કર્યું. આ નિર્ણય તેમના માટે સરળ ન હતો, પરંતુ તેમની હિંમત ઉંચી હતી.

જ્યારે નીતિને યુપીએસસીની તૈયારી શરૂ કરી ત્યારે તે પહેલા જ પ્રયાસમાં ઈન્ટરવ્યુ રાઉન્ડમાં પહોંચી ગયા હતા. તે પછી તેમને લાગ્યું કે આ પરીક્ષા ખૂબ જ સરળ છે. આ ગેરસમજને કારણે તેઓ તૈયારીમાં બેદરકારી દાખવતા હતા અને તેના કારણે તેઓ બીજા પ્રયાસમાં મેઈન્સમાં નિષ્ફળ ગયા હતા. આખરે તેમણે પોતાની ભૂલો સુધારી અને ત્રીજા પ્રયાસમાં વર્ષ 2018માં IAS બનવાનું સપનું પૂરું કર્યું.

નીતિન કહે છે કે જો તમે કંઈક કરવા માટે નક્કી કરી લો છો તો સખત મહેનતને કારણે તમે ચોક્કસપણે તે પ્રાપ્ત કરી શકો છો. નીતિનના જણાવ્યા અનુસાર UPSC પરીક્ષા પાસ કરવા માટે ઉમેદવારોને સખત મહેનત, સારી વ્યૂહરચના અને સકારાત્મક અભિગમની જરૂર પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉમેદવારનો આત્મવિશ્વાસ પણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે.