
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પ્રિલિમ્સ પરીક્ષા 2022 આજે 5મી જૂને લેવામાં આવી રહી છે. UPSC સિવિલ સર્વિસીસ પ્રિલિમ્સ પરીક્ષા બે શિફ્ટમાં છે, જેમાં પ્રથમ શિફ્ટ સવારે 9:30 વાગ્યે શરૂ થાય છે. આ શિફ્ટ માટે પરીક્ષા કેન્દ્રમાં સવારે 9:20 સુધી એન્ટ્રી આપવામાં આવશે, બીજી શિફ્ટ બપોરે 2:30 વાગ્યાથી 4:30 વાગ્યા સુધી યોજાશે. આ શિફ્ટમાં પરીક્ષા કેન્દ્રમાં બપોરના 2:20 સુધી પ્રવેશ આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે પહેલું અને બીજું પેપર બંને હેતુલક્ષી હશે. જે ઉમેદવારો પ્રારંભિક પરીક્ષા (UPSC CSE Pre Exam 2022) પાસ કરશે તેઓને મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC) પ્રિલિમ્સ પરીક્ષા ઉમેદવારોએ પરીક્ષા કેન્દ્ર પર જતી વખતે ઈ-એડમિટ કાર્ડની પ્રિન્ટઆઉટ અને ફોટો આઈડી પ્રૂફ સાથે રાખવાનું રહેશે.
ઉમેદવારને પ્રવેશપત્રમાં દર્શાવેલા પરીક્ષા કેન્દ્ર સિવાયના અન્ય કોઈપણ પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષામાં બેસવા દેવામાં આવશે નહીં. કોઈને પણ પોતાની સાથે મોબાઈલ ફોન, ઈલેક્ટ્રોનિક ઉપકરણો, પેન ડ્રાઈવ, સ્માર્ટ ઘડિયાળો, કેમેરા, બ્લુટુથ વગેરે લઈ જવા દેવામાં આવશે નહીં.
એડમિટ કાર્ડ (UPSC એડમિટ કાર્ડ) તમારી સાથે રાખો. આના વિના તમને પરીક્ષામાં બેસવા દેવામાં નહી આવે.
ફોટો આઈડી પ્રૂફ જેમ કે વોટર આઈડી, આધાર, ડીએલ વગેરે તમારી સાથે રાખો.
પરીક્ષા શરૂ થવાના 30 મિનિટ પહેલા અથવા એક કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર (UPSC CSE પરીક્ષા કેન્દ્ર) પર પહોંચો.
પરીક્ષા કેન્દ્ર પર COVID-19 પ્રોટોકોલને અનુસરો.
ઉમેદવારોએ ઈલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે સ્માર્ટવોચ, મોબાઈલ વગેરે સાથે રાખવા જોઈએ નહીં.
તમારી સાથે કાળી બોલ પેન રાખો.
પાણીની બોટલ રાખો.
જો કોઈ ઉમેદવારને તેના પ્રવેશપત્રમાં કોઈ ભૂલ જણાય તો તેમણે કમિશનનો સંપર્ક કરવો જોઈએ. ઉમેદવારોએ કોવિડ પ્રોટોકોલનું પણ ધ્યાન રાખવું પડશે. તમામ પરીક્ષાર્થીઓએ માસ્ક પહેરીને આવવાનું રહેશે. પરીક્ષા કેન્દ્ર પર સામાજિક અંતર પણ જાળવવાનું રહેશે.
1011 જગ્યાઓ માટે પરીક્ષા લેવામાં આવી રહી છે
આ વર્ષે UPSC 1011 પોસ્ટ માટે સિવિલ સર્વિસ પરીક્ષાનું આયોજન કરી રહી છે. વહીવટી અધિકારી બનવા માટે, ઉમેદવારે પ્રથમ પ્રારંભિક પરીક્ષા પાસ કરવી પડશે. આ પછી, 1750 માર્ક્સની મુખ્ય પરીક્ષા અને પછી 275 માર્ક્સનો ઇન્ટરવ્યુ પણ પાસ કરવો પડશે. જે પછી તે વહીવટી અધિકારી IAS, IPS, IRS, IFS વગેરેનો રેન્ક મેળવી શકે છે.
Published On - 8:36 am, Sun, 5 June 22