જૂનમાં બેરોજગારીનો દર વધીને 7.8 ટકા થયો, ઉનાળામાં કૃષિ પ્રવૃત્તિઓ ઓછી થવાથી રોજગાર ઘટ્યો : CMIE

|

Jul 06, 2022 | 7:18 AM

CMIE અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર  6.62 ટકાથી વધીને 8.03 ટકા થયો હતો. શહેરોમાં આ દર 7.12 ટકાથી વધીને 7.3 ટકા થયો છે.

જૂનમાં બેરોજગારીનો દર વધીને 7.8 ટકા થયો, ઉનાળામાં કૃષિ પ્રવૃત્તિઓ ઓછી થવાથી રોજગાર ઘટ્યો : CMIE
Symbolic Image

Follow us on

જૂન મહિનામાં દેશમાં બેરોજગારીનો દર વધીને 7.8 ટકા થયો છે. આ દરમિયાન દેશમાં લગભગ 1.3 કરોડ નોકરીઓ છીનવાઈ ગઈ છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (CMIE) દ્વારા આ માહિતી આપવામાં આવી છે. થિંક ટેન્કના જણાવ્યા અનુસાર બેરોજગારી(Unemployment)માં આ વધારો ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીમાં ઉછાળાને કારણે જોવા મળ્યો છે. જો કે બીજી તરફ આ સમયગાળા દરમિયાન શહેરી વિસ્તારોમાં થોડો ફેરફાર જોવા મળ્યો છે. CMIEએ તેના રિપોર્ટમાં કહ્યું કે જૂન મહિનામાં ગ્રામીણ વિસ્તારોમાં આ સ્થિતિ જોવા મળે છે. વાસ્તવમાં ઉનાળા દરમિયાન કૃષિ સંબંધિત પ્રવૃત્તિઓમાં ઘટાડો જોવા મળે છે પરંતુ ચોમાસાની સાથે તેમાં ફરી એકવાર તેજી જોવા મળી શકે છે.

બેરોજગારીનો દર શું છે?

CMIE અનુસાર ગ્રામીણ વિસ્તારોમાં બેરોજગારીનો દર  6.62 ટકાથી વધીને 8.03 ટકા થયો હતો. શહેરોમાં આ દર 7.12 ટકાથી વધીને 7.3 ટકા થયો છે. CMIEના MD મહેશ વ્યાસે કહ્યું કે લોકડાઉન વગરના આ મહિનામાં રોજગારમાં આ સૌથી મોટો ઘટાડો થયો છે. ગ્રામીણ વિસ્તારોમાં રોજગારના અભાવે આ ઘટાડો જોવા મળ્યો છે. જો કે, રોજગારીમાં આ ઘટાડો મોસમી છે કારણ કે આ સમયગાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં પ્રવૃત્તિઓ ઘણી ઓછી હોય છે અને ચોમાસાના વરસાદ સાથે હકારાત્મક ફેરફારો જોવા મળશે. ખેતરોમાં વાવણી ક્યારે શરૂ થશે. તેમણે કહ્યું કે જૂન મહિનામાં 1.3 કરોડ નોકરીઓ છીનવાઈ ગઈ છે પરંતુ બેરોજગારોની વાસ્તવિક સંખ્યા માત્ર 30 લાખ વધી છે. વાસ્તવમાં લેબર માર્કેટમાં 1 કરોડ મજૂરોની અછત છે. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં એવા સંકેત છે કે રોજગાર સંબંધિત આંકડા મજૂરોના સ્થળાંતર સાથે સંબંધિત છે અને તે અર્થવ્યવસ્થામાં નબળાઈ દર્શાવતા નથી. જોકે, તેમણે કહ્યું કે માત્ર ચોમાસાને કારણે આટલી મોટી સંખ્યામાં લોકોની રોજગારી પર અસર થાય છે તે ચિંતાનો વિષય છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પગારદાર કર્મચારીઓની નોકરીમાં 25 લાખનો ઘટાડો

તેમણે કહ્યું કે બીજી ચિંતાનો વિષય છે કે જૂન 2022માં પગારદાર કર્મચારીઓમાં 25 લાખ નોકરીઓ ઓછી થઈ છે. રિપોર્ટ અનુસાર હરિયાણામાં સૌથી વધુ બેરોજગારી છે ત્યારબાદ રાજસ્થાન, આસામ, જમ્મુ-કાશ્મીર અને બિહારનો નંબર આવે છે.કૃષિ સંબંધિત રોજગારીની સમસ્યા ઉનાળામાં સર્જાતી હોય છે જોકે ચોમાસાની શરૂઆત સાથે માંગમાં વધારો થાય છે. આ સમયગાળામાં સ્થિતિ સામાન્ય થવા તરફ આગળ વધે છે.

Published On - 7:18 am, Wed, 6 July 22

Next Article