Tiktok India Team layoff : ચીને ઠાલવ્યો ગુસ્સો, Tiktokએ તેની આખી ભારતીય ટીમને કાઢી મૂકી

|

Feb 10, 2023 | 11:43 AM

આંતરરાષ્ટ્રીય કંપનીઓમાંથી છટણી કરવાની પરંપરા હવે Tiktokની ભારતીય ટીમ સુધી પહોંચી ગઈ છે. જણાવી દઈએ કે હવે Tiktokએ તેની આખી ભારતીય ટીમને કાઢી મૂકી છે.

Tiktok India Team layoff : ચીને ઠાલવ્યો ગુસ્સો, Tiktokએ તેની આખી ભારતીય ટીમને કાઢી મૂકી
Tiktok layoff
Image Credit source: Social Media

Follow us on

Tiktok India : ByteDance ની માલિકી વાળા ટૂંકા વીડિયોની એપ Tiktok પણ છટણીના આ તબક્કામાં પાછળ નથી. આ બાબતથી વાકેફ કેટલાક સૂત્રોએ તાજેતરમાં ઈકોનોમિક ટાઈમ્સને માહિતી આપી છે કે, આ સપ્તાહની શરૂઆતમાં ટિકટોકે તેની આખી ભારતીય ટીમ એટલે કે ટિકટોકમાં કામ કરતા તમામ ભારતીયોને કાઢી મૂકીને કંપનીમાંથી બહારનો રસ્તો બતાવ્યો છે.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલથી જાણવા મળ્યું છે કે, આ સપ્તાહની શરૂઆતમાં 40 લોકોને ટિકટોક પિંક સ્લિપ આપવામાં આવી છે. આ સાથે ટિકટોકમાં કામ કરતા કર્મચારીઓને પણ જણાવવામાં આવ્યું છે કે જો લોકોને છટણી બાદ કંપનીમાંથી કાઢી મૂકવામાં આવશે તો કંપની તેમને 9 મહિનાનો પગાર આપશે.

આ બાબતથી પરિચિત એક સ્ત્રોતે નામ ન આપવાની શરતે ETને માહિતી આપી હતી કે ટિકટોક ઈન્ડિયાના કર્મચારીઓને કહેવામાં આવ્યું છે કે, ટિકટોકમાં 28 ફેબ્રુઆરી તેમનો છેલ્લો દિવસ હશે. તેમને અન્ય તકો એટલે કે નવી નોકરી શોધવા માટે કંપની તરફથી કેટલાક લાભો આપવામાં આવશે.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

કંપનીએ કર્મચારીઓને કહ્યું કે ચીનની એપ્સ પર સરકારના વલણને કારણે કંપની ભારતમાં તેનું કામકાજ ફરીથી શરૂ કરી શકશે નહીં. લોકોની જાણકારી માટે તમને જણાવી દઈએ કે, ByteDanceએ ગુરુવાર સુધી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સરકારે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાઓને ટાંકીને જૂન 2020 માં ટિકટોક સહિત લગભગ 300 અન્ય ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. ત્યારબાદ કંપનીના ભારત કાર્યાલયના ઘણા કર્મચારીઓ મોટાભાગે દુબઈ અને બ્રાઝિલમાં કામ કરી રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે, જ્યારે ભારતમાં Tiktok પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો, તે સમયે કંપનીના 200 મિલિયનથી વધુ યુઝર્સ હતા. મેટાની ફોટો અને વિડિયો શેરિંગ એપ ઈન્સ્ટાગ્રામે ભારતમાં Tiktok પર પ્રતિબંધ મૂક્યા બાદ વપરાશકર્તાઓ માટે Reels ફીચર રજૂ કર્યું હતું.

 

Next Article