UPSC Result 2022: ગુજરાત માટે ગૌરવનો દિવસ, UPSCમાં એક સાથે ગુજરાતના 6 વિદ્યાર્થીઓ થયા સફળ

|

May 30, 2022 | 6:27 PM

UPSC Result 2022: UPSCનું વર્ષ 2021માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામોમાં ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ સફળતા મેળવી કરી છે.

UPSC Result 2022: ગુજરાત માટે ગૌરવનો દિવસ, UPSCમાં એક સાથે ગુજરાતના 6 વિદ્યાર્થીઓ થયા સફળ
UPSCના સફળ ઉમેદવાર જયવીર ગઢવી

Follow us on

UPSC Result 2022 Topper List: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન એટલે કે UPSC સિવિલ સર્વિસ પરીક્ષા 2021નું અંતિમ પરિણામ બહાર પાડવામાં આવ્યું છે. UPSC 2021નું અંતિમ પરિણામ સોમવાર, 30 મે 2022 ના રોજ બપોરે 1 વાગ્યે ઓનલાઈન બહાર પાડવામાં આવ્યું હતું. UPSC સિવિલ સર્વિસીસનું (UPSC Civil Services) પરિણામ PDF ફોર્મેટમાં સત્તાવાર વેબસાઇટ્સ upsc.gov.in અને upsconline.nic.in પર અપલોડ કરવામાં આવ્યું છે. જેમાં 6 ગુજરાતીઓએ (Gujarat) પણ બાજી મારી છે. આ 6 વિદ્યાર્થીઓમાં અમદાવાદ અને કચ્છના વિદ્યાર્થી સામેલ છે.

UPSCનું વર્ષ 2021માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું છે. આ પરિણામોમાં ગુજરાતના 6 વિદ્યાર્થીઓએ સફળતા હાંસલ કરી છે. જેમાં 332 રેન્ક સાથે અમદાવાદના બારોટ હિરેન, 341 રેન્ક સાથે જયવીર ભરતદાન ગઢવી અને 483 રેન્ક સાથે જ્ઞાનેન્દ્રસિંહ પ્રભાતે મેદાન માર્યું છે. 601માં રેન્ક પર અકશેષ મહેન્દ્ર એન્જિનિયેર, 653માં રેન્ક પર કાર્તિકેય કુમાર અને 665માં રેન્ક પર અગિયા પ્રણવકુમાર ગોવિંદભાઈ પણ સફળ રહ્યા છે. UPSC દ્વારા 685 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં 244 સામાન્ય, 73 EWS, 203 OBC, 105 SC અને 60 ST વર્ગના ઉમેદવારોની પસંદગી કરાઇ હતી. હવે ઉતિર્ણ થયેલા આ ઉમેદવારો IAS, IPS અને IFS અધિકારી બનશે.

વડોદરાના ડેપ્યુટી કલેક્ટર પણ પાસ

કહેવાય છે કે મન હોય તો માળવે જવાય. કચ્છના એક નાનકડા ગામના ગરીબ પરિવારના યુવાને UPSC પરીક્ષા પાસ કરી અને IAS બનવાનું સપનું પૂર્ણ થયું છે. વડોદરામાં છેલ્લા 1 મહિનાથી પ્રોબેશન પર ડેપ્યુટી કલેક્ટર તરીકે ફરજ નિભાવતા જયવીર ગઢવીએ UPSCની પરીક્ષા પાસ કરી છે. 25 વર્ષના જયવીર ગઢવીએ બીજી ટ્રાયલમાં આ પરીક્ષા પાસ કરી છે, તેમણે ગુજરાતી મુખ્ય વિષય રાખ્યો હતો. 341 ક્રમાંક સાથે જયવીર ગઢવી ઉતિર્ણ થતા પરિવારમાં ખુશીનો માહોલ છે. આ પહેલા GPSCની પરીક્ષા પાસ કર્યા બાદ જયવીરને ડેપ્યુટી કલેક્ટરનું પોસ્ટિંગ મળ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
આજનું રાશિફળ તારીખ 26-04-2024

નોંધનીય છે કે, UPSC CSE પ્રારંભિક પરીક્ષા ઓક્ટોબર 10, 2021 ના ​​રોજ લેવામાં આવી હતી. પરીક્ષાના પરિણામો 29 ઓક્ટોબરના રોજ જાહેર કરવામાં આવ્યા હતા. મુખ્ય પરીક્ષા 7 થી 16 જાન્યુઆરી, 2022 દરમિયાન લેવામાં આવી હતી અને પરિણામ 17 માર્ચ, 2022 ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યુ એ પરીક્ષાનો છેલ્લો રાઉન્ડ હતો જે 5મી એપ્રિલે શરૂ થયો હતો અને 26મી મેના રોજ સમાપ્ત થયો હતો.

Next Article