Twitter હવે કર્મચારીઓની કરશે છટણી, એલોન મસ્કે યાદી બનાવવા મેનેજરોને કર્યો આદેશ

|

Oct 30, 2022 | 8:12 AM

મીડિયા રિપોર્ટ જણાવે છે કે Twitter માંથી કર્મચારીઓની છટણી 1 નવેમ્બર પહેલા થશે. જ્યારે કર્મચારીઓને વળતર તરીકે સ્ટોક ગ્રાન્ટનો હિસાબ કરવામાં આવશે અને તરત જ ચૂકવવામાં આવશે.

Twitter હવે કર્મચારીઓની કરશે છટણી, એલોન મસ્કે યાદી બનાવવા મેનેજરોને કર્યો આદેશ
Elon Musk (File)
Image Credit source: Social Media

Follow us on

જ્યારથી માઈક્રો-બ્લોગિંગ સાઈટ ટ્વિટર પર એલોન મસ્ક સંપૂર્ણ નિયંત્રણ લઈ રહ્યા છે ત્યારથી તેઓ એક્શનમાં છે. ચોકાવનારા સમાચાર એ છે કે એલોન મસ્કે ટ્વિટરમાં કર્મચારીઓની છટણીનો આદેશ આપ્યો છે. વિવિધ મેનેજરને એવા કર્મચારીઓની યાદી બનાવવા માટે કહેવામાં આવ્યું છે જેમને કંપનીની બહારનો રસ્તો બતાવી શકાય. અગાઉ, એલોન મસ્ક ટ્વિટર કંપનીના ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ સહિત ટોચના મેનેજમેન્ટને બરતરફ કરી ચૂક્યા છે. મીડિયાના અહેવાલ મુજબ, મસ્ક શનિવારે જ ટ્વિટરમાંથી છટણી શરૂ કરવાની યોજના ધરાવે છે. જો કે અગાઉથી આ પ્રકારની કામગીરી કરાશે તેની આશંકા તો હતી.

મીડિયા અહેવાલમાં, વર્તમાન પરિસ્થિતિની જાણકારી ધરાવતા લોકોને ટાંકીને વધુમાં નોંધ્યું છે કે કેટલાક મેનેજરોને “કર્મચારીઓની યાદી બનાવવા” કહેવામાં આવ્યું હતું. મસ્કના ટ્વિટરના હસ્તગત કર્યા પહેલાં પણ, એવા અહેવાલો હતા કે તે માથાની ગણતરીમાં ઘટાડો કરશે. મીડિયાના કેટલાક અહેવાલો તો કહે છે કે કંપનીમાંથી 75 ટકા કર્મચારીઓની છટણી થઈ શકે છે.

મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્વિટર પર છટણી 1 નવેમ્બર પહેલા થશે. જ્યારે સ્ટોક ગ્રાન્ટને કામદારોના વળતર તરીકે ગણવામાં આવશે અને તરત જ તેની ચૂકવણી કરી દેવામાં આવશે. દરમિયાન, ઇલોન મસ્ક અને તેમની ટીમે પણ કન્ટેન્ટ પોલિસી પર કામ શરૂ કરી દીધું છે. મસ્કે એક દિવસ પહેલા ટ્વીટ કર્યું હતું કે ટ્વિટર પર કોમેડી કરવી હવે ગેરકાયદેસર નથી.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો

પરાગ અગ્રવાલ અને વિજયા ગડ્ડેને 1000 કરોડ રૂપિયા મળશે

એલોન મસ્કનો પ્રથમ નિર્ણય ટોચના મેનેજમેન્ટને મુક્ત કરવાનો હતો. આ અંતર્ગત ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ તેમજ કંપનીના પોલિસી હેડ વિજયા ગડ્ડે, ટ્વિટરના સીએફઓ નેડ સેહગલની હકાલપટ્ટી કરવામાં આવી હતી. જો કે, અધિગ્રહણની શરતો અનુસાર, આ લોકોને એલોન મસ્ક દ્વારા મોટી રકમ ચૂકવવામાં આવશે. મળતી માહિતી મુજબ, પરાગ અગ્રવાલ અને વિજયાને જ કુલ મળીને 1000 કરોડ જેટલી રકમ મળશે.

Next Article