University Exams 2021: એનસીસી કેડેટ્સ માટે યોજાશે અલગ સેમેસ્ટર પરીક્ષાઓ, યુજીસીએ યુનિવર્સિટીઓને આપી સૂચના

|

Dec 01, 2021 | 6:20 PM

University Exams NCC Cadets UGC: નેશનલ કેડેટ કોર્પ્સ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને NCC કેડેટ્સ માટે અલગ સેમેસ્ટર પરીક્ષા લેવાનો નિર્દેશ આપ્યો છે.

University Exams 2021: એનસીસી કેડેટ્સ માટે યોજાશે અલગ સેમેસ્ટર પરીક્ષાઓ, યુજીસીએ યુનિવર્સિટીઓને આપી સૂચના
University Exams 2021

Follow us on

University Exams NCC Cadets UGC: નેશનલ કેડેટ કોર્પ્સ (National Cadet Corps) સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર છે. યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) એ તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને NCC કેડેટ્સ માટે અલગ સેમેસ્ટર પરીક્ષા લેવાનો નિર્દેશ આપ્યો છે.

નવેમ્બર-ડિસેમ્બરમાં વ્યસ્ત તાલીમ શિબિરને કારણે સેમેસ્ટરના વર્ગો કરી શકતા નથી. આ સંદર્ભમાં UGCએ તેની સત્તાવાર વેબસાઇટ ugc.ac.in પર સૂચના પણ જારી કરી છે. જેમાં એનસીસી કેડેટ્સ માટે સેમેસ્ટર પરીક્ષાઓ યોજવા માટે નવી જોગવાઈઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નોટિસમાં કમિશને કહ્યું છે કે, ‘યુજીસીના ધ્યાનમાં આવ્યું છે કે દર વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરમાં ગણતંત્ર દિવસની તૈયારી અને તાલીમ માટે શિબિરોનું આયોજન કરવામાં આવે છે. NCC સાથે સંકળાયેલા કેડેટ્સ અને સ્વયંસેવકો આ સમય દરમિયાન આ શિબિરોમાં વ્યસ્ત છે. રાષ્ટ્રની સેવામાં યોગદાન આપતી વખતે આ કેડેટ્સ તેમના સેમેસ્ટરના વર્ગોમાં હાજરી આપી શકતા નથી. તેથી, શૈક્ષણિક સંસ્થાઓમાં આ કેડેટ્સ માટે એક અલગ વિશેષ પરીક્ષા યોજવી જોઈએ.’ જેથી તેઓ તેમનો અભ્યાસ પણ પૂર્ણ કરી શકે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

યુજીસીએ એમ પણ કહ્યું છે કે, અલગથી લેવાનારી આ સેમેસ્ટર પરીક્ષાઓને રિ-ટેસ્ટ કહેવામાં આવશે નહીં. આ ખાસ પરીક્ષાઓ હશે. તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓને આ દિશામાં યોગ્ય પગલાં લેવા અને NCC કેડેટ્સ માટે અલગ સેમેસ્ટર પરીક્ષાઓ યોજવાની તૈયારી કરવા અપીલ કરવામાં આવી છે. જેથી આ યુવાનોને રાષ્ટ્ર સેવાના કામના બદલામાં તેમના અભ્યાસની ખોટ સહન કરવી ન પડે.

નેશનલ કેડેટ કોર્પ્સ (NCC) એ ભારતીય સેનાની યુવા પાંખ છે, જેનું મુખ્ય મથક નવી દિલ્હીમાં છે. તેનો હેતુ શાળાઓ અને કોલેજોના વિદ્યાર્થીઓને મૂળભૂત લશ્કરી તાલીમ આપવાનો છે. જેમાં આર્મી, નેવી અને એરફોર્સનો સમાવેશ થાય છે.

 

આ પણ વાંચો: UPSC IAS Mains 2021: આવતીકાલે સિવિલ સર્વિસ મેઈન્સ પરીક્ષા માટે અરજી કરવાની છેલ્લી તારીખ, આ રીતે કરો અરજી

આ પણ વાંચો: Career in Music: જો તમને સંગીતમાં રસ છે, તો તમે ભારતીય નેવીમાં નોકરી મેળવી શકો છો, જાણો કેવી રીતે

Next Article