
UPSC NDA, NA 2 Result 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, નેશનલ ડિફેન્સ એકેડેમી અને નેવલ એકેડેમી (UPSC NDA, NA 2 Result 2021)નું પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. આયોગે આ વર્ષની પરીક્ષામાં લાયકાત ધરાવતા ઉમેદવારોની યાદી સાથે પરિણામ જાહેર કર્યું છે. આ પરીક્ષામાં નિભા ભારતી રેન્ક 1 સાથે ટોપ પર રહી છે. ઐતિહાસિક પહેલમાં પ્રથમ વખત સુપ્રીમ કોર્ટે મહિલાઓને NDA પરીક્ષામાં બેસવાની મંજૂરી આપી હતી. પરિણામ upsc.gov.in પર ઉપલબ્ધ છે. જે ઉમેદવારોએ પરીક્ષા આપી હતી તેઓ UPSCની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને પરિણામ ચકાસી શકે છે.
કુલ 8,009 ઉમેદવારોએ UPSC NDA, NA II ની પરીક્ષામાં લેખિત પરીક્ષામાં ક્વોલિફાય કર્યું છે. આ ઉમેદવારોના માર્કસ ટૂંક સમયમાં UPSC દ્વારા જાહેર કરવામાં આવશે. જો કે, તમે રેન્ક ચકાસી શકો છો. આ યાદી માત્ર ટોપ 10 ઉમેદવારો માટે છે. લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ ઇન્ટરવ્યુ રાઉન્ડમાં ક્વોલિફાય થવું પડશે. તે રક્ષા મંત્રાલયના સર્વિસિસ સિલેક્શન બોર્ડ (SSB) દ્વારા હાથ ધરવામાં આવશે. જેઓ આખરે પસંદગી પામ્યા છે, તેમનું શૈક્ષણિક વર્ષ 2 જુલાઈ, 2022થી શરૂ થશે.
સૌ પ્રથમ, ઉમેદવારો UPSCની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાઓ.
તે પછી હોમપેજ પર હાજર UPSC NDA, NA 2 પરિણામ 2021 પર ક્લિક કરો.
પરિણામ તમારી સામે હશે, તમે સૂચિ ડાઉનલોડ કરી શકો છો અથવા પ્રિન્ટ આઉટ લઈ શકો છો.
કોઈપણ પ્રશ્નના કિસ્સામાં, ઉમેદવારો સવારે 10 થી સાંજના 7 વાગ્યા સુધી 011-23385271/011-23381125/011-23098543 પર ફેસિલિટેશન કાઉન્ટરનો સંપર્ક કરી શકે છે. ઉમેદવારોની માર્કશીટ અંતિમ પરિણામના પ્રકાશનની તારીખથી 15 દિવસમાં કમિશનની વેબસાઇટ પર જારી કરવામાં આવશે.
01- 40111 NIBHA BHARATI
2- 0140117 PATEL MAHI NAYAN KUMAR
3- 0140136 PURNIMA KUMARI
4- 0140206 MANISHA PATEL
5- 0140425 NANDANI KUMARI
6- 0140515 DHYANI PATEL
7- 0140617 KASHISH RAMANI
8- 0140815 ANUSHKA SINGH
9- 0140905 SHUBHI AJMERA
10- 0140948 BRAHMBHATT KRISHA PANKAJKUMAR
આ પણ વાંચો: GATE Exam 2022: ગેટ 2022 પરીક્ષાનું સમયપત્રક આવી ગયું છે, આ તારીખે મળશે એડમિટ કાર્ડ
આ પણ વાંચો: આ શાળાઓમાં ભણાવવામાં આવશે ભગવત ગીતા, 25 ડિસેમ્બરથી શરૂ થશે વર્ગો