
List of Services through UPSC CSE : UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2023ની સૂચના અને અરજી ફોર્મ બહાર પાડવામાં આવ્યું છે. upsc.gov.in પર રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. UPSC Prelims 2023 ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 21 ફેબ્રુઆરી છે. દર વર્ષે લગભગ 10 લાખ ઉમેદવારો UPSC સિવિલ સર્વિસ પરીક્ષા પ્રિલિમ્સ માટે અરજી કરે છે. યુપી, બિહાર, દિલ્હી, રાજસ્થાન સહિત દેશભરમાં સિવિલ સર્વિસનો જબરદસ્ત ક્રેઝ છે. આ પરીક્ષાની તૈયારી કરતા મોટાભાગના ઉમેદવારોનું સ્વપ્ન છે IPS કે IAS જ હોય છે.
આ પણ વાંચો : UPSC સિવિલ સર્વિસની પરીક્ષા કેટલી વાર આપી શકાય ? દરેક માટે અલગ-અલગ નિયમો છે
મોટાભાગના લોકો સિવિલ સર્વિસનો અર્થ ફક્ત આ બે સેવાઓ (IAS, IPS) જ સમજે છે પણ એવું નથી. કુલ 21 સેવાઓ છે, જેમાં સિવિલ સર્વિસ દ્વારા નિમણૂંક કરવામાં આવે છે.
આ વર્ષે યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસીસ 2023 માટે કુલ 1,105 ખાલી જગ્યાઓ બહાર પાડી છે. આ સંખ્યા છેલ્લા 7 વર્ષમાંથી સૌથી વધુ છે. UPSC પ્રિલિમ પરીક્ષા 2023નું આયોજન 28 મેના રોજ કરવામાં આવશે.
UPSC સિવિલ સર્વિસીઝ પરીક્ષા ત્રણ તબક્કામાં લેવામાં આવે છે. ત્રણેય તબક્કાઓ ઑફલાઇન છે. સૌ પ્રથમ પ્રિલિમ એટલે કે પ્રિલિમિનરી પરીક્ષા છે. આમાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો (MCQ) પૂછવામાં આવે છે. પરીક્ષા OMR શીટ પર આપવાની હોય છે. આમાં પાસ થનારાઓએ UPSC Mains આપવાની હોય છે જેમાં ડિસ્ક્રિપ્ટીવ પેપર હોય છે અને છેલ્લે ઇન્ટરવ્યુ હોય છે.