UPSC NDA 2 Recruitment 2021: એનડીએ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી

|

Jun 19, 2021 | 8:05 PM

UPSC Recruitment 2021: UPSC NDA 2 ની પરીક્ષા માટે ઑનલાઇન અરજીઓ સત્તાવાર વેબસાઇટ- upsc.gov.in પર કરવામાં આવી રહી છે. આવેદનપત્ર ભરવાની છેલ્લી તારીખ 29 જૂન 2021 છે.

UPSC NDA 2 Recruitment 2021: એનડીએ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ નજીક, જલ્દી કરો અરજી
UPSC Recruitment 2021

Follow us on

UPSC NDA 2 Recruitment 2021: યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની (Union Public Service Commission) એનડીએ 2 ની (NDA 2) પરીક્ષા માટે નોંધણી કરવાની છેલ્લી તારીખ નજીક છે. પરીક્ષા માટે અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ (UPSC NDA 2 Recruitment 2021) 29 જૂન 2021 છે. UPSC દ્વારા લેવામાં આવતી NDA પરીક્ષા માટે ઓનલાઇન અરજીઓ કરવામાં આવી રહી છે. અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ પણ 29 જૂન છે. આવી સ્થિતિમાં, અરજી કરવા માંગતા ઉમેદવારો વેબસાઇટ પર ઉપલબ્ધ સત્તાવાર સૂચના જોઈ શકે છે. આ વખતે યુપીએસસી એનડીએ 2 ની પરીક્ષામાં (UPSC NDA 2 Exam) 400 બેઠકો (UPSC NDA 2 Recruitment 2021) માટે ભરતી થશે. રસ ધરાવતા અને પાત્ર ઉમેદવારો યુપીએસસીની – upsc.gov.in સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ઑનલાઇન અરજી કરી શકે છે.

ચાલો તમને જણાવી દઈએ કે યુપીએસસી કેલેન્ડર (UPSC Calendar 2021) મુજબ આ પરીક્ષા 5 સપ્ટેમ્બર 2021 ના ​​રોજ લેવામાં આવી શકે છે.

UPSC NDA 2 Registration: આ રીતે કરો એપ્લાઈ

ઇચ્છુક અને પાત્ર ઉમેદવારો નીચે આપેલા સ્ટેપ્સની મદદથી અરજી કરી શકે છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

– આમાં અરજી કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર જાવ.
– વેબસાઇટના હોમ પેજ પર What’s New પર ક્લિક.
– અહીં Exam Notification: National Defence Academy and Naval Academy Examination (II), 2021 પર ક્લિક કરો.
– હવે Apply Now પર ક્લિક કરો.
– આગલા પેજ પર પૂછવામાં આવેલી વિગતો ભરીને નોંધણી કરો.
– રજિસ્ટ્રેશન પછી તમે અરજી ફોર્મ ભરી શકો છો.
– એપ્લિકેશન પૂર્ણ થયા પછી, એક પ્રિંટ કાઢી લો.
– ડાઇરેક્ટ લિંક દ્વારા અરજી કરવા માટે આ લિંક પર ક્લિક કરો.

પોસ્ટની વિગતો

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (Union Public Service Commission) દ્વારા જાહેર કરાયેલા જાહેરનામા મુજબ રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી અને નવલ એકેડેમીમાં કુલ 400 ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. આમાં આર્મી માટે 208, નેવી માટે 42 સીટો, એરફોર્સ માટે 120 સીટો અને એનએ માટે 30 સીટો નક્કી કરવામાં આવી છે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઉપલબ્ધ સૂચનામાં સંપૂર્ણ વિગતો ચકાસી શકે છે.

Next Article