Gandhinagar : તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ, સંમતિ પત્ર ભર્યુ હશે તો જ આપી શકાશે પરીક્ષા

|

Apr 20, 2023 | 9:14 AM

Gandhinagar News : આ પહેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી આપી છે કે તલાટીની પરીક્ષા આપવા ઉમેદાવારોએ પરીક્ષા કેન્દ્ર પર સંમતિપત્ર સાથે લાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સંમતિપત્ર પરીક્ષા કેન્દ્ર પર લાવવાની કોઈ જરૂર નથી.

Gandhinagar : તલાટીની પરીક્ષા માટે સંમતિ પત્ર ભરવાનો આજે અંતિમ દિવસ, સંમતિ પત્ર ભર્યુ હશે તો જ આપી શકાશે પરીક્ષા

Follow us on

આગામી 7 મેએ તલાટીની પરીક્ષા યોજાવાની છે. જેના માટે આજે સવારે 11 વાગ્યા સુધી સંમતિ પત્ર ભરી શકાશે.જે ઉમેદવારોએ સંમતિ પત્ર ભર્યુ હશે તે જ પરીક્ષા આપી શકશે તેવુ સૂચન ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા કરવામાં આવેલુ છે. કુલ 17 લાખથી વધુ ઉમેદવારોએ તલાટીની પરીક્ષા આપવા માટે ફોર્મ ભર્યા છે. જો કે ગઇકાલ સુધીમાં હજુ 6 લાખ ઉમેદવારોએ જ સંમતિ પત્ર ભર્યુ છે.

આ પણ વાંચો- Naukri9 Video: સ્નાતકો માટે બેન્કિંગ ક્ષેત્રમાં નોકરીની ખાસ તક, મળશે મહિને 90,000થી વધુ પગાર

હસમુખ પટેલે અગાઉ આ માહિતી આપી હતી

આ પહેલા ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના કાર્યકારી અધ્યક્ષ હસમુખ પટેલે આ માહિતી આપી છે કે તલાટીની પરીક્ષા આપવા ઉમેદાવારોએ પરીક્ષા કેન્દ્ર પર સંમતિપત્ર સાથે લાવવાની જરૂર નથી. તેમણે કહ્યું કે સંમતિપત્ર પરીક્ષા કેન્દ્ર પર લાવવાની કોઈ જરૂર નથી. કોલલેટર 7થી 8 દિવસ પહેલા ડાઉનલોડ થઇ શકે તેવી વ્યવસ્થા કરી રહ્યા છીએ.

નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો
Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?
ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos

સંમતિપત્રના આધારે વ્યવસ્થા ગોઠવવામાં આવશે

સાથે જ હસમુખ પટેલે ઉમેદવારોને અપીલ કરતા કહ્યું કે કન્ફર્મેશન આપવાનો છેલ્લો દિવસ 20 એપ્રિલ છે. માટે પરીક્ષા આપવા ઈચ્છતા ઉમેદવારો સંમતિપત્ર ઝડપથી ભરી દે. સંમતિપત્ર ભરાયા બાદ ઉમેદવારો કેટલા થાય છે તેના આધારે તમામ વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. જે લોકો સંમતિપત્ર ભરશે તેવા ઉમેદવારો જ પરીક્ષા આપી શકશે. જે ઉમદવાર સંમતિપત્ર નહીં ભરે તેઓ આપોઆપ ગેરલાયક ઠરશે.

આ પણ વાંચો-Vadodara : રોડ પરનો ડામર પીગળવા મુદ્દે કોંગ્રેસે આવેદનપત્ર આપ્યું, કહ્યું મ્યુનિસિપલ કમિશનર નિષ્પક્ષ તપાસ કરી પગલા ભરે, જુઓ Video

સંમતિ પત્રની મુદત વધારાશે નહીં

મહત્વનું છે કે ઉમેદવારોએ સંમતિ પત્રક ઓજસની વેબસાઈટ પરથી ભરવાનું રહેશે. તથા બે વખત અરજી કરી હોય તેવા કેસમાં ઉમેદવારનું એક જ સંમતિ પત્રક માન્ય રહેશે. હસમુખ પટેલે જણાવ્યું છે કે 20 તારીખ 11 વાગ્યા સુધી જ સંમતિ પત્રક ભરી શકાશે ત્યારબાદ કોઇ પણ ભોગે સંમતિ પત્રક ભરવાની મુદ્દત વધારાશે નહીં.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 9:14 am, Thu, 20 April 23

Next Article