UPSC Interview Questions: જાણો UPSCમાં ટ્વિસ્ટ કરીને પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો

|

Mar 01, 2022 | 1:03 PM

કોઈ વિદ્યાર્થી IAS માટેની પરીક્ષા પાસ કરે તો પણ તે UPSC દ્વારા લેવામાં આવતા ઈન્ટરવ્યુમાં અટવાઈ જાય છે. ઈન્ટરવ્યુમાં ક્યારેક ખૂબ જ ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછવામાં આવે છે.

UPSC Interview Questions: જાણો UPSCમાં ટ્વિસ્ટ કરીને પૂછાતા પ્રશ્નો અને તેના જવાબો
પ્રતિકાત્મક તસવીર

Follow us on

ઘણા યુવાનોનું સ્વપ્ન મોટા થઈને આઈએએસ ઓફિસર બનવાનું હોય છે. ઉમેદવારો આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ખૂબ મહેનત પણ કરે છે. પરંતુ બહુ ઓછા ઉમેદવારો આ પરીક્ષા પાસ કરવામાં સક્ષમ છે. જો કોઈ વિદ્યાર્થી IAS માટેની પરીક્ષા પાસ કરે તો પણ તે UPSC દ્વારા લેવામાં આવતા ઈન્ટરવ્યુમાં અટવાઈ જાય છે. સામાન્ય રીતે ઇન્ટરવ્યુ 15 થી 20 મિનિટ સુધી ચાલે છે, જેમાં ક્યારેક ખૂબ જ ટ્વિસ્ટેડ પ્રશ્નો પૂછવામાં આવે છે.

આ પ્રશ્નો દ્વારા, ઇન્ટરવ્યુઅર એ જોવા માંગે છે કે, જ્યારે ઉમેદવાર IAS અધિકારી બનશે ત્યારે તે તેના ક્ષેત્રને કેવી રીતે સંભાળી શકશે. UPSC ઇન્ટરવ્યુની જેમ, અન્ય ઘણી સરકારી પરીક્ષાઓના ઇન્ટરવ્યુમાં પણ ઘણા મુશ્કેલ પ્રશ્નો પૂછવામાં આવે છે. અહીં અમે તમને એવા જ કેટલાક સવાલ અને જવાબો વિશે જણાવી રહ્યા છીએ, જે આવી પરીક્ષાઓના ઈન્ટરવ્યુમાં પૂછી શકાય છે. જાણો આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો વિશે.

પ્રશ્ન – ભારતમાં કયા રાજ્યને ચોખાની વાટકી કહેવામાં આવે છે?
જવાબ – આંધ્ર પ્રદેશ

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

પ્રશ્ન – જો તમે કોઈ જિલ્લાના ડીએમ છો અને તમને ખબર પડે કે બે ટ્રેનો ટકરાઈ છે, તો તમે સૌથી પહેલા શું કરશો?
જવાબ – આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે કે પહેલા શું કરવું, તો સૌથી પહેલા જાણીશ કે કઈ ટ્રેનની સાથે ટક્કર થઈ છે. બંને ટ્રેન પેસેન્જર ટ્રેન અથવા ગુડ્સ ટ્રેન હતી કે કેમ. આ જાણ્યા પછી અમે આગળ નિર્ણય કરીશું.

પ્રશ્ન- રવીન્દ્રનાથ ટાગોરે ભારત સિવાય કયા દેશનું રાષ્ટ્રગીત લખ્યું હતું?
જવાબ – બાંગ્લાદેશ

પ્રશ્ન- કયું રેલ્વે સ્ટેશન બે રાજ્યોમાં વહેંચાયેલું છે?
જવાબ – નવાપુર રેલ્વે સ્ટેશન. આ સ્ટેશન મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે વહેંચાયેલું છે.

પ્રશ્ન- ઉરુગ્વે કોન્ફરન્સમાં શેની સ્થાપના કરવામાં આવી હતી?
જવાબ – વિશ્વ વેપાર સંગઠન

પ્રશ્ન- ભારતમાં સૌપ્રથમ આધાર કાર્ડ કોને આપવામાં આવ્યું હતું?
જવાબ – મહારાષ્ટ્રની રહેવાસી રંજના સોનાવણેને સૌથી પહેલા આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું. વર્ષ 2010માં તેને આધાર કાર્ડ આપવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: યુક્રેનથી 182 વિદ્યાર્થીઓને લઈ મુંબઈ પહોંચી ‘ઓપરેશન ગંગા’ની સાતમી ફ્લાઈટ, કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ એરપોર્ટ પહોંચી કર્યુ સ્વાગત

આ પણ વાંચો: સેટેલાઈટ તસ્વીરોમાં ખુલાસો, યુક્રેનના રસ્તાઓ પર જોવા મળ્યો 64 કિલોમીટર લાંબો કાફલો, રાજધાની કીવ પર મોટા હુમલાની ફિરાકમાં રશિયા

Published On - 1:01 pm, Tue, 1 March 22

Next Article