Gujarati News Career | UPSC Success Story: Anupama started preparation for UPSC after engineering, became IAS officer in second attempt
UPSC Success Story: એન્જિનિયરિંગ પછી અનુપમાએ શરૂ કરી UPSCની તૈયારી, બીજા પ્રયાસમાં બની IAS ઓફિસર
UPSCની પરીક્ષામાં મગજની બુદ્ધિ કરતાં વધુ ભાવનાત્મક બુદ્ધિની કસોટી થાય છે. આ પરીક્ષામાં માત્ર સેલ્ફ મોટિવેશન કામ આવે છે. આઈએએસ અનુપમા અંજલીનું માનવું છે કે તમારૂ શેડ્યુલ ગમે તે એટલું વ્યસ્ત હોય, પોતાના માટે થોડો સમય જરૂર કાઢો. સાથે જ તે ઉમેદવારોને યોગ કરવાની પણ સલાહ આપે છે.
1 / 6
UPSCની પરીક્ષા દેશની સૌથી અઘરી પરીક્ષાઓમાંથી એક છે. તેમાં સામેલ થનારા લાખો ઉમેદવારોમાંથી થોડાક જ ઉમેદવાર સફળતા મેળવી શકે છે. ઘણા ઉમેદવારોને આ પરીક્ષાને ક્રેક કરવામાં ઘણા વર્ષો લાગી જાય છે. ઘણા ઓછા ઉમેદવાર એવા હોય છે, જે આ પરીક્ષાને પોતાના પ્રથમ અથવા બીજા પ્રયાસમાં પાસ કરી લે છે. એવું જ એક નામ છે 2018માં આઈએએસ બનેલા અનુપમા અંજલીનું (IAS Anupama Anjali).
2 / 6
જો તમે પણ સિવિલ સેવા પરીક્ષા આપવા ઈચ્છો છો તો તમારે અનુપમા અંજલીની કહાનીથી પ્રેરણા લેવી જોઈએ. IAS અનુપમાના પિતા એક આઈપીએસ અધિકારી છે. આ કારણે તેમના ઘરેથી જ ભણવામાં ખુબ સપોર્ટ મળ્યો. અનુપમાએ બી.ટેક કર્યા બાદ UPSC કરવાનો નિર્ણય કર્યો અને બીજા જ પ્રયાસમાં તે સફળ થઈ.
3 / 6
મિકેનિકલ એન્જિનિયરીંગની ડિગ્રી મેળવ્યા બાદ અનુપમા અંજલીએ UPSCમાં આવવાનો નિર્ણય કર્યો હતો. વર્ષ 2017માં પ્રથમ પ્રયાસમાં તેમને સફળતા નહોતી મળી. ત્યારબાદ તે નિરાશ ન થયા અને વધારે મહેનત કરવાની તૈયારી શરૂ કરી દીધી હતી.
4 / 6
વર્ષ 2018માં UPSC પરીક્ષામાં સફળતા મેળવી અને ઓલ ઈન્ડિયામાં 386મો રેન્ક મેળવીને આઈએએસ બનવાનું સપનું પૂર્ણ કર્યુ. અનુપમાને UPSC ક્લિયર કર્યા બાદ આંધ્રપ્રદેશ કેડર મળ્યું હતું અને તેમની પ્રથમ પોસ્ટિંગ ગુંટૂર જિલ્લાના જોઈન્ટ કલેક્ટર તરીકે થઈ.
5 / 6
UPSCની તૈયારી કરનારા લોકોને આઈએએસ ઓફિસર અનુપમા અંજલી ઘણી સલાહ આપે છે. તે કહે છે કે પોતાને મોટિવેટ કરતા રહેવું ખુબ જરૂરી છે. ભણતર હંમેશા નિયમિત રીતે કરો. થોડા કલાકના અભ્યાસ બાદ બ્રેક લો અને પોતાના માટે એક શેડ્યુલ નક્કી કરીને રાખો.
6 / 6
UPSCની પરીક્ષામાં મગજની બુદ્ધિ કરતાં વધુ ભાવનાત્મક બુદ્ધિની કસોટી થાય છે. આ પરીક્ષામાં માત્ર સેલ્ફ મોટિવેશન કામ આવે છે. આઈએએસ અનુપમા અંજલીનું માનવું છે કે તમારૂ શેડ્યુલ ગમે તે એટલું વ્યસ્ત હોય, પોતાના માટે થોડો સમય જરૂર કાઢો. સાથે જ તે ઉમેદવારોને યોગ કરવાની પણ સલાહ આપે છે.