UGC NET 2023 ડિસેમ્બર પરીક્ષા માટે અરજી પ્રકિયા શરૂ, આ રીતે કરો એપ્લાય

યુજીસી નેટ 2023 (UGC NET 2023) ડિસેમ્બરની પરીક્ષા માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. પરીક્ષામાં સામેલ થવા માટે ઉમેદવારો રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર નોંધણી કરાવી શકે છે. પરીક્ષા સંબંધિત જરૂરી જાણકારી અહીં આપવામાં આવી રહી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે.

UGC NET 2023 ડિસેમ્બર પરીક્ષા માટે અરજી પ્રકિયા શરૂ, આ રીતે કરો એપ્લાય
UGC NET 2023
| Edited By: | Updated on: Oct 01, 2023 | 9:16 PM

UGC NET 2023: રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીએ યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન-નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ (UGC NET) ડિસેમ્બર 2023 સત્ર માટે નોંધણી પ્રક્રિયા શરૂ કરી છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા 30 સપ્ટેમ્બરથી શરૂ થશે અને 28 ઓક્ટોબરે સાંજે 5 વાગ્યે સમાપ્ત થશે. પરીક્ષા ફી જમા કરાવવાની છેલ્લી તારીખ 29મી ઓક્ટોબર રાતે 11:50 કલાકે છે. ઉમેદવારો ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in અને nta.ac.in પર અરજી કરી શકે છે.

જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ અરજીમાં સુધારો કરવા માટે કરેક્શન વિન્ડો 30 અને 31 ઓક્ટોબરે ઓપન કરવામાં આવશે. પરીક્ષા કેન્દ્રનું શહેર નવેમ્બરના છેલ્લા સપ્તાહમાં જાહેર કરવામાં આવશે. એડમિટ કાર્ડ ડિસેમ્બરના પહેલા સપ્તાહથી ડાઉનલોડ કરી શકાશે. એનટીએ દ્વારા પરીક્ષાઓ 6 થી 22 ડિસેમ્બર 2023 દરમિયાન લેવામાં આવશે. પરિણામ અને આન્સર કીની તારીખ પછીથી જાહેર કરવામાં આવશે. પરીક્ષામાં બેસવા માટે રજિસ્ટર્ડ ઉમેદવારોના એડમિટ કાર્ડ જાહેર કરવામાં આવશે.

યુજીસી નેટ ડિસેમ્બર 2023: કેવી રીતે અરજી કરવી

  • એનટીએ યુજીસી નેટની ઓફિશિયલ વેબસાઈટ ugcnet.nta.ac.in પર જાઓ.
  • હોમ પેજ પર આપેલ યુજીસી નેટ ડિસેમ્બર 2023 નોંધણી લિંક પર ક્લિક કરો.
  • આવશ્યક વિગતો સાથે ફોર્મ ભરો.
  • અરજી ફી ચૂકવો.
  • ત્યારબાદ ચેક કરો અને સબમિટ કરો.

અરજી ફી- સામાન્ય શ્રેણીના ઉમેદવારો માટે અરજી ફી 1150 રૂપિયા છે. જનરલ આડબલ્યૂએસ અને ઓબીસી-એનસીએલ માટે 600 રૂપિયા અને એસસી, એસસી અને પીડબલ્યૂ માટે 325 રૂપિયા છે.

એનટીએ ભારતભરની યુનિવર્સિટીઓ અને કોલેજો માટે મદદનીશ પ્રોફેસર તેમજ જુનિયર રિસર્ચ ફેલોશિપ માટેની લાયકાત નક્કી કરવા માટે યુજીસી નેટ પરીક્ષાનું આયોજન કરે છે. આ પરીક્ષા દર વર્ષે બે વાર જૂન અને ડિસેમ્બર મહિનામાં લેવામાં આવે છે. કુલ 83 વિવિધ વિષયોની પરીક્ષા લેવામાં આવશે. વધુ માહિતી માટે ઉમેદવારો રાષ્ટ્રીય પરીક્ષા એજન્સીની ઓફિશિયલ વેબસાઈટ પર જાહેર કરાયેલ નોટિફિકેશન ચેક કરી શકે છે.

આ પણ વાંચો: Govt Jobs: ITI ટ્રેઈની અને સ્ટાફ નર્સની જગ્યાઓ પર થશે ભરતી, 85000 રૂપિયાથી વધારે મળશે પગાર, આ રીતે કરો અરજી

કરિયરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો